ઉનાળો આવે એટલે આપણને તરત જ કુલ્ફી યાદ આવે. એક સમય હતો જ્યારે કુલ્ફી વાળા ઘરે ઘરે કુલ્ફી વેચવા આવતા હતા. આજે દુકાનો અને મિલ્ક પાર્લરમાં કુલ્ફી મળતી થઈ ગઈ છે. આઈસ્ક્રીમ પસંદ હોય તેવા લોકોને પણ કુલ્ફી પ્રત્યે વિશેષ લગાવ હોય છે. જો કુલ્ફી બહુ ભાવતી હોય તો તમે ઘરે પણ સરળતાથી કુલ્ફી બનાવી શકો છો. કુલ્ફી બનાવવી બિલકુલ અઘરુ કામ નથી.
ગરમીની ઋતુ ચાલુ થઈ ગઈ છે, હાલની આ કાળઝાળ ગરમીને લીધે સૌ કોઈ પરેશાન છે. આવા તડકા ને લીધે દરેકને કઈક ઠંડુ ખાવાની ઈચ્છા તો જરૂર થતી જ હશે. પરંતુ હાલ ચાલી રહેલા લોકડાઉન ના લીધે બહાર જઈ શકાતું નથી. આવી ઉનાળાની ઋતુમાં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા મળી જાય તો કઈ અલગ જ મઝા છે. તો આવો આજે અમે તમને ઘરે જ કુલ્ફીનો સ્વાદ કઈ રીતે લઈ શકાય તેની રેસિપી વિશે જણાવીશું.
જરૂરી સામગ્રી
- દૂધ – ૪ પેકેટ
- એલચી પાવડર – 1 ચમસી
- ખાંડ – 2 કપ
- સુકા મેવા – ગર્નીશિંગ માટે
બનાવવા ની રીત-
- સૌથી પહેલા એક પેનમાં 4 પેકેટ દૂધન ધીમી આંચ પર પકાવો. તેને ધીમે ધીમે પકાવો જેથી દૂધ તળિયે ના ચોંટી જાય.
- ત્યારબાદ તેમાં 1 ચમસી એલચી પાઉડર અને 2 કપ ખાંડ નાખી સારી રીતે મેળવી લો.
- જ્યાં સુધી દૂધ ૧\૩ ભાગ નું ના રહે ત્યાં સુધી તેને ઉબાલતા રહો.હવે દુધને કુલ્ફી કપ કે માટલામાં નાખો.
- તેને ૮-૯ કલાક સુધી ફ્રીજમાં સેટ થવા માટે રાખી દો.તો લો, તમારી ઠંડી ઠંડી દૂધ ની કુલ્ફી તૈયાર છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team