પનીર ટીક્કા એક સ્વાદિષ્ટ ભોજન છે જેને નાસ્તામાં કે સ્ટાર્ટર માં પીરસી શકાય છે. જો તમે વિચારી રહ્યા છો કે ઓવનમાં સ્વાદિષ્ટ પનીર ટીક્કા કેવી રીતે બનાવી શકાય છે તો આ સરળ રીત નું પાલન કરો. આ રેસિપી માં કનવેકશન ઓવન નો ઉપયોગ થયેલો છે. તમે આ રેસિપી ને માઇક્રોવેવ ઓવનને કનવેકશન મોડ માં કે ગ્રિલ મોડ માં કરીને પણ બનાવી શકો છો, તેના માટે નીચે આપેલા સૂચનો વાંચો. ધ્યાન રાખો કે તમે તેને ફક્ત માઇક્રોવેવ ઓવનમાં જ નથી બનાવી શકતા.
પૂર્વ તૈયારીનો સમય: ૧ કલાક ૧૫ મિનિટ
બનાવવાનો સમય: ૨૦ મિનિટ
કેટલા લોકો માટે: ૩
ટીક્કી માટેની સામગ્રી:
- ૧/૩ કપ ઘટ્ટ દહી
- ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
- ૧/૪ ચમચી મકાઈનો લોટ કે ચણાનો લોટ
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- એક ચપટી હળદર પાવડર, વૈકલ્પિક
- ૧ ચમચી જીરા ધાણા પાવડર
- એક ચપટી ગરમ મસાલા પાવડર
- ૧ ચમચી લીંબુનો રસ
- ૧/૪ ચમચી+૧ ચમચી ચાટ મસાલા પાવડર
- ૧/૨ચમચી + ૧ ચમચી સરસવનું તેલ કે બીજું કોઈ પણ તેલ
- મીઠું સ્વાદ મુજબ
- ૧૫૯ ગ્રામ પનીર, ૧/૩ જાડા અને ૧ ૧/૨ ઇંચ લાંબા ટુકડામાં કાપેલા
- ૧/૨ મોટુ લાલ શિમલા મરચું, ૧ ૧/૨ ચોરસ ટુકડામાં કાપેલું ( કે ૨ ટામેટા, બીજ કાઢેલા અને ૧ ૧/૨ ઇંચ ચોરસ ટુકડામાં કાપેલા)
- ૧ મોટી ડુંગળી, ૧ ૧/૨ ઇંચ ચોરસ ટુકડામાં કાપેલી
સજાવટ માટેની સામગ્રી:
- ૧ લીંબુ કાપેલું
- ૧ મધ્યમ ડુંગળી પાતળી લાંબી સ્લાઈસ માં કાપેલી
- ૧/૪ કપ લીલી ચટણી
રીત:
૧/૨ દહીંને મલમલ નાકપડામાં બાંધી દો અને તેમાંથી વધારાનું પાણી કાઢી લો અને તેને એક કલાક માટે લટકાવી દો કાં તો પછી ચાળણી ની અંદર રાખીને ફ્રીજમાં રાખી દો.
એક મોટા વાસણમાં ઘટ્ટ દહી લો.
તેમાં એક ચમચી આદુ-લસણની પેસ્ટ, ૧/૪ ચમચી મકાઈનો લોટ, ૧ ચમચી લાલ મરચું પાવડર, ૧ ચપટી હળદર પાવડર, એક ચમચી જીરા ધાણા પાવડર, એક ચપટી ગરમ મસાલા પાવડર, એક ચમચી લીંબુનો રસ, ૧/૪ ચમચી ચાટ મસાલા પાવડર, ૧/૨ ચમચી તેલ અને એક ચપટી મીઠું નાખો. તેમાં થોડું વધારે મીઠું નાખો કેમકે પછી શાકભાજી નાખ્યા પછી મીઠું નાખવાનું નથી.
સરખી રીતે એક ચમચીથી ભેળવી લો. ટીક્કા માટે મેરિનેડ તૈયાર છે.
પનીર, લીલું શિમલા મરચું, લાલ મરચું અને ડુંગળીને ૧ ૧/૨ ઇંચના ચોરસ ટુકડામાં કાપો.
તૈયાર મેરિનેડ માં પનીર ક્યૂબ, લીલું શિમલા મરચું, લાલ સીમલા મરચું અને ડુંગળી નાખો. તેને હળવેથી ભેળવી લો જેથી શાકભાજીઓ અને પનીર સારી રીતે મેરિનેડ થી લપેટાઈ જાય. વાસણને ઢાંકણ થી ઢાંકી દો અને ઓછામાં ઓછા એક કલાક માટે ફ્રિજમાં રાખી દો. જો સંભવ હોય તો, સારા સ્વાદ માટે તેને બે થી ત્રણ કલાક માટે રાખો.
ઓવન ને ૨૦૦ડિગ્રી સેલ્સિયસ પર ૧૦ મિનિટ માટે પ્રિહિટ કરી લો. જો તમે ધાતુની સળીનો ઉપયોગ કરી રહ્યા છો તો તેના ઉપર તેલ લગાવી દો. જો તમે લાકડાની સળી નો ઉપયોગ કરી રહ્યા છો તો તેને 20 મિનિટ માટે ઠંડા પાણીમાં પલાળી દો. (તેનાથી તે પકવતી વખતે બળશે નહીં)
ડુંગળી, લાલ શિમલા મરચું, લીલું શિમલા મરચું અને પનીરને તળી પર લગાવી દો.(આપેલા ક્રમમા દરેકનો એક એક ટુકડો) આ જ ક્રમ મા બધી શાકભાજીઓ અને પનીરને સળી પર લગાવો. એક ડીપ બેકિંગ ટ્રે પર એલ્યુમિનિયમ ફૉઇલ લગાવી દો. સળી પર લગાવેલા પનીર અને શાકભાજીઓ પર બ્રશ વડે થોડું તેલ લગાવી દો અને બેકિંગ ટ્રે ની ઉપર રાખો. તેને ગરમ કરેલા ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર લગભગ ૭ થી ૮ મિનીટ માટે પકાવો. તેને સાતથી આઠ મિનિટ પછી ઓવનમાંથી કાઢી લો. તેને ફેરવી ને તેના ઉપર બ્રશ થી થોડું તેલ લગાવી ફરીથી પાંચથી સાત મિનિટ માટે કે પનીર ની કિનારી ભૂરા રંગની થવા માંડે ત્યાં સુધી પાકવા દો.
તેને ઓવનમાંથી કાઢી લો અને એક થાળીમાં રાખો. પનીર ટિક્કા પર ચાટ મસાલા પાવડર છાંટો અને કાપેલી ડુંગળી, કાપેલું લીંબુ અને ચટપટી ફુદીના ની ચટણી સાથે પીરસો.
સૂચન અને વિવિધતા:
- રેસ્ટોરન્ટ જેવો સ્વાદ મેળવવા માટે ટિક્કાને બધી બાજુ થી ગેસના તાપે ૩૦ સેકંડ થી ૧ મિનિટ સુધી પકાવો.
- જો તમે લાકડાની સળી નો ઉપયોગ કરી રહ્યા છો તો ધ્યાન રાખવું કે પહેલા તમે તેને ગરમ પાણીમાં પલાળી દો નહીંતર તે સળગી શકે છે.
- તેને વધારે પકાવવું નહીં નહીંતર પનીર રહેશે નહીં.
- ઘટ્ટ દહીં તૈયાર કરવા માટે વધારે ચરબીવાળા દૂધથી બનેલા દહીંનો ઉપયોગ કરવો.
- બદલાવ માટે તમે કેસરી અને પીળા રંગના શીમલા મરચા નો ઉપયોગ પણ કરી શકો છો.
- પનીરના બદલે તો ટોફુનો ઉપયોગ કરી શકો છો.
સ્વાદ:
- મસાલેદાર
પીરસવાની રીત:
- તેને લીલી ચટણી અને કાપેલી ડુંગળી સાથે એક સ્ટાર્ટર રૂપે બપોરે નાસ્તામાં પીરસો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફેકટફૂડ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team