જો તમે પણ થોડું કામ કર્યા પછી થાક અનુભવો છો તો તમારા સ્ટેમિનામા સુધારો કરો. સ્ટેમિનાનો અર્થ આંતરિક બળ થાય છે જેના કારણે કોઈપણ કામને માનસિક અથવા શારીરિક રૂપે લાંબા સમય સુધી કરી શકાય છે.
હંમેશા થોડું કામ કરીને થાક અનુભવ થવા લાગે છે અને પછી કામ કરવાની ઈચ્છા થતી નથી, તેવું કેમ થાય છે તમે જાણો છો? તમારા શરીરમાં લાંબા સમય સુધી કામ કરવાની ક્ષમતા નથી તેનો અર્થ તે છે કે તમારું સ્ટેમિના નબળો છે. કેટલાક લોકો જીમમાં જાય છે અને વિચારે પણ છે કે આજે તે વધારે વર્કઆઉટ કરશે પરંતુ કરી શકતા નથી કેમકે તેનામાં સ્ટેમિના હોતો નથી.
સ્ટેમિનાનો અર્થ આંતરિક બળ થાય છે જેના કારણે કોઈપણ કામને માનસિક અથવા શારીરિક રૂપે લાંબા સમય સુધી કરી શકાય છે. સામાન્ય રીતે સ્ટેમિના શબ્દને શારીરિક કામ જેમકે રમત, વ્યાયામ, ચાલવું, દિનચર્યામાં મહેનત વાળા કામ માટે ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ થોડી વાર કામ કર્યા પછી થાકનો અનુભવ કરો છો તો તમારા સ્ટેમિનામા સુધારો કરો. સ્ટેમિના વધારવા માટે અમે તમને કેટલીક મહત્વની ટિપ્સ જણાવી રહ્યા છીએ જેને અજમાવી તમે તમારો સ્ટેમિના વધારી શકો છો.
પાણી વધારે પીવું
તમે તમારો સ્ટેમિના વધારવા ઇચ્છો છો તો પાણીનું વધારે સેવન કરો. ઓછું પાણી પીવાથી તમે ડીહાઈડ્રેટેડ અને થાકેલા હોય તેવો અનુભવ કરો છો. તમે શરીરને હાઈડ્રેટ કરવા માટે પાણી ઉપરાંત નારિયેળ પાણી અને લીંબુ પાણીનું સેવન કરી શકો છો. નારિયેળ પાણી અને લીંબુ પાણી તમારા શરીરને જરૂરી પોષક તત્વો આપવાની સાથે તમારા શરીરમાં ઉર્જા પણ લાવશે.
નિયમિત કસરત કરો
સ્ટેમિના વધારવા માટે તમે કસરત અને વોક કરો. નિયમિત રૂપે કસરત અને વોક કરવાથી તમારો સ્ટેમિના વધારવામાં મદદ મળશે.
સંતુલિત આહારનુ સેવન કરો
સ્વસ્થ ભોજન તમારું સ્ટેમિના વધારવામાં મદદરૂપ કરે છે. તમે તમારા ભોજનમાં કાર્બોહાઈડ્રેટનો સમાવેશ કરો તે તમારા શરીરને ઊર્જા આપશે. ફાસ્ટ ફૂડ અને મીઠી વસ્તુઓથી દુર રહો.
યોગા કરો
તણાવ તમારા જીવનને ઘણી રીતે અસર કરે છે. તણાવને કારણે તમારો સ્ટેમિના ઓછો થવા લાગે છે અને તમે થાકનો અનુભવ કરો છો. યોગ અને ધ્યાન શરીરને આરામ આપી તણાવને ઓછો કરે છે.
અસ્વીકરણ
લેખની ટિપ્સ અને સલાહ સામાન્ય જાણકારી માટે છે. તેને કોઈ ડોકટર અથવા તબીબી વ્યવસાય ની સલાહ તરીકે ન લો. બીમારી અથવા સંક્રમણના લક્ષણોના કિસ્સામાં ડોકટરની સલાહ જરૂર લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.