લોકોની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલું ભગવાન શિવનું એક એવું મંદિર છે. જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એ છે વીજળી મહાદેવ મંદિર છે. આ એક એવું પવિત્ર મંદિર છે, કહેવામાં આવે છે કે જ્યાં દર 12 વર્ષે વીજળી પડે છે.
સનાતન પરંપરામાં સોમવારનો દિવસ ભગવાન શિવની સાધના માટે સમર્પિત છે. સોમ નો અર્થ ચંદ્ર થાય છે. જેની ભગવાન શિવે પોતાના માથા પર ધારણ કર્યો છે. ભારતમાં ભગવાન શિવનાં ઘણા એવા ચમત્કારિક મંદિર છે. જેની પાછળના રહસ્ય આજે સુધી ઉકેલાયા નથી.
એવું છે ઘણું રહસ્યમય મંદિર હિમાચલ પ્રદેશમાં આવેલું છે. જે કુલ્લુમાં સ્થિત છે. જે ભક્તોમાં ‘ વીજળી મહાદેવ ‘ ના નામથી જાણીતું છે. તો આજે ભગવાન શિવના આ ચમત્કારિક ધામ સાથે આકાશની વીજળી નું કેવી રીતે જોડાણ છે તે વિસ્તારથી જાણીશું.
12 વર્ષમાં પડે છે વીજળી
દેશના મુખ્ય મંદિરોમાંથી એક વીજળી મહાદેવનું મંદિર હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં સ્થિત છે. જે આશરે 2,460 મિટર ઉંચાઇ પર આવેલું છે. માન્યતા છે કે આ મંદિર પર દર 12 વર્ષે વીજળી પડે છે. જેના કારણે શિવલિંગ તૂટી જાય છે. વીજળી પડવાની આ ઘટના કેમેરામાં કેદ થઇ ચૂકી છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આખરી ‘ વીજળી મહાદેવ ‘ પર વીજળી શા માટે પડે છે ? એ વાતને લઈને આજે પણ રહસ્ય અકબંધ છે.
વીજળી મહાદેવ સાથે જોડાયેલી કથા
માન્યતા પ્રમાણે કહેવામાં આવે છે કે, આ જગ્યા પર કેટલાય હજારો વર્ષો સુધી કુલાન્તક નામનો રાક્ષસ રહેતો હતો. અજગરની જેવો દેખાવ ધરાવતા આ રાક્ષસે જ્યારે વ્યાસ નદીના પ્રવાહને રોકીને ઘાટીને જળ માં સમાવવાનો પ્રયાસ કર્યો ત્યારે, ભગવાન શિવે ત્રિશૂળ વડે એનો વધ કર્યો હતો.
માન્યતા પ્રમાણે ભગવાન શિવે જ્યારે કુલાન્તક રાક્ષસનો વધ કર્યો ત્યારે એનું શરીર એક મોટા પહાડ માં પરિવર્તિત થઈ ગયું. ત્યારબાદ ભગવાન શિવે ઇન્દ્રદેવને આ રાક્ષસ રૂપી પહાડ પર દર 12 વર્ષે વીજળી નો પ્રહાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ દર 12 વર્ષે આ ઘટના બને છે.
આ રીતે જોડાઈ જાય છે શિવલિંગ
વીજળી મહાદેવ મંદિરમાં દર 12 વર્ષે વીજળી પડવાથી શિવલિંગ તૂટી જાય છે. તો પ્રશ્ન ઉઠે છે કે ભક્તો ત્યાં કોની પૂજા કરે છે ? પરંતુ હકીકતમાં ભગવાન શિવના ભક્તો એ જ શિવલિંગની પૂજા કરે છે. જે વીજળી પડવાથી તૂટી જાય છે. કારણ કે, તૂટી ગયા બાદ મંદિરના પૂજારી માખણથી એને જોડીને ફરીથી સ્થાપિત કરે છે. શિવલિંગને માખણથી જોડવામાં આવતું હોવાને કારણે, અહીંના સ્થાનિક લોકો એને ‘ માખણ મહાદેવ ‘ તરીકે પણ ઓળખે છે.
વીજળી મહાદેવનો મહિમા
આશ્ચર્યજનક રૂપે દર 12 વર્ષે વીજળી પડવાના કારણે આ મંદિરનું શિવલિંગ તૂટી જાય છે. પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. લોકોનું માનવું છે કે જે રીતે ભગવાન શિવે ઝેર પીને રક્ષા કરી અને નીલકંઠ કહેવાયા. એ રીત અહીં પોતે વીજળી સહન કરે છે અને લોકોની રક્ષા કરે છે. માટે જ વીજળી મહાદેવના નામથી પૂજાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team