શરીરમાં વિટામિન ડીની ઊણપને કારણે ઘણાં ગંભીર રોગો થવાનો ભય રહે છે, પરંતુ આ પણ સત્ય છે કે ડોક્ટરની સલાહ વગર વધારે માત્રામાં વિટામીન ડી સપ્લીમેન્ટ નું સેવન કરવામાં આવે તો તે શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે.આજે અમે તમને વધારે માત્રામાં વિટામીન ડી સપ્લીમેન્ટ લેવાથી થતા નુકશાન વિશે જણાવી રહ્યા છીએ.
વિટામિન ડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. વીટામીન-ડી નો મુખ્ય સ્ત્રોત સૂર્ય સૂર્ય છે તે આપણે દરેક જાણીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરના ઘણા લોકોમાં વીટામીન-ડીની ઉણપ જોવા મળી છે. વીટામીન-ડીની શરીરમાં ઉણપ થવાથી હદય સંબંધિત રોગો સહિત ઘણા ગંભીર રોગો થવાના ભય રહે છે.
આજ કારણે ઘણા લોકો વિટામિન ડીની ઊણપને પૂર્ણ કરવા માટે સપ્લિમેન્ટ નો સહારો લે છે. કેટલાક લોકો ડોક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ છે તો કેટલાક વગર સલાહે સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરી દે છે. કોઈપણ વસ્તુ જરૂર કરતાં વધારે શરીર માટે નુકસાનકારક હોય છે. વિટામીન ડી સપ્લીમેન્ટ સાથે પણ કંઈક આવું જ છે. જો શરીરમાં સપ્લિમેન્ટ દ્વારા વધારે માત્રામાં વિટામિન ડી પહોંચે છે તો તે શરીરને વધારે નુકસાન પહોંચાડી શકે છે.
વધારે વિટામિન ડીના સેવનથી શરીરને થતાં નુકશાન
કિડની
શરીરમાં વધારે માત્રામાં વિટામિન ડી એ પહોંચવાને કારણે લોહીમાં કેલ્શિયમનું સ્તર વધી જાય છે. તેના લીધે આપણા શરીરની પેશીઓ ત્યાં સુધી કે અંગોને પણ નુકસાન પહોંચી શકે છે. તેના કારણે કિડની ડૅમેજ થવાનું જોખમ વધી જાય છે. ઘણીવાર તો વિટામિન-ડીના વધારાથી કિડની હંમેશા માટે ડૅમેજ થઈ શકે છે જે કિડનીની નિષ્ફળતાનું કારણ બને છે.
હાડકાઓ
વિટામિન ડી વધારે હોવાને કારણે લોહીમાં કેલ્શિયમ વધે છે, તેના કારણે હાડકાને મજબૂત કરતા હોર્મોન બંધ થઈ જાય છે. તેનાથી હાડકાઓ સાથે જોડાયેલ સમસ્યાઓ ઉત્પન્ન થવાનું જોખમ વધી જાય છે. લોકોમાં સાંધાના દુખાવા સહિત ચાલવામાં પણ પરેશાની થવા લાગે છે.
ફેફસા
શરીરમાં વધારે માત્રામાં વિટામિન ડી પહોંચવા પર તે કેલ્શિયમ અને ફોસ્ફેટના સ્ફટિકો બનાવે છે જે લોહીમાં જમાં થવા લાગે છે. આ સ્ફટિકો ફેફસામાં જમાં થઈને તેને ડેમેજ કરવા લાગે છે. તેના લક્ષણ છાતીમાં દુખાવો થવો, કફ અને શ્વાસ લેવામાં સમસ્યા થવી જેવા હોય છે.
જઠરાંત્રિય સમસ્યાઓ
વિટામીન ડીનું શરીરમાં વધારે માત્રામાં પહોંચવું આપણા પેટના આંતરડા માટે પણ નુકસાનકારક હોય છે. કેલ્શિયમ વધવાથી ડાયરિયા, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેના કારણે નાકમાંથી લોહી નીકળે અને ઉલટી પણ થાય છે.
માનસિક સ્વાસ્થ્ય
વિટામીન ડીનું શરીરમાં વધારે માત્રામાં પહોંચવું ફક્ત શારીરિક રીતે જ નુકશાન પહોચતું નથી પરંતુ તેના કારણે માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થવાનું જોખમ પણ વધી જાય છે. આ કારણે ડિપ્રેશન, સાઈકોસિસ અને આભાસ જેવી સમસ્યાઓનો પણ લોકો સામનો કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team
Image Source: Freepik