ગરમીથી રાહત આપતું ચોમાસું શરુ થાય એટલે લોકો ખુશખુશાલ થઈ જતા હોય છે. ચોમાસામાં અને શિયાળામાં જ્યારે રજાઓ આવે ત્યારે લોકો ફરવા પણ નીકળી પડતા હોય છે. વરસાદી વાતાવરણમાં કેટલીક જગ્યાઓએ ફરવા જવાની મજા જ ઔર હોય છે. પરંતુ એવી પણ કેટલીક જગ્યાઓ છે જ્યાં ચોમાસામાં ફરવા જવું મુસીબતને આમંત્રણ આપ્યા સમાન છે. આજે તમને એવી જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં ફરવા જવું જોખમી સાબિત થઈ શકે છે.
1. મુંબઈ
આ યાદીમાં પહેલું નામ આવે છે મુંબઈનું. સપનાની નગરી મુંબઈમાં ફરવા જવું કોને ન ગમે ? પરંતુ વરસાદી વાતાવરણમાં મુંબઈમાં ફરવા જવું જોખમી સાબિત થઈ શકે છે. મુંબઈમાં વરસાદ દરમિયાન રસ્તા પાણી પાણી હોય છે અને ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જવાનું જોખમ પણ રહે છે. મુંબઈ ફરવા જવું હોય તો બેસ્ટ સમય નવેમ્બરથી ફેબ્રુઆરીનો છે. મહારાષ્ટ્રના ભંડારદરા, અંબોલી, મહાબળેશ્વર જેવા હિલ સ્ટેશન પર ચોમાસા બાદ ફરવા જઈ શકાય છે.
2. ઉત્તરાખંડ
ગરમીથી બચવા માટે લોકો ઉત્તરાખંડની યાત્રા પર નીકળી જતા હોય છે. ચોમાસા દરમિયાન પણ લોકો અહીંના હિલ સ્ટેશન જવા તલપાપડ હોય છે. દિલ્હીથી ઉત્તરાખંડની મુસાફરી થોડી કલાકોની જ છે અહીં જવા માટે બસ, ટ્રેન, પ્લેન બધું જ ઉપલબ્ધ છે. પરંતુ ચોમાસા દરમિયાન અહીં જવું જોખમી છે. કારણ કે અહીં કેટલીક જગ્યા પર ભારે વરસાદ થાય છે જેના કારણે લેન્ડ સ્લાઈડ જેવી ઘટના બને છે.
3. હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ પણ ફરવા માટે પ્રસિદ્ધ છે. અહીં ઉનાળા દરમિયાન પ્રવાસીઓની સૌથી વધુ ભીડ જોવા મળે છે. દિલ્હીથી હિમાચલની યાત્રા પણ સરળ છે. પરંતુ વરસાદ પહેલા કે વરસાદ પછી હિમાચલ જવાનું પ્લાનિંગ ન કરવું કારણ કે અહીં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થવાની ઘટનાઓ બને છે.
4. કેરળ
વરસાદમાં કેરળ લીલું છમ્મ અને સુંદર બની જાય છે. પરંતુ આ શાનદાર નજારો જોવા માટે કેરળ ફરવા જવાનું ટાળવું જોઈએ. પરંતુ ક્યારેક આ નજારો ભયાનક પણ બની જાય છે. અહીં ભારે વરસાદના કારણે તમે ફસાઈ પણ શકો છો. કારણ કે અહીં ઘણા વિસ્તારોમાં સતત 3, 4 દિવસ સુધી ભારે વરસાદ થાય છે જેના કારણે પુરની સ્થિતિ પણ સર્જાય શકે છે.
5. ચેન્નઈ
ચોમાસા દરમિયાન દક્ષિણ ભારત ખીલી ઉઠે છે. આ સુંદરતાને માણવા લોકો ચોમાસામાં ચેન્નઈ જવાનું પ્લાન કરે છે. પરંતુ ચોમાસા દરમિયાન ચેન્નઈના ઘણા વિસ્તારોમાં પુર આવે છે. જેના કારણે તમારે હોટેલના રુમમાં જ રહેવું પડી કે છે. ચેન્નઈ જવા માટે બેસ્ટ સમય જુલાઈ અને સપ્ટેમ્બરનો છે.
6. ગોવા
ગોવાની જનસંખ્યા ખૂબ ઓછી છે. પરંતુ આ દેશનું સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વર્ષભર આવે છે. પરંતુ ચોમાસા દરમિયાન ગોવા જવાથી બચવું જોઈએ. ચોમાસામાં ગોવાનો દરિયો તોફાની થઈ જાય છે અને દરિયા કિનારે ગંદકી પણ જોવા મળે છે. તેથી ગોવા પણ ચોમાસામાં જવું નહીં.
7. સિક્કિમ
સિક્કિમ પ્રાકૃતિક સુંદરતાથી ભરપુર છે. દિલ્હીથી સિક્કિમ ટ્રેન વડે જઈ શકાય છે. પરંતુ સિક્કિમ ચોમાસા સિવાય કોઈપણ સીઝનમાં જવાનું રાખવું. ચોમાસા દરમિયાન સિક્કિમમાં રસ્તા પર ચાલી પણ શકાય નહીં તેવી સ્થિતિ થઈ શકે છે. તેથી ચોમાસામાં સિક્કિમ જવાથી બચવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team