શ્રાવણ મહિનાની શરુઆત થતાં જ શિવમંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે. આ મહિનો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાસ મહત્વ ધરાવે છે. આ મહિનામાં અનેક તહેવાર આવે છે. આ મહિના દરમિયાન શિવભક્તો ભોળાનાથને વિવિધ રીતે ભજી અને પ્રસન્ન કરે છે. શ્રાવણ માસ દરમિયાન શિવજીની ભક્તિ કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.
આ મહિના દરમિયાન લોકો શિવજીની વિશેષ પૂજા કરે છે. શિવજીની ભક્તિ કરવાથી જીવનની દરેક સમસ્યાથી મુક્તિ મળે છે. શ્રાવણ મહિનાનો આમ તો દરેક દિવસ ખાસ હોય છે પરંતુ સૌથી વિશેષ મહત્વ સોમવાર, શિવરાત્રિ, નાગપંચમી, પ્રદોષ વ્રત અને હરિયાળી ત્રીજનું હોય છે.
આ મહિના દરમિયાન લોકો શિવજીની વિશેષ પૂજા અર્ચના કરે છે. ઘણા લોકો રુદ્રાભિષેક પણ કરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં કોઈપણ દિવસે રુદ્રાભિષેક કરાવી શકાય છે. જે વ્યક્તિ શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરે છે તેના જીવનની દરેક સમસ્યા દુર થાય છે.
ક્યારે કરવો રુદ્રાભિષેક ?
શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે રુદ્રાભિષેક કરી શકાય છે. પરંતુ કોઈ વિશેષ દિવસે પૂજા કરવી હોય તો તેના માટે સોમવાર, પ્રદોષ વ્રત, શિવરાત્રિ ઉત્તમ તિથિ છે. આ દિવસોમાં રુદ્રાભિષેક કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.
રુદ્રાભિષેક કરવાના લાભ
રુદ્રાભિષેકના મંત્ર શક્તિશાળી માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેનાથી અશુભ ગ્રહોનો પ્રભાવ દુર થાય છે. અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
રુદ્રાભિષેકનો અર્થ
રુદ્રાભિષેક શબ્દ રુદ્ર અને અભિષેક શબ્દોનું સંયોજન છે. રુદ્ર એટલે શિવજી અને અભિષેક એટલે તેમને સ્નાન કરાવવું. રુદ્રાભિષેક વિવિધ પદાર્થથી કરવામાં આવે છે. જેમકે…
- દૂધથી રુદ્રાભિષેક કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે.
- દહીંથી રુદ્રાભિષેક કરવાથી કાર્ય બાધા દુર થાય છે.
- મધથી અભિષેક કરવાથી માન, સન્માન વધે છે અને વાણીમાં મધુરતા આવે છે.
- અત્તરથી અભિષેક કરવાથી અનિંદ્રાની સમસ્યા દુર થાય છે અને જીવનમાં શાંતિ આવે છે.
- ઘીથી સ્નાન કરાવવા પર સ્વાસ્થ્ય સારું રહે છે અને રોગથી મુક્તિ મળે છે.
- ગંગાજળથી અભિષેક કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
- પંચામૃતથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
- શેરડીના રસથી અભિષેક કરાવવાથી આર્થિક સ્થિતિ સુધરે છે.
- શુદ્ધ દલથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
- સરસવના તેલથી રુદ્રાભિષેક કરવાથી શત્રુઓથી મુક્તિ મળે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team