Image Source
પહાડ ઉપર ફરવાનું દર લગભગ દરેક વ્યક્તિને ફરવાનો ખૂબ જ શોખ હોય છે. પહાડ ઉપર ની શાંતિ અને સુંદરતા લોકોની આંખોમાં વસી જાય છે. આજે અમે તમને પહાડ ઉપર વસતા અમુક મંદિરો વિશે જણાવીશું.
ભારતમાં ઘણા બધા એવા મંદિર છે જ્યાં માતાજી ની પૂજા અને અર્ચના કરવામાં આવે છે ભારતમાં દેવી મંદિરોના આ શક્તિપીઠોના નિર્માણની ભૂમિકા નિભાવવા માં આવી હતી ગુફા પહાડ અને ગાઢ જંગલોમાં ઉપસ્થિત આ મંદિર ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે આવો જાણીએ પહાડો ઉપર સ્તિથ દેવી મંદિરો વિશે.
Image Source
નાસિક, સપ્તશૃંગી દેવી
નાસિક માં સપ્તશૃંગી દેવીનું મંદિર આવેલ છે અને અહીં લાખો ભક્તો માતાના આશીર્વાદ લેવા માટે જાય છે સપ્તશૃંગી નો અર્થ છે જે 7 પર્વતની ટોચ ઉપર નિવાસ કરે છે. તમને જણાવી દઈએ કે આ મંદિર 51 શક્તિપીઠો માંથી એક છે સપ્તશૃંગી દેવી મંદિર નાસિક માં આવેલ છે અને અહીં લાખો ભક્તો આવે છે અને તેમના દર્શન કરે છે.
Image Source
નિલાંચલ પર્વત, કામાખ્યા દેવી
નિલાંચલ પર્વત ઉપર 20 મંદિર છે તેમાં કામાખ્યા દેવી નું મંદિર ત્યાં આવેલું છે.કામાખ્યા મંદિર દુર્ગા માતાનું એક ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર 51 શક્તિપીઠો માંથી એક છે અને આ મંદિરમાં બે ભાગ છે. એક તીન મંડપ અને એક ગર્ભગૃહ. માન્યતા છે કે આ ગર્ભગૃહમાં માતા સતી ની યોની પડી હતી.
કામાખ્યા મંદિરમાં દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે અને અહીં લાખો શ્રદ્ધાળુઓ તેમના દર્શન કરે છે કામાખ્યા દેવી નું મંદિરમાં લોકો તેમની પૂજા-અર્ચના કરવા માટે આવે છે અને તેમના દર્શન કરીને પોતાને પવિત્ર કરે છે.
Image Source
હરિદ્વાર, મનસાદેવી
હરિદ્વારમાં મનસા દેવીનું મંદિર આવેલું છે આ મંદિર ભીલવા ના પહાડ ઉપર સ્થિત છે કહેવામાં આવે છે કે મનસાદેવી સામે જે પણ પ્રાર્થના કરીએ તે હંમેશા પૂરી થઈ જાય છે.આ મંદિરની પાસે ચંડિકા દેવીનું મંદિર પણ છે. લાખો શ્રદ્ધાળુઓ હરિદ્વાર માં આવે છે અને મનસા દેવીના મંદિરમાં પૂજા-અર્ચના કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
Image Source
હિમાચલ પ્રદેશ, નૈના દેવી
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં નૈના દેવીનું મંદિર ઉપસ્થિત છે નવરાત્રી અને શ્રાવણ મહિનાની આઠમ ના દિવસે ભક્તોની અહીં ખૂબ જ લાંબી લાઈન લાગે છે. અહીં ભક્તો રોડ અથવા કેબલ કારને સુવિધાથી ત્યાં જઈ શકે છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે.
Image Source
જમ્મુ, વૈષ્ણોદેવી
જમ્મુના ત્રિકુટા પહાડ ઉપર આવેલ વૈષ્ણોદેવી માતાનું મંદિર દરેક ભક્તો વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે દુર્ગા માતાનું આ સૌથી પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે. વૈષ્ણોદેવી માતાદુર્ગા માતાનું સ્વરૂપ છે અને અહીં લાખો શ્રદ્ધાળુઓની ભીડ થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.