ઓફિસમાં ભૂલથી પણ ન કરો આ બોડી લેંગ્વેજ મિસ્ટેક 

  • by


Image Source

જો તમે ઓફિસમાં ખરાબ ઇમ્પ્રેશનથી બચવા માંગો છો તો તમારે બોડી લેંગ્વેજ મિસ્ટેક કરવી જોઈએ નહીં. કહેવાય છે કે તમારું એક વર્તન હજાર શબ્દો ના બરાબર હોય છે કદાચ એટલા માટે ઘણી વખત બોલ્યાં વગર જ આપણી બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જાય છે તે ન માત્ર તમારા મનની વાતને સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડે છે.પરંતુ તેનો વ્યાપક પ્રભાવ પણ તમારી પર્સનાલિટી અને સંબંધ એટલું જ નહીં તમારા કેરિયર ઉપર પણ પડે છે.

ઘણી વખત આપણી બોડી લેંગ્વેજ એવા પ્રકારની હોય છે કે જેને જોઈને સામેવાળો વ્યક્તિએ ખરાબ અને ખોટો અર્થ લઈ લે છે. અને તેનાથી આપણે પ્રોફેશનલ ઇમેજ ઉપર પણ ખરાબ અસર પડે છે. એટલું જ નહીં તેની આપણી કેરિયર ઉપર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. તો ચાલો આ લેખમાં અમે તમને એવી જ બોડી લેંગ્વેજ મિસ્ટેક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે ઓફિસમાં કરવાથી દૂર રહેવું જોઈએ.


Image Source

વારંવાર ઘડિયાળ જોવી
બની શકે છે કે તમે ઓફિસમાં પણ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હોય અથવા તો પછી તમે અત્યાર સુધી તમારું કામ પૂરું ન કર્યું હોય કે પછી તમારી કોઈ મીટીંગ હોય ગમે તેવી પરિસ્થિતિમાં તમે તમારા સહકર્મી ની વચ્ચે બેસીને વારંવાર ઘડિયાળ દેખી રહ્યા છો.પરંતુ તમારે આમ કરવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેનાથી તમારા કલિગ્સને એવું લાગે છે તમે તેમના થી કંટાળી ગયા છો અને ત્યાંથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છો.

જો તમે ખરેખર ઉતાવળમાં હોવ અને તમારે કોઈ વર્ક બાકી છે તો એ જ સારું રહેશે કે તમે તમારા કલિગ્સને પહેલાથી જાણ કરી દો.અમુક વખત તેમની સાથે થોડો સમય પસાર કરીને  એક્સ્યુઝ મી કહીને ઉઠી શકો છો.પરંતુ આ બધાની વચ્ચે વારંવાર ઘડિયાળ જોવી જોઈએ નહીં. 


Image Source

ખૂબ જ નજીક જઈને વાત કરવી
આ આદત માત્ર પોતાની પ્રોફેશનલ ઇમેજને નહીં પરંતુ પર્સનલ લેવલ પર આપણી ઇમેજને પણ ડેમેજ કરી શકે છે. જ્યારે પણ તમે કોઈપણ કલિગ્સ સાથે વાત કરી રહ્યા છો તો ત્યારે તેમની ખૂબ જ નજીક જઈને વાત ન કરો. યાદ રાખો કે તે તમારું ઘર નથી અને તમારે તમારા સહકર્મીઓ સાથે મિત્રતાનો વ્યવહાર રાખવા છતાં પણ એક ઉચિત દૂરી બનાવી રાખવી ખૂબ જ જરૂરી છે. એકદમ નજીક જવાથી સામેવાળા વ્યક્તિ તમારા વિશે અલગ વિચારી શકે છે. તે સિવાય ખૂબ જ નજીક જઈને વાત કરવાથી અને ખુશુર પુસૂર કરવાથી પણ અન્ય લોકોની સામે તમારી ઈમેજ ખરાબ થઈ શકે છે.


Image Source

આંખોના કોન્ટેક ના મહત્વને ના સમજવું
ઘણી વખતે એવું થાય છે કે જ્યારે આપણે ઓફિસમાં બીજા વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે આમતેમ જોઈએ છીએ અને આઈ કોન્ટેક્ટ કરતા નથી,પરંતુ આમ કરવાથી સામેવાળા વ્યક્તિ ને એવું લાગે છે કે આપણે તેમને ઇગ્નોર કરી રહ્યા છો અને તેના કારણે તમારી પ્રોફેશનલ ઈમેજ ડાઉન થાય છે. તેથી જ કોશિશ કરો કે તમે જ્યારે પણ તમારા સહકારની અથવા બોસ સાથે વાતચીત કરો ત્યારે આઈ કોન્ટેક્ટ અવશ્ય કરો. એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી વાતચીત દરમિયાન આઈ કોન્ટેક્ટ કરવાનો છે સામેવાળા વ્યક્તિ ને ઘુરી ને જોવાનું નથી.


Image Source

મોઢા પરથી ઉદાસીનો દેખાવ 
આપણે બધા જ આપણી પર્સનલ લાઇફમાં ખૂબ જ ઉતાર-ચઢાવ જોઈએ છીએ પરંતુ તેની જાણ આપણી ઓફિસમાં ખબર પડવી જોઈએ નહીં. લગભગ જોવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ પોતાની પર્સનલ લાઈફ માં તકલીફ માંથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે તે ઓફિસમાં પણ ખૂબ જ ઉદાસ દેખાય છે. અને તેમના મોં પરના એક્સપ્રેસન હંમેશા ઉદાસ અથવા તો ગુસ્સાવાળા દેખાય છે. પરંતુ આ પ્રકારના નેગેટિવ એક્સપ્રેશન વાળા ચહેરા દેખાવાથી તમારી આસપાસના લોકોના મનમાં પણ એક નકારાત્મક ભાવના વિકસિત થાય છે. તેથી જ કોશિશ કરો કે જ્યાં સુધી તમે ઓફિસમાં છો તમારી પર્સનલ લાઇફમાં શું ચાલી રહ્યું છે તેની જાણ તમારા બોસ અથવા તો બીજા કોઈ સહકર્મચારી ને ખબર પડવી જોઈએ નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *