દમાલું એક ખુબજ સરળ ભારતીય રેસિપી છે. અચાનક મહેમાન આવી જાય ત્યારે આ શાક તમે સરળતાથી ફટાફટ બનાવી શકો છો. દમાલુંના ઘણા અલગ અલગ પ્રકાર હોય છે, દરેક વ્યક્તિ તેને પોતાની રીતેથી બનાવે છે. તેમાં નાના નાના બટેકા સાબુદાણા કરીમાં નાખવામાં આવે છે અને તે કરી ઘણા મસાલાથી સ્વાદિષ્ટ બનાવે છે. આ લેખમાં અમે તમને દમાલું બનાવવા માટે જરૂરી સામગ્રી અને બનાવવાની રીત વિશે જણાવી રહ્યા છીએ.
વિસ્તારમાં –
- તૈયાર કરવાનો સમય – ૧૦ મિનીટ
- બનાવવાનો સમય – ૨૦ મિનીટ
- કુલ સમય – ૩૦ મિનીટ
- કેટલા લોકો માટે છે આ રેસિપી છે – ચાર
- ક્યાંની છે આ ડીશ – ઉત્તર ભારત
- ક્યારે ખાવી – જમવામાં
- પ્રકાર – વેજ ( શાકાહારી )
- દમ આલૂની એક સર્વિંગમાં કેલેરી – ૧૬૪ કેલેરી
- દમાલું બનાવવા માટેની જરૂરી સામગ્રી
- દમાલું બનાવવાની રીત
- દમાલું ને પીરસવાની રીત
- દમાલું માં રહેલા પોષક તત્વોની જાણકારી
- દમાલું બનાવવા માટેની કેટલીક રીત
- દમાલું ને તંદુરસ્ત બનાવવાનો ઉપાય
- દમાલું બનાવવા માટેનો વિડીયો
1. દમાલું બનાવવા માટે જરૂરી સામગ્રી-
આ સામગ્રીથી ચાર લોકો માટે દમાલું બનાવી શકાય છે.
- ૨૫૦ ગ્રામ નાના નાના બટેકા
- એક કપ કાપેલા કાંદા
- એક પાકેલું ટામેટું
- તેલ
- એક લીલી મરચી લાંબી કાપેલી
- એક નાની ચમચી આદુ લસણ ની પેસ્ટ
- મીઠુ સ્વાદ મુજબ
- ત્રણ ચમચી દહીં
- બે નાની ચમચી કાપેલા ધાણા
- એક તજનું પાન
- એક એક એલચી
- અડધી નાની ચમચી ગરમ મસાલો
- અડધી નાની ચમચી ધાણા પાવડર
- અડધી નાની ચમચી લાલ મરચુ પાવડર
- એક ચપટી હળદર
- એક નાની ચમચી કસુરી મેથી
2. દમાલું બનાવવાની રીત –
દમાલું બનાવવાની રીત નીચે મુજબ છે.
બટાકા તૈયાર કરવા માટે:
- તમારે બધા બટાકા સરખી રીતે ધોવાના છે જેથી તેના પર રહેલી ધૂળ માટી નીકળી જાય.
- હવે બધા બટાકાની છાલ કાઢી લો.
- જો તમે મોટા બટાકા લીધા હોય તો તેને ચારેકોર થી કાપી લો.
- નાના બટાકામાં કાંટા ની મદદથી છેદ પાડી લો જેથી મસાલો અંદર સુધી જઈ શકે.
- હવે આ બટાકા ને ત્રણ કપ પાણીમાં નાખીને ઉકળવા માટે રાખી દો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી બટાકા બફાઈ ન જાય, યાદ રાખો કે બટાકા વધારે પણ બફાઈ ન જાય.
4. શાક બનાવવા માટે:
- સૌથી પહેલા કાંદા વટાણા ની પેસ્ટ બનાવીને અલગ રાખી દો.
- હવે એક કડાઇમાં તેલ મૂકીને ગરમ કરી લો અને પછી તેમાં તજ અને એલચી નાખીને હલાવો.
- હવે તેના આદુ લસણની પેસ્ટ નાખીને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તેની કાચી વાસ જતી ન રહે.
- ત્યાર બાદ કડાઈમાં લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, મીઠું અને હળદર નાખો અને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી મસાલો કડાઈમાં છૂટો ન પડે.
- હવે મસાલા માં દહીં નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
- ત્યારબાદ કડાઈમાં બટાકા અને પાણી નાખીને આ મિશ્રણને ઉકાળી લો.
- કડાઈને કોઈ કડક ઢાંકણ કે ફોઇલ પેપર થી ઢાંકી દો અને ધીમા તાપે પાંચ થી સાત મિનિટ સુધી રાંધો.
- તેની ઉપર કસુરી મેથી નાખીને બે મિનિટ સુધી હલાવો.
- હવે ગેસ બંધ કરી દો. તમારા દમાલું પીરસવા માટે એકદમ તૈયાર છે.
5. દમાલું ને પીરસવાની રીત –
દમાલું બની ગયા પછી તેની ઉપર ધાણા ના કાપેલા પાન નાખો અને તેને ભાત, રોટલી, નાન કે પરોઠા સાથે ગરમ ગરમ પીરસો. તમે તેને તંદુરી રોટલી કે નાન સાથે પણ ખાઈ શકો છો.
6. દમ આલુમાં રહેલા પોષક તત્વોની જાણકારી –
- પોષક તત્વ – પ્રમાણ
- કેલેરી – ૧૬૪ કેલેરી
- ચરબી – ૪ ગ્રામ
- કોલેસ્ટ્રોલ – ૦ મિલી
- ડિયમ – ૩૭૪ મિલી ગ્રામ
- કાર્બોહાડ્રેટ – ૩૪ ગ્રામ
- પ્રોટીન – ૫ ગ્રામ
- નેચરલ સુગર – ૪ ગ્રામ
7. દમ આલુ બનાવવા માટે કેટલાક ઉપાયો-
- તમે ઇચ્છો તો કડાઈમાં બટાકા નાખ્યા પહેલા પણ ફ્રાઈ કરી શકાય છે.
- દહીં ઉમેરતી વખતે ગેસને હંમેશા ધીમો રાખો, નહિતર તેમા ગાંઠ બનવા લાગશે.
- આ વાતનું ધ્યાન રાખો કે દહીં ખાટું ન થાય.
- બટેકા ને ખુબ વધારે ન બાફો કેમકે તમારે તેને મસાલામાં પણ રંધાવા પડશે.
- તમે મોટા બટેકા ને અડધુ કાપીને પણ શાકભાજીમાં નાખી શકો છો.
- દમાલૂ માં તમે મરચું કે મીઠું તમારા સ્વાદ મુજબ વધુ ઓછું કરી શકો છો.
- દમાલૂ માં તમે ક્રીમ નાખીને તેને મલાઈદાર બનાવી શકો છો.
- બટાકા ને ગ્રેવીમાં ધીમે ધીમે રાંધો જેથી મસાલા તેની અંદર સુધી જઈ શકે.
8. દમાલુ ને તંદુરસ્ત બનાવવાની રીત-
- દમાલુમા સાધારણ તેલને બદલે જૈતુંન ના તેલનો ઉપયોગ કરો. તેમાં કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછુ હોય છે.
- તમે ઇચ્છો તો દમાલુની ગ્રેવીમાં સૂકા મેવા પણ ઉમેરી શકો છો, જેમકે કાજુ, બદામ , દ્રાક્ષ વગેરે.
- તમે ક્રીમના બદલે બટેકા માં કાજુનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ ગ્રેવી મલાઈદાર બનશે.
- જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે, તે લોકોને મીઠુ – મરચું અને મસાલાનો ઉપયોગ ઓછો કરવો.
- દમાલુ ની ગ્રેવીમાં તમે માખણનો ઉપયોગ કરી શકો છો, તેનાથી શાકભાજીની પૌષ્ટિકતા વધશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફેકટફૂડ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team