કોરાના ના કારણે લોકોને વર્ક ફ્રોમ હોમ થી કામ કરવું પડતું હતું. અને એમજ લકોને આંખો પર ખુબજ ખરાબ અસર પડી છે અને પણ તેમાં આજકાલ ખુબજ ખરાબ લાઇફ સ્ટાઇલ અને સ્ક્રીનની સામે બેસીને કામ કરવાના કારણે આંખો કમજોર થવા લાગે છે. અને તેવી પરિસ્થિતિમાં આંખોની નજરનો પાવર વધારવા માટે ચશ્મા નો ઉપયોગ કરવો પડે છે જો તમે આંખોની રોશની તેજ કરવા માંગો છો તો અમુક ઘરેલુ ઉપાય તમારી મદદ કરી શકે છે તમને જણાવી દઈએ કે તમારા ડાયટમાં અમુક ખાસ કરીને તમારી આંખોને કમજોર થતા બચાવી શકો છો આવો જાણીએ કયા છે તે જ્યુસ.
આંખોની રોશનીનું તેજ વધારવા માટે વિટામિન એ ખુબજ જરૂરી હોય છે. ગાજરમાં વિટામિન એક વધુ માત્રામાં જોવા મળે છે જે આંખોના સ્વાસ્થ્યને ઈમ્પ્રુવ કરવામાં ખૂબ જ મદદ કરે છે, અને આ જ્યુસનું તમે નાસ્તાના સમયદરમિયાન સેવન કરી શકો છો.
પાલકનો જ્યુસ
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને હવે એ લીલી શાકભાજી પણ મળતી થઈ ગઈ છે. જો તમે આંખોની રોશની વધારવા માંગો છો તો લીલા પાનવાળી શાકભાજી ને તમે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. સ્વાસ્થ્ય માટે તમારા ડાયેટમાં પાલકને શામેલ કરી શકો છો. પાલકનો જ્યુસ પીવાથી તમારી આંખને ખૂબ જ તેજ મળે છે. પાલકમાં વિટામિન એ જોવા મળે છે. અને તેના સિવાય વિટામિન સી, વિટામિન કે, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને આયર્ન પર્યાપ્ત માત્રામાં ઉપસ્થિત હોય છે.
આમળાનો જ્યુસ
આંખોની રોશની વધારવા માટે તમે તમારા ડાયટમાં આમળાના જ્યુસને સામેલ કરી શકો છો. તેમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે જે આંખોની રોશની વધારવા નું કામ કરે છે આ જ્યુસનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ લાભ થાય છે.
નારંગીનો જ્યુસ
શિયાળાની ઋતુમાં દિવસમાં એક વખત નારંગીનો જ્યુસ પીવાથી આપણી આંખોની રોશની વધારવા માટે ખૂબ જ મદદ કર મળે છે. નારંગીનો જ્યુસ આપણા શરીરમાં વિટામીન એ ની ઉણપ દૂર કરે છે અને તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને ઘણા પ્રકારની બીમારીઓથી આપણા શરીરને રક્ષણ આપે છે.
ટામેટાનું જ્યુસ
ટામેટાને તમે આંખોના સ્વાસ્થ્ય માટે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. ટામેટાના જ્યુસનું સેવન કરવાથી વિટામીન સીભરપૂર માત્રામાં મળે છે અને તેમાં વિટામિન એનો પણ સંપૂર્ણ સ્ત્રોત જોવા મળે છે. તમે આ જ્યુસને વધુ ટેસ્ટી બનાવવા માટે ગાજરના જ્યુસમાં ટામેટાંને ઉમેરીને તેનું સેવન કરી શકો છો. આ જ્યૂસનું સેવન કરવાથી ઝાંખુ દેખાવા ની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.
લીંબુનું જ્યુસ
તમે તમારા દિવસની શરૂઆત લીંબુ કારણે સાથે કરી શકો છો તેનાથી તમારા આંખોની રોશની ખૂબ જ તેજ થઇ જાય છે લીંબુ પાણી આપણી આંખો માટે ખૂબ જ સારું હોય છે અને તે પેટની સમસ્યાઓથી પણ દૂર રાખે છે. લીંબુ પાણીથી પાચન સંબંધિત સમસ્યાઓમાં પણ સુધારો લાવી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.