કચોરી ખાવી બધાને ખૂબ વધારે ગમતી હોય છે દરેક વ્યક્તિ તેનો શોખીન હોય છે. બાળકો હોય કે પછી મોટા બધાને બટેકાના શાકની સાથે કચોરી ખાવી ખુબ વધારે ગમતી હોય છે.
કચોરીનુ નામ લેતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. આ વખતે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બ્રેડની કચોરી શું તમે ક્યારેય ખાધી છે?
અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ બ્રેડની કચોરી. તમે પણ આ સરળ રીતથી ઘરે જ સરળતાથી બનાવી શકો છો બ્રેડની કચોરી.
બ્રેડ કચોરીની સામગ્રી:
- મગ દાળ – બે કપ, પલાળેલી
- આદુની પેસ્ટ – અડધી ચમચી
- લીલા મરચાની પેસ્ટ – એક ચમચી
- વરિયાળી પાવડર – એક ચમચી
- હળદર પાવડર – એક ચપટી
- હિંગ – એક ચપટી
- ગરમ મસાલા પાવડર – અડધી ચમચી
- લાલ મરચાનો પાવડર – અડધી ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- તેલ – બે ચમચી
- બ્રેડ – દસ સ્લાઈસ
- તેલ – જરૂરિયાત મુજબ
રીત –
સૌથી પહેલા દાળને મિક્સરમાં દળીને પીસી લો અને પછી એક વાસણમાં તેલ ગરમ કરો જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી હિંગ અને વરિયાળી નાખો. પછી તેમા લીલા મરચા અને આદુની પેસ્ટ નાખીને હલાવી લો.
લાલ મરચાનો પાવડર, હળદર પાવડર, અને મગ ની દાળની પેસ્ટ નાખીને મસાલો સારી રીતે તૈયાર કરી લો.
ગરમ મસાલાનો પાવડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો. અને પછી બધી જ બ્રેડ સ્લાઈસ ને એક વાટકીથી ગોળાકાર કાપી લો.
એક એક કરીને બધી બ્રેડ ને થોડા પાણીમાં નાખીને હળવા હાથથી દબાવો જેથી બ્રેડનું વધારાનું પાણી નીકળી જાય.
હવે બ્રેડ ઉપર થોડુ મગ દાળનું મિશ્રણ રાખો અને પછી બીજી સ્લાઈસ ને તેનાથી ઢાંકી દો.
બંને બ્રેડના કિનારે ખુબ સારી રીતે હાથોથી દબાવીને કચોરીનો આકાર આપો.
હવે કડાઈમાં તેલ નાખીને તેલ ગરમ કરો અને બધી કચોરીઓ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. ગરમાગરમ કચોરીને તમારી મનપસંદ ચટણીની સાથે પીરસો અને મજા લઈને ખાઓ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “Fakt Food” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
ScreenShoots Credit – Food Fusion
#Author : Ravi Gohel