આ રીતે કાચી ડુંગળી ખાવાથી થશે ઘણી બધી સમસ્યાઓ દૂર, જાણો કાચી ડુંગળી કેટલી માત્રામાં ખાવી હિતાવહ છે

  • by

Image Source

શું તમને પણ ભોજન સાથે કાચી ડુંગળી ખાવી પસંદ છે? પણ શું તમે જાણો છો કે ડુંગળી નું વૈજ્ઞાનિક નામ એલિયમ સિપા છે. જેમાં એન્ટિ-ઓક્સીડેંટ, એન્ટી ફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી સમૃદ્ધ માત્રા માં રહેલા છે. ઉપરાંત ડુંગળીમાં વિટામિન્સ એ, બી, સી, ડી અને ઈ પણ રહેલા છે એમાં રહેલા સલ્ફર, આર્યન, કેલ્શિયમ, ક્રોમિયમ જેવાં પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે આપણા શરીરની નાની-મોટી જરૂરિયાતોને પૂરી કરે છે. ભલે તમે એ વાતથી અજાણ હોવ. પરંતુ હોમિયોપેથીમાં એલિયમ સિપા નામની દવા બનાવવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે, કાચી ડુંગળી ખાવાથી શરીરના સ્વાસ્થની નાની-મોટી જરૂરિયાત કેવી રીતે પૂરી થાય છે.

1. રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે

રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. ડુંગળીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ રહેલા છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

2. બ્લડ સરકયુલેશન સારુ થાય છે

કાચી ડુંગળી ખાવાથી આપણા શરીરમાં લોહીનો પ્રવાહ સારો રહે છે.  ઉપરાંત ફેટ અને કોલેસ્ટ્રોલ જમા થતું નથી અને આ કારણે આપણી ધમનીઓમાં બ્લડ સર્ક્યુલેશન એટલે કે,લોહીનો પ્રવાહ વ્યવસ્થિત રહે છે.  અને લોહી પાતળું રહે છે જેના કારણે શરીરની નસોમાં લોહીનો પ્રવાહ વ્યવસ્થિત રહે છે. એનાથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે અને હૃદય માટે પણ ફાયદાકારક છે. આજ કારણથી ડુંગળીને blood thinner પણ કહે છે.

3. આંતરડા માટે ફાયદાકારક

ડુંગળીમાં ફાયબર પણ ખૂબ સારી માત્રામાં રહેલું છે ડુંગળીમાં રહેલા ગુણો આંતરડામાં જમા થયેલી ગંદકી ને મળશે બહાર કાઢે છે જેનાથી પાચનક્રિયા સારી બને છે.

4 પાચન ક્રિયા માં ફાયદાકારક

જો તમને ઉલટી, પાચન ક્રિયા સંબંધિત સમસ્યા, ખાટા ઓડકાર આવવા, મોઢામાં પાણી આવવું જેવી સમસ્યાઓ થતી હોય તો એના પાછળ પિત્ત જવાબદાર હોય છે. આવી સ્થિતિમાં કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ એનાથી શરીરમાં ફેટની માત્રા ઓછી થાય છે. આ બધી જ સમસ્યામાં કાચી ડુંગળી ખાવાથી શરીરને  ફાયદો થાય છે.

Image Source

5. પાઈલ્સની સમસ્યામાં ફાયદાકારક

જેને પાણીની સમસ્યા એમના માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે આ સમસ્યાથી પીડાતા લોકોએ પોતાના ડાયટમાં કાચી ડુંગળીના સામેલ કરવી જોઈએ નિયમિત રીતે દિવસે ભોજન કર્યા અડધા કલાક પછી ખાંડ કે સાકરની સાથે પચ્ચીસથી – ત્રીસ ગ્રામ જેટલી ડુંગળી ખાવી જોઈએ આ પ્રયોગ કરવાથી અડધા કલાક સુધી કંઈ ખાવું જોઈએ નહીં થોડા ઘણા દિવસો સુધી નિયમિત આ પ્રયોગ કરવાથી પાઈલ્સની સમસ્યા જડમૂળથી દૂર થઈ જાય છે. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *