જાણો પાનના બનેલા પતરાળ પર ભોજન કરવાથી થતાં આ 5 અદ્ભુત ફાયદાઓ

આજકાલ આપણે સ્ટીલ કે પ્લાસ્ટિકની બનેલી પ્લેટમાં ખોરાક ખાઈએ છીએ. સ્ટીલની પ્લેટનો ટ્રેન્ડ આજે વિપુલ પ્રમાણમાં થઈ ગયો છે. આજકાલ તમામ વાસણો સ્ટીલના બનેલા આવવા લાગ્યા છે. પહેલાના સમયમાં પતરાળમાં ભોજન કરવામાં આવતું હતુ. પતરાળ ઘણા પ્રકારના પાંદડામાંથી બનાવી શકાય છે, અને આ પાંદડા પર ખોરાક ખાવામાં આવતો હતો. ઘરમાં તો ઠીક છે, પણ કોઈ પણ માંગલિક કાર્ય કે લગ્ન વગેરેમાં પતરાળમા જ ભોજન કરવાનો અને ખવડાવવાનો રિવાજ હતો.

પરંતુ હવે સમયની સાથે સાથે તેનું ચલણ ઓછું થઇ ગયું છે અને તેમનું સ્થાન પ્લાસ્ટિકની પ્લેટોએ લઈ લીધું છે. આજકાલ કાગળની પ્લેટો પણ પ્રચલનમા જોવા મળે છે. પતરાળ પર ભોજન કરવું સુવિધાની દૃષ્ટિએ તો ફાયદાકારક છે જ, પરંતુ પતરાળમાં ભોજન લેવું આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પતરાળ પર ભોજન ખાવાના ઘણા ફાયદા છે.

ચાલો જાણીએ પતરાળ પર ભોજન કરવાના પાંચ મહત્વપૂર્ણ ફાયદાઓ-

1. સારા સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક ફાયદાઓ માટે કેળાના પાનમાંથી બનેલા પતરાળ પર ભોજન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, આ જ કારણે આજે પણ દક્ષિણ ભારતમાં મોટાભાગના સ્થળોએ કેળાના પાનના પતરાળ પર ભોજન પીરસવામાં આવે છે.

2.પતરાળ પર ખોરાક ખાવાથી હરસ, લકવો અને પાચન સંબંધી રોગોથી રક્ષણ મળે છે. અને જો કોઈ વ્યક્તિને આવી સમસ્યા હોય તો તેમને પતરાળ પર ખોરાક ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. પતરાળ પર ખોરાક ખાવાથી સાંધાના દુખાવાની સમસ્યા પણ ઓછી થાય છે.

3. પલાશના પાનથી બનેલા પતરાળ પર ખોરાક ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, કફ, કૃમિ, અપચો, ઉધરસ અને પેટ અને લોહીને લગતી ઘણી બીમારીઓ થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે.

4. પતરાળ પર ખોરાક ખાવાથી આપણને બે પ્રકારના ફાયદા થશે, એક તો આપણને પૈસાની બચત થશે અને બીજી બાજુ પાણીની પણ બચત થશે કારણ કે આપણે પતરાળ ધોવાની જરૂર નહીં પડે. પતરાળને જમીનમાં નાખીને તેનું ખાતર પણ બનાવી શકાય છે.

5. પતરાળ પર ખોરાક ખાવાથી તમને તે ઝાડ સાથે સંબંધિત દરેક ઔષધીય ગુણો મળે છે અને પાન પર ખોરાક ખાવાથી માનસિક શાંતિ પણ મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *