એરપોર્ટની ખૂબ જ નજીક આવેલા ભારતના આ સુંદર 8 હિલ સ્ટેશનની મુલાકાત માટેનું પ્લાનિંગ કરો સમય બગાડ્યા વગર

કડકડતી ઠંડી અને કોરોનાના કહેરથી રાહત મળતા જ લોકો પ્રવાસન સ્થળોએ જવાનું આયોજન કરી રહ્યા છે. પરંતુ વ્યસ્ત શેડ્યુલને કારણે ઓછા સમયમાં સારા પ્રવાસ સ્થળોની શોધ કરવી સરળ નથી. જો તમે પણ આવી જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો ગભરાશો નહીં. આજે અમે તમને ભારતના કેટલાક એવા સુંદર હિલ સ્ટેશન વિશે જણાવીશું જ્યાં એરપોર્ટની સુવિધાને લીધે તમે સમય બગાડ્યા વગર એક સારી ટ્રિપ પ્લાન કરી શકો છો.

Image Source

ગુલમર્ગ, કાશ્મીર

તેના સુંદર નજારાઓને કારણે કાશ્મીર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં આવતા પ્રવાસીઓને ગુલમર્ગ ખૂબ જ પસંદ આવે છે. આ સ્થળ શ્રીનગરથી માત્ર 50 કિમી દૂર છે, જ્યાંથી તમે ટેક્સી અથવા ટૂરિસ્ટ બસની સુવિધા લઈ શકો છો. તમે હવાઈ મુસાફરી કરીને પહેલા શ્રીનગર પહોંચો અને પછી કોઈ પણ ઝંઝટ વગર સડક માર્ગ દ્વારા ગુલમર્ગ પહોંચો.

Image Source

મસૂરી

મસૂરીને ‘પહાડોની રાણી’ પણ કહેવામાં આવે છે. મસૂરી સમુદ્ર સપાટીથી લગભગ 6,580 ફૂટની ઊંચાઈએ આવેલું છે. રાજધાની દિલ્હીની નજીક હોવાને કારણે તે ખૂબ લોકપ્રિય પણ છે. મસુરી પાસે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પણ છે, જે હિલ સ્ટેશનથી લગભગ 54 કિમી દૂર આવેલું છે. એરપોર્ટ પર પહોંચ્યા પછી, તમે ટેક્સી સેવા લઈને ખુબ સરળતાથી મસૂરી જઈ શકો છો.

Image Source

શિલોંગ

પૂર્વોત્તર ભારતના લોકપ્રિય શહેર શિલોંગને ‘સ્કોટલેન્ડ ઓફ ઇસ્ટ’ પણ કહેવામાં આવે છે. તમે સુંદર ઝરણાં, ખુશનુમા હવામાન અને પ્રકૃતિની સુંદરતા જોવા માટે શિલોંગની મુલાકાત લઈ શકો છો. તમે અહીં વર્ષના કોઈપણ મહિનામાં જઈ શકો છો. તમે ફ્લાઇટ ટિકિટ બુક કરીને સીધા શિલોંગ પહોંચી શકો છો જે ઉમરોઈ એરપોર્ટ તરીકે પણ પ્રખ્યાત છે. શહેરથી આ સ્થળ લગભગ 30 કિમી દૂર છે.

Image Source

દાર્જિલિંગ

સુંદર ચાના બગીચા, કંચનજંગાના આકર્ષક દૃશ્યો અને દાર્જિલિંગ હિમાલયન રેલ્વે જેવા સ્થળો દાર્જિલિંગને ખાસ બનાવે છે. ભીડથી દૂર શાંતિની થોડી ક્ષણો વિતાવવા માટે આ સ્થળ પરફેક્ટ છે. દાર્જિલિંગ પાસે બાગડોગરા એરપોર્ટ આવેલું છે, જે અહીંથી લગભગ 67 કિલોમીટર દૂર છે. તમે ફ્લાઈટ દ્વારા બાગડોગરા એરપોર્ટ જઈ શકો છો અને ત્યાંથી તમે બસ અથવા ટેક્સી સર્વિસ દ્વારા દાર્જિલિંગ પહોંચી શકો છો.

Image Source

શિમલા

તમે સમય બગાડ્યા વિના ફ્લાઈટ લઈને સીધા જ શિમલા પહોંચી શકો છો. એરપોર્ટથી શહેરનું અંતર લગભગ 22 કિલોમીટર છે. દિલ્હીથી શિમલા માટે સીધી ફ્લાઈટ જાય છે. માઉન્ટેન લવર્સને આ જગ્યા ખૂબ ગમે છે. જો તમે ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો, તો 3-4 દિવસમાં શિમલા ની સારી મુસાફરી થઇ શકે છે.

Image Source

કુલ્લુ-મનાલી

બિયાસ નદીના કિનારે વસેલું કુલ્લુ-મનાલી તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં નદી, ખીણ, લીલાછમ જંગલો અને બગીચા પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે. જો તમે સમય બગાડ્યા વગર કુલ્લુ-મનાલીની મુલાકાત લેવા માંગતા હોય, તો ફ્લાઇટ લઈને સીધા ભૂંતર એરપોર્ટ પર પહોંચો. અહીંથી માત્ર 20 મિનિટમાં કુલ્લુ પહોંચી શકો છો અને લગભગ દોઢ કલાકમાં મનાલી જઈ શકો છો.

Image Source

ગંગટોક, સિક્કિમ

હિમાલયના ઊંચા શિખરો અને રોમેન્ટિક મોસમ સાથે ગંગટોક પ્રવાસીઓને ક્યારેય નિરાશ કરતું નથી. ગંગટોકનો દરેક ખૂણો સુંદર વાદીઓથી ભરપુર છે. ગંગટોકની મુલાકાત લેવા માટે ફ્લાઇટ લઈને, તમે સીધા જ પેક્યોંગ એરપોર્ટ પર પહોંચી શકો છો, જે રાજધાનીથી લગભગ 28 કિમી દૂર આવેલું છે.

Image Source

મૈક્લોડગંજ

ભારતમાં દલાઈ લામાનું નિવાસસ્થાન હોવા ઉપરાંત, આ હિલ સ્ટેશન શરીર અને આત્માને તૃપ્ત કરતી વાનગીઓ માટે પણ જાણીતું છે. હિમાચલ પ્રદેશનું આ હિલ સ્ટેશન હંમેશા રંગબેરંગી ધ્વજથી શણગારેલુ રહે છે. તેની શેરીઓ મોમોઝ, પોપકોર્ન અને લીલા શાકભાજીના સ્ટોલથી ભરેલી રહે છે. કાંગડા એરપોર્ટ મૈક્લોડગંજનું સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી તમને મૈક્લોડગંજ પહોંચવામાં ફક્ત 45 મિનિટ લાગશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *