આપણાં દેશમાં લોકો ચા પીવાના ખૂબ શોખીન હોય છે. આપણાં દેશમાં સૌથી વધુ જો કોઈ પીણું પીવાતું હોય તો તે છે ચા. લગભગ કોઈ ઘર નહીં હોય જયા ચા નહીં પીવાતી હોય. ઘણા લોકો થાક દૂર કરવા માટે ચા પીવે છે તો ઘણા લોકો મોજ માટે ચા પીવે છે. જો કે હવે તો આ ચામાં પણ ઘણી બધી ફ્લેવર આવી ગઈ છે. પણ આજે અમે તમને જણાવી રહ્યા છે કે ચા બની ગયા પછી તેના જએ કુચા વધે છે તેના એકસ્ટ્રા ઉપયોગ માટે. તો હવે ક્યારેય તે વધેલા કુચા ફેંકતા નહીં આવીરીતે ઉપયોગમાં લેજો.
1. કન્ડિશનર :
વાળ માટે ચા ખૂબ ફાયદાકારક છે. ચાના કુચા એ વાળની ચમક તો વધારે જ છે સાથે સાથે તે વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે. ચા બની ગયા પછી વધેલ ચાના કુચાને સાફ પાણીથી ધોઈ કાઢો અને પછી ગાળી લો. એક વાસણમાં પાણી ભરી આ વધેલ સાફ કરેલ કુચા ફરીથી ઉકાળો. પછી આને ગાળીને ઠંડુ કરી આ પાણીથી નિયમિત વાળ ધોવાનું રાખો. આમ કરવાથી વાળમાં ચમક આવે છે.
2. છોડ માટે ખાતર :
જો તમે ઘરમાં બગીચો અને છોડ રાખો છો, તો તેમની વૃદ્ધિ માટે સમયસર ખાતરની પણ જરૂર પડે છે. ચાની પત્તીને સાફ ધોઈને છોડમાં નાખો. વપરાયેલ ચાના પાંદડા જૈવિક ખાતર તરીકે કામ કરશે અને છોડ લીલા અને ખીલેલા દેખાશે.
3. ઘાવ જલ્દી સાજા થઈ જશે :
સ્વાસ્થ્ય માટે પણ ચા ખૂબ ફાયદાકારક છે. તેમાં એંટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. ઘાવ થવા પર વધેલ ચાના કુચાને સાફ પાણીથી ધોઈ કાઢો અને પછી ફરી ઉકાળી ઠંડુ કરો અને પછી ઘાવ પર લગાવો. પછી સાફ પાણીથી ઘાવ ધોઈ લો. તેનાથી ઘાવ જલ્દી ઠીક થઈ જશે.
4. વાસણ સાફ કરવા :
ઘણી વખત તેલ અને મસાલાના કારણે વાસણ બરાબર સાફ કર્યા પછી પણ વાસણોમાં ગંદકી, પીળાશ અને દુર્ગંધ રહે છે. વધેલી ચાના કુચાનો ઉપયોગ પીળાશ અને દુર્ગંધને દૂર કરવા માટે કરી શકાય છે. ચાના પાંદડાને ઉકાળો અને તેને વાસણમાં પાણી ભરો, પછી વાસણને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આનાથી વાસણ સાફ થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team