દાંતણ શું છે? તે કેટલા પ્રકારના હોય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેના વિશે જાણો

પ્રાચીન ભારતમાં આયુર્વેદ દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત રોગોની સારવાર કરવામાં આવતી હતી. આયુર્વેદ દ્વારા તમામ રોગોનો ઉપચાર શક્ય છે. ભારતમાં પ્રાચીન સમયથી દાંત સાફ કરવા માટે લીમડા અને બાવળના દાંતણ નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ દાંતણનો ઉપયોગ દાંત સાફ કરવા માટે જ તો થતો જ હતો પરંતુ નિયમિત ઉપયોગથી તે મોઢાના રોગોથી પણ રક્ષણ કરે છે. પરંતુ આધુનિક યુગમાં આપણે દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ.

Image Source

આપણા ઘરના વડીલો આજે પણ અમને દાંતણ કરવાની સલાહ આપે છે. ભારતના મોટા ભાગના લોકો આધુનિકતાના ઘમંડમાં દાંતણ કરવું એ નિમ્ન કક્ષાનું માને છે. જ્યારે ટૂથપેસ્ટનો ઉપયોગ ઉચ્ચ સ્તરની શ્રેણીનું કામ લાગે છે. આજે, પશ્ચિમી દેશોના લોકો ભારતના આયુર્વેદને અપનાવી રહ્યા છે ત્યાંના બજારોમાં 5rs થી 9rs પ્રતિ દાંતણ ના હિસાબે વેચાય છે. તે આપણી સંસ્કૃતિ અને આપણા જ્ઞાન તરફ અગ્રેસર છે. જ્યારે આપણા જ લોકો પોતાની સંસ્કૃતિ અને જ્ઞાનથી દૂર થતાં રહ્યા છે.

દાંતણ ના પ્રકાર

આયુર્વેદમાં લીમડો, બાવળ, કીકર, આર્ક, અર્જુન, ન્યગ્રોધ, ખડીર, કરજ વગેરે વૃક્ષોના દાંતણ નો ઉપયોગ દાંત સાફ કરવા માટે થાય છે. પરંતુ આમાથી દરેક દાંતણ દાંતની સફાઈની સાથે શરીરના અન્ય બીજા ભાગો માટે પણ ફાયદાકારક છે.

Image Source

લીમડાનું દાંતણ

દાંત સાફ કરવા માટે સૌથી સહેલાઈથી મળી આવતા દાંતણ મા લીમડાનું દાંતણ છે. લીમડાનું દાંતણ કરવાથી દાંતમાં ચમક આવે છે, સાથે જ તે દાંતનું પીળું પડવું, નબળાઈ, મોઢાની દુર્ગંધ, દાંતનો સડો અને પરુ દૂર કરે છે. લીમડાના દાંતણમાં એક પ્રકારનો એન્ટીબેક્ટેરિયલ રસ જોવા મળે છે. જે મોઢાના થતાં ચાંદાને પણ મટાડે છે. નિયમિત રીતે લીમડાનું દાંતણ કરવાથી ચહેરાની ચમક વધે છે. દરેક પ્રકારના દાંતણ હંમેશા પાણીથી ધોઇને જ કરવા જોઈએ કારણ કે વૃક્ષો પર વિવિધ પ્રકારના જંતુઓ ફરતા હોય છે.

Image Source

બાવળનું દાંતણ

બાવળને કીકર તરીકે પણ ઓળખવામાં આવે છે. બાવળનું દાંતણ પણ દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો પણ જોવા મળે છે. જે આપણા દાંતને ચમકદાર અને મજબૂત બનાવે છે.

Image Source

અર્જુનનું દાંતણ

અર્જુનનું દાંતણ પણ દાંતની સમસ્યાને દૂર કરે છે, સાથે જ તે ડાયાબિટીસ, બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે અને સુંદરતા વધારે છે. અર્જુનનું દાંતણ મેદસ્વિતા ઘટાડવામાં પણ મદદરૂપ છે.

Image Source

બોરનુ દાંતણ

બોરનું દાતણથી દાંત સાફ કરે છે અને આ દાંતણ ગળાની સમસ્યાને પણ દૂર કરે છે. ગાયક-કલાકારો દ્વારા બોરના દાંતણ નો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં જ્યાં પુષ્કળ માત્રામાં તમામ પ્રકારના દાંતણ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ છે. તેમ છતાં પણ લોકો ટૂથ પેસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અમેરિકાના સુપરમાર્કેટમાં આ દાંતણ સાડા 9 ડોલરમાં એટલે કે લગભગ 660 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એમેઝોન નામની કંપની પોતાની વેબસાઈટ પર આ દાંતણને આખી દુનિયામાં વેચી રહી છે.

Image Source

દાંતણ કેવી રીતે કરવું

સૌ પ્રથમ, દાતુનને સારી રીતે ધોવું જોઈએ કારણ કે વિવિધ પ્રકારના જંતુઓ વૃક્ષ પર ફરે છે. દાંતણ ઉપયોગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દાંતણ ક્યારેય સૂકું ન હોવું જોઈએ કારણ કે તેનાથી તેનો રસ નીકળી શકશે નહીં. દાંતણને ઘસવું જોઈએ નહીં પરંતુ ધીમે ધીમે ચાવવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, તેનો આગળનો ભાગ કાપી અને તમે આગલી વખતે ફરીથી તે જ દાંતણ નો ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *