શું તમારી સુંદરતા પણ ઝાંખી પડે છે ડાર્ક સર્કલના કારણે ? તો આંખ નીચેના ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

Image Source

વર્તમાન સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ દોડધામવાળી અને સ્ટ્રેસથી ભરપુર હોય છે. આ સ્થિતિમાં લોકો પોતાનું ધ્યાન પણ બરાબર રાખતા નથી. દોડધામ, સ્ટ્રેસ, થાક, ઓછી ઊંઘની સૌથી પહેલી અસર આપણા ચહેરા પર દેખાય છે. આ સ્થિતિમાં સૌથી પહેલા આંખની નીચે કાળા કુંડાળા થવા લાગે છે.

આંખ નીચે થયેલા ડાર્ક સર્કલને દુર કરવા માટે માર્કેટમાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. પરંતુ આ પ્રોડક્ટ કેમિકલયુક્ત હોય છે જે નુકસાન કે આડઅસર કરી શકે છે. તેથી આજે ડાર્ક સર્કલની ચિંતા દુર કરવા માટે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાયો જણાવીએ. આ ઉપાયો ડાર્ક સર્કલની સમસ્યાથી તમને મુક્ત કરી શકે છે.

કાકડી

ડાર્ક સર્કલને દુર કરવા માટે કાકડીનો ઉપયોગ કરવો સૌથી લાભકારી છે. તેના માટે કાકડીને કાપી અને તેની સ્લાઈસને 30 મિનિટ ફ્રીઝમાં રાખી મુકો. ત્યારબાદ તેને આંખ પર રાખો. નિયમિત રીતે કરવાથી ડાર્ક સર્કલ દુર થાય છે.

ટામેટા

ડાર્ક સર્કલને ટામેટા પણ ઝડપથી દુર કરે છે. તેના માટે ટામેટાનો રસ કાઢી તેમાં લીંબુનો રસ ઉમેરી તેને ડાર્ક સર્કલ પર 10 મિનિટ માટે લગાવો તેનાથી ડાર્ક સર્કલ ઝડપથી દુર થાય છે.

Image Source

બદામનું તેલ

બદામનું તેલ પણ ડાર્ક સર્કલને દુર કરવા માટે અકસીર છે. તેના ઉપયોગથી ઘણા લાભ થાય છે. બદામનું તેલ વિટામીન ઈથી ભરપુર હોય છે. બદામનું તેલ થોડું લઈ તેને આંખ નીચે લગાવો અને હળવા હાથે મસાજ કરો. તેનાથી ડાર્ક સર્કલ દુર થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *