પનીર રોલ એક નાસ્તામાં પીરસવામાં આવતા સ્વાદિષ્ટ રોલ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. તેમાં પનીરનો સ્વાદિષ્ટ મસાલો રોટલી કે પરોઠા માં લપેટીને રોલ બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. આ રીતમાં મુખ્ય ત્રણ પગલાં છે, ૧) પનીરનો મસાલો બનાવવો, ૨) રોલ માટે રોટલી બનાવવી અને ૩) રોલ બનાવવા.
પૂર્વ તૈયારીનો સમય: ૧૦ મિનિટ
બનાવવાનો સમય: ૨૫ મિનિટ
કેટલા લોકો માટે: ૨(૪ પનીર રોલ)
રોટલી માટેની સામગ્રી:
૩/૪ કપ +૧/૪ કપ ઘઉંનો લોટ કે મેંદો
૨ ચમચી તેલ
દૂધ
મીઠું
પનીરના મસાલા માટેની સામગ્રી:
- ૧ કપ છીણેલુ પનીર
- ૨ ચમચી બારીક કાપેલા લીલા ધાણા
- ૧ મધ્યમ ડુંગળી, બારીક કાપેલી
- ૧ લીલી મરચી બારીક કાપેલી
- ૧/૨ ચમચી આદુ-લસણની પેસ્ટ
- ૧/૨ ચમચી જીરૂ
- ૧/૨ ચમચી ગરમ મસાલા પાવડર
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
- ૧ ચમચી ધાણાનો પાવડર
- ૨ ટામેટાનો કેચપ
- મીઠું
- ૧ ચમચી તેલ
રોલ બનાવવા માટેની સામગ્રી:
- ૨ ચીઝ ક્યૂબ,છીણેલું
- ૧ કપ છીણેલું લેટીસ કે કાપેલી કોબીજ
- ૪ ચમચી લીલી ચટણી
- શેકવા માટે તેલ
રોલ માટે રોટલી બનાવવાની રીત:
એક વાસણમાં ૩/૪ કપ ઘઉંનો લોટ, ૨ ચમચી તેલ અને મીઠું લો. જરૂરિયાત મુજબ દૂધ કે પાણી નાખો અને રોટલી કે પરોઠા નો નરમ કણક બનાવી લો.
કણક ને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનીટ માટે રાખી દો. તેને ચાર સરખા ભાગોમાં વહેંચી લો અને તેને લુઆની જેમ ગોળ આકાર આપો. એક થાળીમાં ૧/૪ કપ સુકો ઘઉંનો લોટ વણવા માટે લો. એક લુવો લઈને તેને સૂકા ઘઉંના લોટમાં લપેટી લો. તેને પાટલી ઉપર રાખીને ૫ થી ૬ ઈંચ વ્યાસના ગોળ આકારમાં વણી લો.
તેને ગરમ તવા પર નાખો અને બંને બાજુ આછા ભૂરા રંગના ધબ્બા થાય ત્યાં સુધી શેકો.
તેની એક થાળીમાં રાખો અને ઢાકણ થી ઢાંકી દો જેથી તે નરમ રહે. બાકીની રોટલી પણ આ જ રીતે શેકી લો.ધ્યાન રાખવું કે રોટલી વધારે છે કાંઈ નહીં કેમકે રોલ બનાવતી વખતે આપણે તેને ફરીથી ગરમ કરીશુ.
ભરવા માટે પનીરનો મસાલો બનાવવાની રીત:
એક કડાઈમાં ધીમા તાપે એક ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું નાખો, જ્યારે જીરુ સોનેરી થવા લાગે ત્યારે બારીક કાપેલી ડુંગળી નાખો. ડુંગળી જ્યાં સુધી સોનેરી ભૂરા રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો અને 30 સેકન્ડ સુધી સાંતળો.
લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર, ટામેટાનો કેચપ, લીલા ધાણા અને લીલી મરચી નાખો, પછી તેને સરખી રીતે ભેળવો.
ગેસ બંધ કરી દો. છીણેલું પનીર અને મીઠું નાખો, સરખી રીતે મેળવો. રોલ બનાવવા માટે મસાલો તૈયાર છે, હવે તેની ચાર સરખા ભાગોમાં વહેંચી લો.
પનીર રોલ બનાવવાની રીત:
- પીરસતી વખતે મધ્યમ તાપે એક તવો ગરમ કરો. તેના ઉપર પહેલાથી શેકેલી રોટલી નાખો અને તેની બંને બાજુ ૧/૨ ચમચી તેલ લગાવીને ફરીથી શેકો.
- રોટલી ની એક થાળીમાં રાખો અને તેની ઉપર સરખી રીતે એક ચમચી લીલી ચટણી પાથરી દો. વચ્ચે મસાલો રાખો અને લંબાઈ માં પાથરી દો. તેની ઉપર એકથી બે ચમચી છીણેલું ચીઝ અને ૧/૪ કાપેલું લેટિસ કે કાપેલી કોબીજ નાખો. મસાલાની ચપાટીથી લપેટીને રોલ બનાવી લો.
તેને ટામેટાના કેચપ અને લીલી ચટણી સાથે પીરસો.
સૂચન અને વિવિધતા:
- તમે રોટલી અને મસાલો પહેલેથી બનાવીને રાખી શકો છો પરંતુ રોલ પીરસતી વખતે જ બનાવો.
- તમે રોટલીને બદલે તૈયાર રોટલીઓ કે રૂમાલી રોટલી ઓનો ઉપયોગ પણ કરી શકો છો.
- તમે લીલી ચટણી ના બદલે ફૂદીનાની ચટણીનો ઉપયોગ કરી શકો છો અને ઉપરથી ચાટ મસાલા પાવડર પણ છાંટી શકો છો.
- તમે કાપેલા ટામેટા અને ડુંગળી પણ નાખી શકો છો
સ્વાદ:
- ચટપટા અને નમકીન
પીરસવાની રીત:
- પનીર રોલ ને લીલી ચટણી સાથે પીરસો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફેકટફૂડ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team