માટીના તવા ઉપર બનેલ રોટલીના છે અદ્ભૂત ફાયદા, કંઈક એવા ફાયદા જે તમે વિચાર્યા પણ નહીં હોય


ખાસ કરીને લોકો લોખંડના તવા ઉપર રોટલી બનાવે છે, અને પ્રચલિત માન્યતાઓ અનુસાર અત્યાર સુધી તમે એટલું જ જાણો છો કે પહેલી રોટલી આપણે ગાયને ખવડાવવી જોઈએ, અને છેલ્લી રોટલી આપણે કૂતરાને આપવી જોઈએ. પરંતુ આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ માટીના તવા ઉપર બનેલી રોટલીના શું શું ફાયદા હોય છે.

આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર જો માટીના તવા ઉપર બનેલ રોટલીનું સેવન જો આપણે કરીએ છીએ તો તે આપણા સૌભાગ્યના દ્વાર ખોલી નાખે છે. ત્યાંજ વૈજ્ઞાનિક રૂપે પણ માટીના તવા ઉપર બનેલ રોટલીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.


સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે
કહેવામાં આવે છે કે જો માટેના તવા ઉપર બનેલ રોટલીનું સેવન ઘરના લોકો કરે છે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે, અને તેની સાથે જ રસોઇમાં નકારાત્મકતા દૂર થાય છે. અને તંદુપરાંત ઘરના લોકો માં એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે છે.


ઘણા રોગોથી કરે છે રક્ષા
આમ પણ આપણું શરીર પાંચ ભૌતિક તત્વોથી બનેલું હોય છે, અને પૂર્વ કાળમાં લોકો માટીનાં વાસણોનો ઉપયોગ ભોજન બનાવવા માટે કરતા હતા. તેથી જ એ જમાનાના લોકો વધુ તાકતવર અને નિરોગી રહેતા હતા. જો આજે પણ આપણે માટીના વાસણોનો ઉપયોગ કરીએ તો ઘણા બધા પ્રકારના રોગોથી દૂર રહી શકીએ છીએ.


જગન્નાથપુરીમાં માટીના વાસણોમાં બને છે ભોજન
ભગવાન જગન્નાથ ધામ પુરીમાં ભગવાન તથા ભકતો માટે ભોજન માટીના વાસણોમાં બનાવવામાં આવે છે માટીના વાસણ માં બનેલું ભોજન ખૂબ જ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે ત્યાં જ પુરીમાં બનતા ભોજનના સંબંધમાં વૈજ્ઞાનિક દાવો પણ કરી ચૂક્યા છે કે માટીની હાંડીમાં બનેલ દાળમાં પ્રોટીન 97 ટકા હોય છે.

જ્યારે આ જ દાળ કુકર અથવા એલ્યુમિનિયમના પાત્રમાં બનાવવામાં આવે તો તેમાં પ્રોટીનની માત્રા 80 ટકા સુધી નષ્ટ થઇ જાય છે, અને માત્ર 20 ટકા સુધી જ પ્રોટીન બાકી રહે છે. ત્યાં જણાવવામાં આવ્યું છે તે પિત્તળના વાસણમાં બનતા ભોજનમાં 80 થી 87% પોષક તત્વો ઉપસ્થિત હોય છે, અને કાંસા ના પાત્ર માં ભોજન બનાવવાથી માત્ર 3 ટકા જ પોષક તત્વો નષ્ટ થાય છે, અને 97% તત્વો ઉપસ્થિત રહે છે.

આજના સમયમાં રોગ વધવાનું કારણ આબોહવાનો ખરાબ હોવું તેની સાથે સાથે જ આપણી ખાણી-પીણીની પણ તેની માટે જવાબદાર છે. આપણે જે ભોજન કરી રહ્યા છીએ તેમાં બનતા વાસણોના કારણે ભોજનમાં ઉપસ્થિત વધુ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. અને તેની સાથે જ તે વાસણોના તત્વો ભોજનમાં સામેલ થાય છે અને તે રોગોનું કારણ બની જાય છે.

નોંધ: ઉપર આપેલ જાણકારી સૂચના માત્ર છે, અહીં આપેલી જાણકારી પ્રચલિત માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *