શું તમે શ્રેષ્ઠ માતા પિતા બનવા ઈચ્છો છો!!! તો અજમાવો આ 20 ટિપ્સ

બાળકોને સારી વાતો સમજાવવા અને સારી આદતોમાં ઢાળવા ખૂબજ સરળ હોય છે. આ કારણે તેને ભીની માટી કહેવાય છે. બાળપણમાં તેને જેવા સંસ્કાર મળે, મોટા થઈને તે તેવાજ બને છે. ત્યારે જ તો બાળકોની કાળજીને માતા-પિતા ની સૌથી મોટી જવાબદારી કહેવામાં આવે છે. આ કારણ છે કે આ લેખમાં અમે ઉતમ માતા-પિતા બનવા માટે જરૂરી ટિપ્સ લઈને આવ્યા છીએ. ફક્ત ગુજરાતીના આ લેખમાં અમે સૌથી પહેલા જણાવીશું કે પોઝિટિવ પેરેન્ટિંગ શું છે. ત્યારબાદ ઉતમ માતા-પિતા બનવા માટે જરૂરી ટિપ્સ આપીશું.

પોઝિટિવ પેરેન્ટિંગ શું છે?
પોઝિટિવ પેરેન્ટિંગનો અર્થ બાળકોનું ભરણ પોષણ એક અલગ રીતે કરવાનું છે. આ પેરેન્ટિંગ સંપૂર્ણ રીતે બાળકો સાથે ગાઢ સંબંધ બનાવી, સાચી રીતે એકબીજાને સંચાર કરી અને સમ્માન આપવા કેન્દ્રિત થાય છે. આ દરમિયાન બાળકોને ફક્ત તે નથી સમજાવી શકાતું કે તેને શું કરવું જોઈએ, પરંતુ તે પણ જણાવવામાં આવે છે કે તેને તેમ કરવું કેમ જરૂરી છે.

આ દરમિયાન બાળકોના આત્મ નિયંત્રણ વિકસિત કરવાની રીત પણ શીખવવામાં આવે છે. બાળકોને ભય બતાવી શિષ્ત શીખવવાને બદલે માતાપિતા તેનામાં સેલ્ફ ડીસિપ્લીન વિકસિત કરવાનો પ્રયત્ન કરે છે. પોઝિટિવ પેરેન્ટિંગમાં નિયમોને વિશે ખુલ્લી રીતે વાત કરવામાં આવે છે અને પછી તેનું પાલન થાય છે. સાથેજ માતાપિતા તેની વાતો બાળકોને …. બદલે તેને સારી રીતે સાંભળી અને તેના વિચારને સમજવાનો પ્રયત્ન કરે.

ઉતમ માતા પિતા બનવા માટેની ટિપ્સ
ઉતમ માતા-પિતા બનવાની ઘણી રીત હોય છે. અમે આ લેખમાં આગળ ઉતમ માતા-પિતા બનવા માટેની ટિપ્સ લઈને આવ્યા છીએ. તેનાથી પોઝિટિવ પેરેન્ટિંગમાં મદદ મળશે અને બાળકોને સાચું માર્ગદર્શન પણ મળશે.

1. ગુસ્સો કરવાનું ટાળો
હંમેશા માતા-પિતા તેમના પરસ્પર ઝઘડાનો ગુસ્સો તેમના બાળક પર કાઢે છે. આવી સ્થિતિમાં ક્યારેક ક્યારેક બાળકોને તે બાબત માટે સજા મળે છે, જેને સરળતાથી નજરઅંદાજ કરી શકાય છે. બસ તો માતા પિતાએ હંમેશા તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બાળકોને શિષ્ત શીખવતી વખતે તમારા પરસ્પર અથવા ઓફિસનો ગુસ્સો તેના પર કાઢશો નહિ.

2. બાળકોને લાલચ આપવાની ટાળો
માતાપિતા હંમેશા બાળકોને મસ્તી કરતું અટકાવવા માટે રમકડા અથવા તેનું મનપસંદ ભોજન સંબંધિત લાલચ આપવા લાગે છે. આવી સ્થિતિમાં બાળકો સાચું વર્તન કરવાને બદલે તેની માંગો માતાપિતા સામે રાખવાનો પ્રયત્ન કરવા લાગે છે. તે વારંવાર તેની મનપસંદ વસ્તુ ન મળવા પર તોફાનનું પુનરાવર્તન કરવાની ધમકી પણ આપી શકે છે, તેથી બાળકોને લાલચ આપવાનો પ્રયત્ન કરશો નહીં.

3. વધારે પ્રતિક્રિયા કરશો નહિ
બાળકોની ભૂલો પર માતા-પિતા હંમેશા મોટેથી નિંદા કરવા અથવા ખીજાવા લાગે છે. આવી સ્થિતિમાં બાળક જ્યારે તેના પક્ષમાં કોઈ વાત કરી રહ્યું હોય, તો તે માતાપિતા સાંભળી શકતા નથી. જ્યારે માતાપિતા બાળકોની નિંદા કરવા લાગે છે, તો બાળકો પણ તેની વાત સાંભળવાનું બંધ કરી શકે છે.

પરિણામરૂપે ઘણીવાર તે માતા-પિતાને હેરાન કરવા માટે વધારે મસ્તી કરવા લાગે છે. આવી સ્થિતિમાં ઉતમ છે કે તેની આ ભૂલ પર વધારે પ્રતિક્રિયા આપવાનું ટાળો. વધારે હોય, તો તેને તેની ભૂલો પર નાની મોટી સજા આપો જેમકે તેનો ઓરડો તેની પાસે સાફ કરાવો, રમવા જવાથી અટકાવવાની વાત કરી તેને ડરાવી શકો છો.

4. પ્રેમથી વર્તન કરવું
બાળકો હંમેશા તેના મનની વાત કોઇને જણાવતા નથી. આવી સ્થિતિમાં બાળકોને તે અનુભવ કરાવો કે તમે તેની ભાવનાઓને સમજી શકો છો. આ ઉપરાંત, તેના મનપસંદ ભોજન વિશે પૂછો. તેને પાસે બેસીને ભોજન ખવડાવો, જ્યારે બાળક ઉદાસ હોય, ત્યારે તેને ગળે લગાડો. આ રીતે તમારો સમય બાળકો સાથે વિતાવી તેને તેના પ્રેમનો અનુભવ કરાવો.

5. તેની સાથે રમત રમો અને તેને વાર્તા સંભળાવો
બાળકોને તમારો સમય આપો, તેની સાથે રમો, ડાન્સ કરો અને તેને વાર્તાઓ સંભળાવો. માતા-પિતાનો આ રીતે સમય વિતાવવાથી બાળકોનો આત્મવિશ્વાસ વધી શકે છે. આ દરમિયાન બાળકોનું એક રૂટીન બનાવો. ફક્ત તે રૂટિન સમય દરમિયાન જ તેની સાથે એક્ટિવિટી કરો અને બાકીના સમયમાં તેને અભ્યાસ અને અન્ય કાર્ય માટે પ્રેરિત કરો.

6. વ્યાયામ અને મેડિટેશન કરો
પોઝિટિવ પેરેન્ટિંગ માટે માતા-પિતાને સકારાત્મક રહેવું ખૂબ જરૂરી છે, કેમકે જ્યારે માતા પિતા તણાવમાં હશે, તો તેની અસર ક્યાંક બાળક પર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે માતાપિતા તેના તણાવને દૂર કરવા અથવા ઓછો કરવા માટે વ્યાયામ અને મેડિટેશન કરે. તેમાં સાથે બાળકનો પણ સમાવેશ કરો. તેનાથી ફક્ત માતાપિતાનું નહિ, પરંતુ બાળકનું પણ માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ધ્યાન રાખો કે બાળકને વ્યાયામ કરાવતા પહેલા તેના વિશે ડોકટરની સલાહ જરૂર લો અને પેહલી વાર કોઈ નિષ્ણાંત ની દેખરેખ હેઠળ જ વ્યાયામ કરાવો.

7. બીજા બાળકોની સરખામણી ન કરો
તમારા બાળકની સરખામણી બીજા બાળકો સાથે બિલકુલ કરશો નહીં. તેમ કરવાથી તેના મનમાં હીનતા ની ભાવના ઉત્પન્ન થઇ શકે છે. તેની અસરથી તેના વ્યવહારને ચીડિયો બનાવી શકે છે. આ ઉપરાંત, તે લડાઈ ઝઘડા પણ કરી શકે છે. તેના કરતાં બેસ્ટ છે કે બાળકોને તે સમજાવવાનો પ્રયત્ન કરો કે દરેક વ્યક્તિ પોતાનામાં વિશેષ હોય છે. દરેક લોકોની અલગ-અલગ વિશેષતાઓ હોય છે, તેથી ક્યારેય પોતાની જાતને બીજાથી ઓછી સમજવાની ભૂલ કરશો નહીં.

8. લોકોની સામે ઠપકો આપવાનુ ટાળો
બાળકોની મસ્તી માટે હંમેશા માતા-પિતા તેને ઠપકો આપે છે. આવી સ્થિતિમાં પોઝિટિવ પેરેન્ટિંગ માટે માતાપિતાને એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે તે બાળકોને બધાની સામે ઠપકો ન આપો. બધાની સામે નિંદા સાંભળવાથી તેના આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે અને તે શરમ અનુભવી શકે છે. સાથેજ તેના આત્મવિશ્વાસ પર પણ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં તેને એકાંતમાં તેના વ્યવહાર વિશે જણાવો અને સમજાવો.

9. તમારા સપનાઓ લાદવા નહીં
બાળકો પર તમારા સપનાઓ અને આશાઓ લાદવા નહિ. દરેક લોકોની પોતાની ક્ષમતા હોય છે, કોઈ અભ્યાસમાં હોશિયાર, તો કોઈ રમતગમતમાં આગળ. બસ તો તમારા બાળકને સમજવાનો પ્રયત્ન કરો, તેના પર તમારી કોઈપણ અપેક્ષાઓનો બોજ નાખશો નહિ. ભવિષ્યમાં તે જે કોઈપણ ક્ષેત્રમાં જવા ઈચ્છે, તેમાં સાથ આપો, હા જો તે કોઈ ખોટો નિર્ણય કરે છે, તો તેને સમજાવી અને સાચો રસ્તો જણાવો.

10. ઉદાહરણ બનો
બાળકો માતાપિતાના પડછાયા થી ઓછા હોતા નથી. આવી સ્થિતિમાં માતા-પિતા પોતાના બાળકને આગળ જે રીતે જોવા ઇચ્છે છે, તે રીતે પહેલા માતા-પિતાએ પણ એવું બનવું પડશે. હંમેશા બાળકોની સામે માતા-પિતાએ કંઈક એવું કરવું જોઈએ જેનાથી તે પોતે બાળકો માટે એક ઉદાહરણ બને તેને જોઈને બાળકો પ્રભાવીત થઈ શકે છે અને તે માતપિતાના પગલે ચાલવાનો પ્રયત્ન કરી શકે છે.

11. બાળકોના મિત્ર બનો
મિત્રતાના સંબંધમાં દરેક વ્યક્તિ માટે તેમના મિત્ર પાસે તેની બધી સમસ્યાઓ અને ચિંતાઓ શેર કરવી સરળ હોય છે. આ કારણે માતાપિતાએ બાળકોના મિત્ર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે માતાપિતાએ તેની સાથે સમય વિતાવવો અને તેની વાતોને સમજવી અને સુખ-દુઃખ બાળકો સાથે શેર કરો. થોડા સમય માટે તેની સાથે તેની મનપસંદ રમત રમવાનો પણ પ્રયત્ન કરો. તેમ કરવાથી બાળકોની સાથે માતા-પિતાનો સંબંધ મજબૂત થશે.

12. ભેટ આપો
બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેને ભેટ પણ આપી શકો છો. તેમ કરવાથી બાળક ખુશ થવાની સાથે પ્રેરિત થઈ સાચી દિશામાં કામ કરવાનો પ્રયત્ન કરશે. ભેટ રૂપે બાળકોને પિકનિક પર લઈ જઈ શકો છો. આ ઉપરાંત તેને ચોકલેટ અથવા ટોફી પણ આપી શકો છો. ધ્યાન રહે કે બાળકોને લાલચ બિલકુલ આપશો નહીં. ક્યારેક ક્યારેક જરૂરિયાતની કોઈ વસ્તુ આપી ફક્ત પ્રોત્સાહિત કરવાના છે. સાથેજ ધ્યાન રાખવું કે ભેટ વધારે મોંઘી હોય નહિ.

13. પીકનીક પર લઈ જાવ
માતા-પિતા થોડો સમય કાઢી બાળકો સાથે કોઈ ટ્રીપ પ્લાન કરો. તમે ઈચ્છો તો થોડા સમય માટે તમારા ઘરની નજીકના સ્થળ પર પણ પિકનિક માટે લઈ જઈ શકો છો. તેમ કરવાથી બાળકો ખુશ તો થશેજ સાથે સમય વિતાવવાના કારણે તેના મનમાં માતા-પિતા માટે લગાવ પણ વધશે.

14. બાળકો સાથે તમારી યાદો બનાવો
માતા-પિતા માટે તે ખૂબ જરૂરી છે કે તે તેમના બાળકો સાથે સુંદર યાદો બનાવે. તેના સ્કૂલનો પહેલો દિવસ હોય, તેનું પરિણામ હોય કે વાર્ષિક દિવસ, આ દરેક ખાસ ક્ષણોમાં તેની સાથે રહો. આ ક્ષણોને પણ બાળકોની સાથે સુંદર યાદોની જેમ કેમેરામાં રેકોર્ડ પણ કરી શકો છો.

15. નાની નાની જવાબદારીઓ શીખવો
માતા-પિતાએ તેમના બાળકોને તેની નાની નાની જવાબદારીઓ સમજાવવી પણ જરૂરી છે. તે તેના આવનારા ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે છે. તેમાં બાળકોને સાફ-સફાઈ, ઘરનું કામ, પૈસાનું મહત્વ વગેરે વિશે જણાવવું જરૂરી છે. આ ઉપરાંત બહાર કઈ વસ્તુઓ વિષે ધ્યાન રાખવું જોઈએ જેમકે ગુડ ટચ અને બેડ ટચ જેવા ગંભીર વિષયોને પણ યોગ્ય રીતે જણાવો.

16. પોતાને આપો મી ટાઈમ
બાળકોને સમય આપવા અને તેનું ધ્યાન રાખવા દરમિયાન માતા-પિતા પોતાને હંમેશા સમય આપવાનું ભૂલી જાય છે. દરેક માતાપિતાએ તે સમજવું જરૂરી છે કે જો તે પોતાને પ્રેમ, સમય અને આનંદ આપી શકતા નથી તો તેના બાળકની સાથે યોગ્ય ખુશીઓ વહેચી શકાશે નહીં. આવી સ્થિતિમાં જરૂરી છે કે દરેક માતા પિતા પોતાના માટે સમય ચોક્કસપણે કાઢે. તેમાં તે તેના મનપસંદ કામ કરી શકે છે, જેમાં તેને આનંદ મળે.

17. પરસ્પર સંબંધ પર ધ્યાન આપો
માતાપિતાના પરસ્પર સંબંધ અને વ્યવહાર પણ બાળકો પર અસર કરે છે. આ કારણે માતાપિતાએ તેના સંબંધ પર પણ ધ્યાન આપવું જોઈએ. બાળકોની સામે લડાઈ ઝગડો કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, પરસપર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરશો નહિ. તેની સામે એકબીજા પર બૂમો ન પાડવી. જો માતાપિતા પરસ્પર પ્રેમ અને સ્મમાનથી વાત કરશે, તો બાળકોને બીજા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, તે શીખવામાં મદદ મળશે.

18. સંગત પર ધ્યાન આપો
માતાપિતાએ બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. બાળકોમાં બીજા મિત્રોની સંગતની અસર ઝડપથી જોવા મળે છે. આવી સ્થિતિમાં બાળકના આસપાસના મિત્રો કેવા છે, તેના વિશે જરૂર જાણો. આ ઉપરાંત, તેના સ્કૂલના મિત્રો વિશે પણ જાણકારી રાખો.

તેમાં થોડી પણ બેદરકારી બાળકો માટે નુકશાનકારક થઈ શકે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર બાળકોના સ્કૂલે જાઓ અથવા તેના રમવાના સ્થળે તેની સાથે જાઓ. ઇચ્છો તો અઠવાડિયામાં એક વાર તેના મિત્રોને તમારી ઘરે રમવા અથવા સાંજે નાસ્તા માટે બોલાવી તેની સાથે વાત કરો.

19. હદ નક્કી કરો
બાળકોને લાડ પ્યાર કરવા સારા છે, પરંતુ તમારા બાળકને એક હદનો પણ અનુભવ કરાવો. જરૂરિયાત કરતા વધારે પ્રેમ પણ બાળકોના બગડવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં થોડી શિષ્ત અને થોડો પ્રેમ, આ બંનેનું સંતુલન બનાવીને રાખો. બાળકોને સાચુ માર્ગદર્શન, સમયસર સૂવું ઊઠવાની ટેવ અને સાચા વ્યવહાર અને આચરણ વિશે જણાવો.

20. દરેક ઉંમરે તમારી જવાબદારી નિભાવો
બાળકોને તેના માતપિતાની જરૂર જીવનના દરેક પડાવ પર પડે છે પછી ભલે બાળક નાનુ હોય અથવા મોટુ. બાળકો પ્રત્યે માતાપિતાની જવાબદારી ક્યારેય સમાપ્ત થતી નથી. આવી સ્થિતિમાં તેને તેની ઉંમરના દરેક પડાવે સાચા ખોટા પર શીખ આપતા રહો.

ધ્યાન રહે શીખ આપવાનો અર્થ એવો બિલકુલ નથી કે માતાપિતા દરેક સમયે તેની પાછળ પડ્યા રહે. હા, જો તે કોઈ ખોટો નિર્ણય લે, તો તેને સમજાવીને સાચી રીતે માર્ગદર્શન આપો. તેમજ, જો તે કોઈ નિર્ણય લે છે, જે તેના માટે ખરેખરમાં સાચો છે, તો તેનો સંપૂર્ણ સાથ આપો.

તો આ હતી માતાપિતા બનવા માટેની ટીપ્સ. જે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. લેખમાં જણાવેલ પોઝિટિવ પેરેન્ટિંગને અજમાવી માતાપિતા પોતાના બાળકને સાચી રીતે કાળજીની દિશામાં એક યોગ્ય પગલું મૂકી શકે છે. તેમ કરવું ફક્ત સારા માતાપિતા બનવા માટે જ નહિ, પરંતુ બાળકોના ભવિષ્ય માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. અમે આશા કરીએ છીએ આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થશે. તેવીજ અન્ય રોચક જાણકારીઓ માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *