ઓફિસ અથવા દુકાન ઉપર જતા લોકો ઘરેથી જ ટિફિન લઈને જાય છે અને તે લોકો બપોરના ભોજનના સમયે ઘરનું બનાવેલું ભોજન જ લેતા હોય છે. પરંતુ જે લોકો ટિફિન લઈને જતા નથી તેમના માટે કેન્ટીનના મેનુ, હોટલ અથવા તો ફાસ્ટ ફૂડ કોર્નર થી લઈને જ કંઇક ખાવાનું હોય છે. બપોરના ભોજન બાદ ઘણા બધા લોકો ભારતીય ભોજનની અપેક્ષાએ અન્ય ભોજન લેવાનું વધુ પસંદ કરે છે. અને તેમાં તેઓ પીઝા, બર્ગર, પાસ્તા, સેન્ડવીચ વગેરે પણ ખાય છે. પરંતુ એક્સપર્ટ જણાવે છે કે બપોરના ભોજનમાં અમુક ખાદ્ય પદાર્થો ખાવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે તે શરીર માટે સારા માનવામાં આવતા નથી.
તેનું કારણ એ છે કે તે ફૂડ દિવસભર માટે એનર્જી આપતા નથી. અને આળસ ઉત્પન્ન કરે છે. તથા થાક વધારવાનું કામ પણ કરે છે. ત્યાં જ અમુક ભોજન ભૂખ સંતોષી થઈ શકતા નથી. જેનાથી વારંવાર ભૂખ લાગ્યા કરે છે, અને આ દરેક કારણોથી કામ પ્રભાવિત થઈ શકે છે. તે સિવાય થાક અને આળસ આવવાથી જો તમે આરામ કરશો નહીં તો માથાનો દુખાવો પણ થઈ શકે છે. તેથી જ અમુક વસ્તુઓનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. તો આવો જાણીએ બપોરના ભોજનના સમયે કઈ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ.
1.વેજીટેબલ સૂપ
માન્યું કે વેજીટેબલ સૂપ કેલેરીમાં ખૂબ જ ઓછો હોય છે અને પોષકતત્ત્વો થી ભરેલો પણ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન બિલકુલ હોતું નથી. તેનો અર્થ એ થાય છે કે સૂપનો બાઉલ તમારા પેટને વધુ સમય સુધી ભરેલુ રાખશે નહીં. ખરેખર પ્રોટીન ભૂખને ઓછી કરે છે, જેનાથી વધુ ભોજન કરવાનું મન થતું નથી. તેથી જ દરેક ભોજનમાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.
જો તમે દરરોજ બપોરના ભોજન માટે સૂપ પીવા માંગો છો તો ચિકન સૂપનું સેવન કરો. કારણ કે તેમાં લીન પ્રોટીન હોય છે. અથવા અમુક કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ જેવા ઓટ્સ ચોખા સફરજન અથવા રોટલી નું પણ સેવન કરો.
2. ફાસ્ટ ફૂડ
ફાસ્ટ ફૂડ માં વધુ માત્રામાં ચરબી જોવા મળે છે, જે પેટ તો ભરી શકે છે પરંતુ તેની સાથે જ થાક અને આળસ નો અનુભવ પણ કરાવી શકે છે. અને તેનાથી તમારું કામ પ્રભાવિત થઇ શકે છે. તેથી જ બપોરના સમયે ફાસ્ટ ફૂડ ખાવાથી દૂર રહેવું જોઈએ.
3 પાસ્તા
પાસ્તા રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવતા નથી. જો કોઈ પણ તેનું સેવન કરે છે તો ત્યાર બાદ તેમને ઊંઘ આવશે, અને તમારું કામ ટેબલ ઉપર કરવાનું છે તો તેનું સેવન કરવાથી દુર રહો. નહીં તો પાસ્તા ખાધા બાદ તમને ઊંઘ આવશે.
4 ગ્રીન જ્યુસ
ઘણા બધા ડાયટ જણાવે છે કે બપોરે પેટ ભરવા માટે ગ્રીન જ્યૂસનું સેવન કરવું જોઇએ. પરંતુ રજીસ્ટર ડાયટિશિયન એક્સપર્ટનું જણાવવું છે કે ગ્રીન જ્યુસ સ્વાસ્થ્ય માટે સારું હોય છે પરંતુ બપોરે પેટ ભરવા માટે તેને યોગ્ય માનવામાં આવતું નથી. કારણ કે બપોરના ભોજનમાં ફાઇબર પ્રોટીન કાર્બોહાઇડ્રેટ અને ફેટ હોવા જોઈએ જે ખરેખર પેટ ભરેલું રાખે છે. તેથી જ માત્ર ગ્રીન જ્યુસ ની અપેક્ષા એ તેની સાથે કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ વાળા ખોરાકનું સેવન પણ કરવું જોઈએ.
5 તળેલું ભોજન
તળેલું ભોજન ખરાબ તેલમાં તળેલા હોય છે, જેનાથી તેમાં ચરબીની માત્રા ખૂબ જ વધી જાય છે. જે કેલેરીમાં ખુબ જ હાઈ હોય છે, અને જો કોઈ પણ આ અનહેલ્ધી ચરબીવાળા ખોરાક નું સેવન કરે છે, તેનાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થઈ શકે છે અને આળસ પણ આવે છે. તેથી જ બપોરના ભોજનમાં ક્યારેય પણ વધુ પડતા તળેલા ફૂડનું સેવન કરવું જોઇએ નહીં.
6 સ્ટોર કરેલી સેન્ડવીચ
જો કોઈ માર્કેટમાં મળનાર પહેલેથી જ તૈયાર કરેલ સેન્ડવીચ નું સેવન કરે છે તો તેમના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થશે જ, તેની સાથે જ ખૂબ જ પ્રિઝર્વેટિવ અને સોસ રહે છે જે આળસ ની સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓનું પણ કારણ બની શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team