આજે અમે એક નવા અંદાજમાં સવારનો નાસ્તો લાવ્યા છીએ, તો ચાલો બનાવીએ સ્વાદિષ્ટ હેલ્દી દહીં સેન્ડવીચ

  • by

જો તમે બાળકોને કે પછી મોટાને નાસ્તામાં કઈક તંદુરસ્ત કે ઓછું તેલ વાળુ ભોજન ખવડાવવા માંગો છો તો પછી દહીં સેન્ડવીચ સૌથી શ્રેષ્ઠ છે તેને તમે જડપથી બનાવી શકો છો અહી વાંચો તેની રેસિપી.

જરૂરી સામગ્રી:

  • બ્રેડ – ૮ સ્લાઈસ
  • દહીં – ૩/૪ કપ
  • કોબી – ૨૦૦ ગ્રામ, બાઈક કાપેલી
  • શિમલા મરચું – એક બારીક કાપેલું
  • ગાજર – ૨ પીસેલા
  • લીલા ધાણા – ૨ ચમચી, બારીક કાપેલું
  • ઘી – બે ચમચી
  • મરી – ૧/૩ નાની ચમચી કરકરી પીસેલી
  • આદુ – અડધો ઇંચનો ટુકડો પીસેલો
  • મીઠું – સ્વાદ મુજબ

Image Source

રીત –

દહીંની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા દહીંને તૈયાર કરી લો અને તેના માટે દહીંને કપડામાં બાંધીને એક વાટકી માં રાખો થોડા કિનારેથી લટકાવી લો જેથી દહીંમાંથી પાણી નીકળીને વાસણમાં આવી જાય અને પછી તે પોટલીમાં આપણને ઘાટુ દહીં મળી જશે.

સેન્ડવીચ માટે દહીંમાં શાકભાજી અને મસાલો મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરી લો. સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં દહીં, શિમલા મરચું, કાપેલી કોબી, ગાજર, લીલા ધાણા, ખાંડેલી મરી, આદુ અને મીઠું નાખીને બધી વસ્તુઓ ને સારી રીતે ભેળવી મિક્સ કરી લો સેન્ડવીચ માટે સ્ટફિંગ તૈયાર છે.

હવે એક બ્રેડ સ્લાઈસ લો અને તેના પર સ્ટફિંગ લગાવો અને ચારે બાજુ એક સરખું ફેલાવી લો. સ્ટફિંગ લગાવ્યા પછી બીજી બ્રેડ સ્લાઈસથી ઢાંકીને હળવું દબાવી દો બરાબર તેવી રીતે બધી સેન્ડવીચને સ્ટફ કરીને તૈયાર કરી લો.

સેન્ડવીચને બે રીતેથી શેકીને તૈયાર કરી શકાય છે તવા પર કે પછી ગ્રિલર પર.

તવા પર સેન્ડવીચ:

ગેસ પર તવા ને ગરમ કરી લો. તેના પર થોડું ઘી નાખીને ચારે બાજુ ફેલાવી લો. હવે બે સેન્ડવીચ ને તવા પર રાખીને શેકી લો. સેન્ડવીચ ઉપર થોડું ઘી લગાવો અને નીચે બ્રાઉન થતાં જ પલટાવી લો.( સેન્ડવીચ ઉપર તમારી પસંદ મુજબ ઘી વધુ કે થોડું કે ઘી લગાવ્યા વગર પણ બનાવી શકો છો. સેન્ડવીચ ને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સેન્ડવીચ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે ગેસ બંધ કરી દો અને તેને એક થાળીમાં કાઢી લો. તવા પર સેન્ડવીચ બનીને તૈયાર છે.

ગ્રિલરમાં સેન્ડવીચ:

સ્ટફ કરેલી બે સેન્ડવીચ ઉપર થોડું ઘી લગાવો અને તેને ગ્રિલર માં એક પછી એક મૂકી દો. થોડું ઘી સેન્ડવીચ ની બીજી બાજુ પણ લગાવો. ગ્રિલર ને ઢાંકીને ૩ મિનિટ માટે સેન્ડવીચ ને ગ્રિલ થવા માટે રાખી દો.

ત્રણ મિનિટ પછી ગ્રિલર ને ખોલીને તપાસી લો. ગોલ્ડન બ્રાઉન સેન્ડવીચ તૈયાર છે તેને થાળીમાં કાઢી લો.

સેન્ડવીચ ને ચાકુ થી વચ્ચેથી ત્રાસી બે ભાગમાં કાપી લો અને પીરસવાની થાળીમાં રાખતા જાઓ. સ્વાદિષ્ટ ગરમાગરમ દહીંની સેન્ડવીચ ને લીલા ધાણા ની ચટણી, ટામેટા સોસ, માયોનીઝ કે તમારી કોઈપણ મનપસંદ ચટણી સાથે પીરસો અને મજા લઈને ખાઓ.

સુઝાવ:

  • જો તમને ઘી ગમતું હોય તો ઘી ને બ્રેડની અંદર સ્ટફિંગ ભર્યા પહેલા પણ લગાવી શકો છો.
  • જો તમે ઘી ટાળી રહ્યા છો, તો તમે ઘી લગાવ્યા વગર પણ તેને ગ્રિલ કરી શકો છો કે પછી શેકી શકો છો.
  • સેન્ડવીચ બનાવવા માટે સફેદ કે બ્રાઉન કોઈપણ પ્રકારની બ્રેડનો ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *