શું તમે કોઈ જીવલેણ રોગોથી બચવા ઈચ્છો છો!! તો સવારે માત્ર આ એક કાર્ય કરો,જેનો સમાવેશ આજથી જ તમારા રૂટિનમાં કરો

આપણે આ વાત આપણા વડીલો પાસેથી પણ સાંભળતા આવ્યા છીએ કે કોઈપણ રોગની શરૂઆત તમારા મોઢામાંથી થાય છે. તેથી મોં સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં જ એક દંત ચિકિત્સકે જણાવ્યું હતું કે દરરોજ સવારે કરવામાં આવતા એક કામથી ત્રણ જીવલેણ રોગોથી બચી શકાય છે.

સવારે ઊઠીને મોંની સફાઈ એ દરેક વ્યક્તિની દિનચર્યાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. મોઢાની સફાઈ માટે લોકો ઘણા પ્રકારની રીતો અપનાવે છે, જેમાં જીભ, દાંત અને મોઢાની ગંદકી દૂર થાય છે. ડોક્ટરોના મતે સવારની દિનચર્યા તમને કેટલીક જીવલેણ બીમારીઓથી બચાવી શકે છે. તેથી, સવારે મોઢાને યોગ્ય રીતે સાફ કરવું અને તેની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

‘આસ્ક ધ ડેન્ટિસ્ટ’ નામની ચેનલ ચલાવતા ડૉ. માર્ક બુરહેને કહ્યું હતું કે ‘જો તમારું મોઢું સ્વસ્થ નહી હોય, તો તમે પણ સ્વસ્થ નહીં રહી શકો’. ફ્લોસિંગ એ મોટાભાગના લોકોની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ફ્લોસિંગ દાંતને તો સ્વચ્છ રાખે જ છે, પરંતુ સાથે સાથે તે કેટલાક જીવલેણ રોગો સામે પણ રક્ષણ આપે છે. તેમના મતે, ફ્લોસિંગના કેટલાક એવા કારણો પણ છે, જે દાંત સિવાય પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

Image Source

ફ્લોસિંગ શું છે?

ફ્લોસિંગ એ દાંતને ઊંડાણપૂર્વક સાફ કરવાની પદ્ધતિ છે. વાસ્તવમાં, ખોરાક ખાતી વખતે દાંતની વચ્ચે ખોરાક ફસાઈ જાય છે, જેના કારણે મોંમાં ઘણા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. દાંત વચ્ચે જામેલી ગંદકી અને ફસાયેલ ખોરાકને દૂર કરવા માટે, દાંતને પાતળા દોરાથી સાફ કરવામાં આવે છે, આ પદ્ધતિને ફ્લોસિંગ કહેવામાં આવે છે.

ફ્લોસિંગ ઉન્માદ, હૃદય રોગ અને લોહીના ગંઠાવામાં મદદ કરે છે અને પ્રજનનક્ષમતાના વધારામાં મદદ કરે છે. 2019ના સંશોધન મુજબ, મોઢામાં સામાન્ય રીતે રહેલા બેક્ટેરિયા હાનિકારક બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જે મગજ સુધી જઈ શકે છે, જેના કારણે ભૂલવાની બીમારી એટલે કે અલ્ઝાઈમરની સમસ્યા થઈ શકે છે. તેમજ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના નિષ્ણાતોનું કહેવું છે કે હૃદયરોગથી દૂર રહેવા માટે મોઢાની સ્વાસ્થ્ય સારું રહેવું ખૂબ જ જરૂરી છે.

Image Source

ફ્લોસિંગના જણાવેલા ફાયદા

ડો. માર્ક બુરહેને જણાવ્યું હતું કે સંશોધન દ્વારા જાણવા મળે છે કે જે લોકોનું ઓરલ સ્વાસ્થ્ય સારું હોય છે, તેમની ઉપેક્ષા જે લોકોનુ ઓરલ સ્વાસ્થ્ય નબળું હોય છે, પેઢાના રોગ અથવા દાંત પડવાની બીમારી હોય છે, તેઓને હાર્ટ એટેક અને સ્ટ્રોક થવાની સંભાવના વધુ છે.

ફ્લોસિંગ સોજા અને સી-રિએક્શન પ્રોટીનને ઓછું કરી શકે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે.

બ્રિટિશ ડેન્ટલ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ.નિગેલ કાર્ટરના જણાવ્યા મુજબ, જો કોઈને મોઢામાં સોજા હોય તો તે શરીરમાં પણ સોજા ઉત્પન્ન કરી શકે છે. મોઢું મધ્યસ્થી તરીકે કામ કરે છે અને મોટી સંખ્યામાં રસાયણોના પ્રવાહને વધારી શકે છે, જે હૃદય રોગમાં સોજા ઉત્પન્ન કરી શકે છે.

જ્યારે, બ્રિસ્ટલ વિશ્વ વિદ્યાલયના નિષ્ણાતો દ્વારા 2008 માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જો બેક્ટેરિયા પેઢા દ્વારા લોહીમાં જાય છે, તો તેઓ પ્લેટલેટ્સ સાથે મળીને લોહીના ગઠ્ઠા બનાવી શકે છે. જો આ લોહીના ગઠ્ઠા લોહી સુધી પહોંચી જાય છે, તો તે સ્વસ્થ લોકોમાં પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

ફ્લોસિંગ પ્રજનનક્ષમતાને પણ વધારી શકે છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં કામ કરે છે. 2011 માં, સ્વીડનના નિષ્ણાતોએ શોધી કાઢ્યું હતું કે જે સ્ત્રીઓને પેઢાની બીમારી ન હતી તેની સરખામણી જેને પેઢાની બીમારી હતી તેઓને ગર્ભધારણ માટે વધુ સખત મહેનત કરવી પડે છે.

2019 માં જર્નલ ઑફ ક્લિનિકલ પિરિઓડોન્ટોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, જે મહિલાઓને પેઢાની સમસ્યા હતી તેઓમા સમય પહેલા બાળકને જન્મ આપવાની સંભાવના વધારે હતી.

મોઢાની સંભાળ આ રીતે રાખો

મોઢાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઓરલ કેર નિયમિતતાને પ્રાથમિકતા આપો અને નિયમિત ઓરલ કેરની તપાસ માટે ડેન્ટિસ્ટ પાસે જાવ. પોતાના મોંના સ્વાસ્થ્યને સરખું રાખવા માટે, દિવસમાં બે વાર બે મિનિટ સુધી બ્રશ કરો.

આ સાથે, દર 3 મહિને તમારું બ્રશ બદલો, કારણ કે તે ખરાબ થઈ જાય છે. દાંતની વચ્ચે સફાઈ કરવા માટે, ફ્લોસિંગ આવશ્યક રીતે કરો. એન્ટિબેક્ટેરિયલ ઘટકો સાથે ફ્લોરાઇડ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો, જેમાં ડ્યુઅલ ઝિંક આર્જિનિન ટેક્નોલોજી હોય છે,તે માત્ર દાંતની જ નહીં પરંતુ સમગ્ર મોંની સંભાળ રાખે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *