પહેલીવાર ડોક્ટર તરીકે દંદરોઆ સરકારે દીધા દર્શન

Image Source

પહેલી વખત દંદોરોઆ સરકારે મંગળવારે ડોક્ટર તરીકે વિશેષ શૃંગાર કર્યા હતા. માન્યતા છે કે તેમના દર્શન કરવાથી પણ મોટા મોટા રોગ મટી જાય છે. મંદિર પ્રબંધનનું કહેવું છે કે 21 વર્ષ પહેલા દંદરવા મહંત રામદાસ મહારાજના સ્વપ્નમાં હનુમાનજીએ આ રીતે દર્શન આપ્યા હતા.

દંદરોઆધામ ભિંડ જિલ્લાથી 70 km દૂર આવેલું છે. અહીં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા 600 વર્ષ જૂની છે આ તેમની દિવ્યમૂર્તિ તળાવમાંથી નીકળી હતી એવી માન્યતા છે કે હનુમાનજી આ સ્વરૂપમાં શ્રદ્ધાળુઓના રોગ અને દુઃખ દૂર કરે છે. પહેલા તેમને દર્દ હરવા કહેવામાં આવતા. ત્યારબાદ ભક્તોએ તેમને દંદરુવા સરકાર નામથી સંબોધન કરવાનું શરૂ કર્યું. તાજેતરમાં જ તેમને ડોક્ટર તરીકે શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિર સમિતિના પ્રભારીનું કહેવું છે કે કોરોનાનો દેશમાંથી નાશ થાય તે માટે ભગવાનને આવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

ભક્તોનું માનવું છે કે આ સમગ્ર વિસ્તાર પર ભગવાનની કૃપા છે એટલા માટે જ અહીં કોરોનાનું સંક્રમણ દર દેશમાં સૌથી ઓછો અને રિકવરી રેટ સૌથી વધુ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન પણ દેશભરમાં મોટાભાગની શહેરોની હોસ્પિટલમાં લોકોને બેડ મળી રહ્યા ન હતા તેવામાં અહીં ઓક્સિજનના બેડ પણ ખાલી હતા.

Image Source

21 દિવસ થયો 51 કુંડીય હવન

દેશમાંથી કોરોના ખતમ થાય તે માટે મંદિર પરિસરમાં 51 કુંડીએ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી. આ હવન 21 દિવસ સુધી ચાલ્યો. સાથે જ મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી.

વૃક્ષારોપણ કરવાનો અપાયો સંદેશ

કોરોનાના સંક્રમણમાં ઓક્સિજનની વધતી માંગને જોતા મહંત રામદાસ મહારાજ ના નેતૃત્વમાં મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ લોકોને પણ વૃક્ષારોપણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *