શું તમે  સેફ્ટીપિન ના આ 4 અનોખા ઉપયોગ વિશે જાણો છો? જરૂરથી કરો તેને ટ્રાય 

  • by


Image Source
દરરોજના કામોમાં આપણે લગભગ સેફટીપિન નો ઉપયોગ કરીએ છીએ, સાડીને પિન કરવાની હોય અથવા તો બ્રાની સ્ટ્રીપને છુપાવવાની હોય, અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. લગભગ મહિલાઓ હેન્ડબેગમાં સેફ્ટી પીન જોડે લઈને જ જાય છે, કારણ કે તેની જરૂર ક્યારેય પણ પડી શકે છે, જો તમારી જ્વેલરીની તૂટી જાય અથવા કપડાં ફાટી જાય અને જો તમારી પાસે સેફ્ટી પીન છે તો આ નાની નાની તકલીફને આપણે આસાનીથી દૂર કરી શકીએ છીએ.

જોકે આજે અમે તમને જણાવીશું સેફ્ટીપિનના અમુક અનોખા ઉપયોગ વિશે જેનો ઉપયોગ કરીને તમે તમારા ફેન્સને વધારી શકો છો તેનાથી તમે તમારી પર્સનાલિટીને પણ નિખારી શકો છો, અને તે દેખાવમાં પણ ખૂબ જ સારું લાગશે. જો તમે યુનિક સ્ટાઇલ ને પહેરવાનું પસંદ કરો છો તો આજે અમે તમને જણાવીશું સેફ્ટી પીન થી જોડાયેલા અમુક હેક્સ જેને તમે દરરોજની લાઇફમાં ટ્રાય કરી શકો છો.


Image Source
સેફટી પીનથી બનાવો નેકલેસ
આજકાલ કેઝ્યુઅલ હોય કે પછી ટ્રેડિશનલ દરેક વસ્તુની સાથે ઓક્સોડાઇઝ જ્વેલરી મેચ કરવી મહિલાઓને ખૂબ જ પસંદ આવે છે, અને આ દિવસોમાં જીન્સ અને ટોપ ની સાથે તેમને વધુ પસંદ કરવામાં આવે છે. તમે ઈચ્છો તો એકબીજાને ભેગા કરીને નેકલેસ બનાવી શકો છો તે દેખાવમાં ખૂબ જ ક્લાસી લાગે છે, અને તે તૈયારીમાં જ બની જાય છે તમે ઈચ્છો તો અન્ય રેડીમેડ નેકલેસની સાથે જોડીને પણ તેને બનાવી શકો છો.


Image Source
સેફ્ટીપિન બેલ્ટ
સિમ્પલ બેલ્ટને યુનિક લુક આપવા માંગો છો તો સેફટીપિન નો ઉપયોગ કરી શકો છો. તેની માટે બ્લેક બેલ્ટ લો જેમાં કોઈ જ પ્રકારની ડિઝાઈન ન હોય, તમે ઈચ્છો તો સિલ્વર સિમ્પલ સેફટીપિનને યુઝ કરી શકો છો. અથવા ડિઝાઇન બનેલી સેફટીપિન નો ઉપયોગ પણ કરી શકો છો. તમે જોડતા એક એક સેફટીપિનને બેલ્ટની સાથે એટેચ કરતા જાઓ. એક વખત તૈયાર થઈ ગયા પછી તમે કોઈની પણ સાથે આ બેલ્ટને પહેરી શકો છો.


Image Source
સેફટીપિન બ્રોચ
બ્રોચ બહારથી ખરીદવાની જગ્યાએ તમે ઘરે જ તૈયાર કરી શકો છો. કેઝ્યુઅલ લુક અથવા લગ્નનું ફંક્શન હોય ત્યારે તેના આઉટફિટની સાથે તમે બ્રોચને પહેરી શકો છો, અને તમારા લુકને એક્રેક્ટિવ બનાવી શકો છો. જો તમારી પાસે બ્રોચ નથી તો સેફટીપિનથી બનેલા બ્રોચનો ઉપયોગ કરીને તેને બનાવી શકો છો. તેની માટે તમે ઈચ્છો તો તૂટેલી જવેલરીનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે તમારી ફેશન સ્ટાઈલ એકદમ યુનિક લાગસે.


Image Source
સાડીપીન બનાવો એક્ટરેક્ટિવ
સાડીની ડ્રેપિંગ સ્ટાઇલ તમારી પર્સનાલિટીને ખાસ બનાવે છે. સાડી પિનઅપ કરવા માટે સેફટીપિન અથવા માર્કેટમાં મળતી સાડીપિન નો ઉપયોગ કરી શકો છો. સાડી પીન નો ઉપયોગ ઘણી બધી વસ્તુઓને પિન-અપ કરવા માટે પણ કરવામાં આવે છે. તમે એવા પિનને એક્ટિવ બનાવી ને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો. તે દેખાવમાં ખુબજ એક્ટરેક્ટિવ લાગસે અને તમારા લુકને ખાસ બનાવશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *