શું દૂધવાળી ચાનું સેવન કરવાથી પેટની ચરબી મા વધારો થાય છે? જાણો તેને રિપ્લેસ કરતી કેટલીક ટી વિશે

જો તમે વજન ઓછું કરવા ઇચ્છો છો, તો સૌથી પહેલા તમારા ચાના કપ પર ધ્યાન રાખો. બની શકે છે કે તે જ આ વસ્તુ હોય, જે તમારા પેટની ચરબી ઓછી થવા દેતી નથી.

ભારતમાં ચાના શોખીન લોકો ઓછા નથી. શેરીના ખૂણાની દુકાનથી લઈને ફાઈવ સ્ટાર હોટેલ સુધી ચાના પ્રેમીઓ દરેક સ્થળે પહોંચી જાય છે. હકીકતમાં ચા હવે આપણી સંસ્કૃતિમાં સમાવેશ થઈ ચૂકી છે. મોટાભાગના લોકોની સવાર ચાથી શરૂ થાય છે. જ્યારે ઘણા લોકો દિવસમાં ઘણીવાર ચા પીવે છે. તે જાણ્યા વગર કે આ ચા તેના સ્વાસ્થ્ય પર કેવી અસર કરી શકે છે. જો તમે ફિટનેસ ફિક્ર છો, તો અમે તમારા માટે ચાની તમારા વજન પરની અસર તપાસી રહ્યા છીએ.

ચા અને વજન વચ્ચેનું કનેક્શન
જે લોકોના પેટ પર ખૂબ વધારે ચરબી જામેલી હોય છે, બની શકે છે તેના માટે તેની સવારની ચા જવાબદાર હોય. પરંતુ કેટલીક ચા એવી પણ છે, જે તમારા પેટની ચરબીને ઓછી કરવામાં ઘણી મદદ કરે છે. પેટની ચરબી વધારવામાં જે ચાની મુખ્ય ભૂમિકા હોય છે, તે દૂધવાળી ચા છે. આ ઉપરાંત ચાથી કેટલીક અન્ય સમસ્યાઓ પણ થાય છે જેમકે અનિંદ્રા, ચિંતા, કબજિયાત, ખીલ વગેરે.

પેટની ચરબી શા માટે વધે છે?
સામાન્ય રીતે પેટની ચરબી વધવા પાછળનું મુખ્ય કારણ ખોરાક હોય છે. વાસ્તવમાં આપણા શરીરમાં લેપ્ટીન નામનું હોર્મોન્સ ભોજન કર્યા પછી આપણા મગજને પેટ ગયું હોય એવો સંકેત આપે છે. જ્યારે આપણા શરીરમાં આ હોર્મોન્સની ઊણપ થવા લાગે છે ત્યારે આપણું પેટ ઝડપથી ભરેલું હોય તેવો અનુભવ કરી શકતા નથી.

જેનાથી આપણને વધારે ભૂખ લાગે છે, તેનાથી પેટની ચરબી વધવા લાગે છે. પરંતુ આ ઉપરાંત પેટની ચરબી અસ્વસ્થ ભોજન અને વધારે ખાંડના સેવનથી પણ વધે છે. તેમજ દૂધવાળી ચામાં ચરબીની માત્રા ઘણી હોય છે, જે પેટની ચરબીને વધારે છે.

જો પેટની ચરબી ઓછી કરવી હોય તો દૂધવાળી ચાને આ સ્વસ્થ હેલ્ધી ટી સાથે બદલો

1. ગ્રીન ટી
આજકાલના સમયમાં ગ્રીન ટીનું ઉત્પાદન ભારતની અંદર ઘણું વધારે વધી રહ્યું છે. લોકો ઘણી વધારે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે, કેમકે તે શરીર માટે ઘણી ફાયદાકારક હોય છે. ગ્રીન ટી તમારા પેટની ચરબી અથવા વજન ઓછું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જાણકારી મુજબ ગ્રીન ટીમાં કૈરોચીન નામનું એક એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ હોય છે, જે પેટની ચરબી ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. સારા પરિણામ માટે તેને દિવસમાં બે વાર પીવી જોઈએ.

2. ઓલોંગ ટી
ઓલોંગ ટી મેટાબોલિઝમને બુસ્ટ કરવા માટે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઓલોંગ ટી પીવાથી શરીરમાં ચરબી ઝડપથી બર્ન થાય છે. પેટની ચરબી ઓછી કરવા માટે તે એક સારો વિકલ્પ છે. પેટની ચરબી ઓછી કરવા માટે ઓલોંગ ટી દરરોજ સવારે પી શકાય છે.

3. હર્બલ ટી
હર્બલ ટી હંમેશા ઘણા ઔષધીય ગુણો વાળી વસ્તુઓને ઉમેરીને બનાવવામાં આવે છે- જેમકે તુલસી, આદુ, હિબિસ્કસ. હર્બલ ટી પીવાથી મેટાબોલીઝમ બુસ્ટ થાય છે, જેનાથી વજન વધતું નથી. સાથે જ પેટની ચરબી ઓછી થાય છે.


Image Source

4. વ્હાઈટ ટી
વ્હાઈટ ટી આ નામ તમે લગભગ પેહલી વાર જ સાંભળ્યું હશે. આ એક એવા પ્રકારની ચા હોય છે જેમાં એન્ટી ઓક્સિડન્ટ અને ઉત્સેચકો ની ભરપૂર માત્રા જોવા મળે છે. વ્હાઈટ ટી ચરબીને ખૂબ ઝડપથી અને ઓછા સમયમાં જ ઓછી કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *