ફુલો ન માત્ર વાતાવરણને સુગંધિત કરે છે પરંતુ તેના કારણે ઘણા બધા પ્રકારની શારીરિક માનસિક અને સૌંદર્યની સમસ્યાને પણ હલ કરી શકાય છે. હા ફૂલોથી દરેક સમસ્યાનું સમાધાન સંભવ થાય છે ફ્લાવર થેરાપી દ્વારા. જો તમે નથી જાણતા તો અમે તમને જણાવી રહ્યા છીએ ફ્લાવર થેરાપી કેવી રીતે થાય છે, અને સ્વાસ્થ્યની સમસ્યાઓનું સમાધાન જાણવા માટે જરૂરથી વાંચો આ 7 ફ્લાવર થેરાપીની ટિપ્સ.
1 ગુલાબના પાનને દૂધમાં ઉકાળીને તેનું નિયમિત રૂપે સેવન કરવાથી કબજિયાતની સમસ્યા સમાપ્ત થઈ જાય છે. અને તેનાથી તમારા સૌંદર્યમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે. ગુલાબના પાનને દૂધમાં પીસીને તેનો લેપ ચહેરા ઉપર લગાવવાથી નિખાર આવે છે અને હોઠને ગુલાબી કરવા માટે પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે.
2 સૂરજમુખીના ફૂલ ને નારિયેળ તેલમાં ઉમેરીને અમુક દિવસ સુધી તાપમાં રાખો. હવે આ તેલનો પ્રયોગ શરીરની માલિશ કરવા માટે કરો આ પ્રયોગથી ત્વચા સંબંધિત રોગ સમાપ્ત થઈ જાય છે.
3 દાંતના દુખાવા પર અથવા પેઢામાં સોજો આવી જાય ત્યારે જુહીના પાનને ચાવી ને વધુ સમય સુધી તેનો રસ મોઢામાં રહેવા દો અને થોડા સમય પછી તેને થૂંકી દો. એમ કરવાથી દાંત સંબંધિત દરેક બીમારી સમાપ્ત થઈ જાય છે.
4 જાસૂદના લાલ ફૂલ નો પ્રયોગ ડાયાબિટીસ અને હૃદય સંબંધી સમસ્યાઓમાં કરવામાં આવે છે તેની માટે તેને પીસીને તેમાં મિશ્રી સાથે ખાવાથી લાભ થાય છે. તે સિવાય મહિલાઓના માસિક ધર્મની સમસ્યાઓમાં પણ આ ખૂબ જ કારગર ઉપાય છે. તેની સાથે જ નારિયેળ તેલમાં આ ફૂલને નાખીને આ તેલનો પ્રયોગ વાળને કાળા તથા ચમકદાર બનાવવા માટે પણ કરવામાં આવે છે.
5 મોઢામાં છાલા પડી જાય ત્યારે ચમેલીના પાન નો પ્રયોગ કરવામાં આવે છે. ચમેલીના પાન ચાવવાથી મોઢાના છાલા ખૂબ જ જલ્દી સારા થઈ જાય છે. તે સિવાય સવારના સમયે ચમેલીના ફૂલ ને આંખો ઉપર મૂકવાથી આંખોની રોશની વધે છે
6 100 ગ્રામ ગલગોટાના ફૂલ લઈને બીજ વાળા ભાગ ને ઝીણા સમારી લો. ત્યારબાદ તેમાં 100 ગ્રામ સાકર અને 500 પાણી સાથે તેને ચડવા દો. ત્યારબાદ તેનું સેવન કરો. આ પ્રયોગ કરવાથી શરીરમાં તાકાત આવે છે અને તાજગી રહે છે.
7 ચંપા, ચમેલી અને જુહી ના ફૂલ ને નારિયેળ તેલમાં ઉકાળી ને રાખો, હવે આ તેલથી શરીર ની માલિશ કરો. તેનાથી શરીરમાં તાજગી બનેલી રહે છે. અને તેની સાથે જ આ તેલને વાળમાં લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team