હિન્દુ ધર્મમાં હોળીનો વિશેષ મહત્વ છે. લોકો આખું વર્ષ સુધીની રાહ જોતા હોય છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કેટલાક ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ફાગણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. આ વખતે હોળી 18 માર્ચ ના દિવસે છે. ત્યાં હોલિકા દહન 17 માર્ચે કરવામાં આવશે.
આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ દિવસે લોકો વિધિ-વિધાન પૂર્વક પૂજા પાઠ કરે છે..માનવામાં આવે છે કે આ રીતે પૂજા પાઠ કરવાથી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે, અને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. હોલિકા દહન ના દિવસને હોળી ના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ દિવસે તમે ઘણા બધા ઉપાય કરી શકો છો. એ ઉપાય કરીને તમે આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
હોલિકા દહન ના દિવસે આ પ્રમાણેના ઉપાય કરવા જોઈએ.
ગરીબોને દાન કરવું જોઈએ
આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ અને ગરીબને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. ધન અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ માટે આ દિવસે ગરીબોને દાન કરવું ખૂબ જ મહત્વનું છે.
નોકરી અને વ્યવસાય માટે
સ્નાન અને નિયમિત ક્રિયાઓ કર્યા બાદ ચોખ્ખા કપડા પહેરીને એક નારિયેળ લેવું જેને પોતાના અને પોતાના પરિવાર પરથી સાતવાર ઓવારી લેવું. હોલિકા દહનની અગ્નિમાં આ નારિયેળને પધરાવી દેવું દેવું જોઈએ. ત્યારબાદ સાત વાર હોલિકા ની પરિક્રમા કરવી જોઈએ.એના પછી ભગવાનને ફળ અથવા મિઠાઇનો ભોગ અર્પણ કરવો જોઈએ. એનાથી નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિ થાય છે ઉપરાંત વ્યવસાય અને નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે
હોલિકા દહન ના સમયે વટાણા, ઘઉં, ચણા આ બધી વસ્તુઓ હોલીકા દહનમાં નાખવાથી ધન ની તંગી દૂર થાય છે. ઉપરાંત હોળીના દિવસે મોતી શંખને સ્નાન કરાવીને તેની પૂજા કરવાથી ધન સંબંધી સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે.
હોળીના તહેવાર ની શરૂઆત હોળીકા દહન થી થાય છે. જો તમે પોતાના પરિવારમાં શાંતિની સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો ઇચ્છતા હોવ તો હોલિકા દહન ના પ્રસાદરૂપે મેવા અને મીઠાઈ જરૂર ચઢાવવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team