આજે અમે તમારા માટે 10 મિનિટમાં બનતી દહીં ચૂરાની રેસિપી લઈને આવ્યા છીએ, જેને તમે મકર સંક્રાંતિના તેહવાર પર સર્વ કરી શકો છો. આ મોર્ડન સમયમાં લોકો દલિયા, ઓટ્સ જેવી વસ્તુઓથી સવારનો નાસ્તો કરવાનું પસંદ કરે છે, પરંતુ તમે ઇચ્છો તો દહી ચૂરાને તમારા રૂટિનમાં સમાવેશ કરી શકો છો.
દેશી અને પૌષ્ટિક ખોરાક હોવાની સાથે આ સ્વસ્થ ભોજન ખાવાના ઘણા ફાયદા પણ છે. જો તમને ખૂબ ઝડપથી ભૂખ લાગે છે, તો ફક્ત 10 મિનિટમાં એક વાટકી દહીં ચેવડો એટલે ચૂરા ખાવાથી પેટ ભરાઈ જશે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યમાં આ હેલ્ધી ફૂડ ખૂબ પસંદ કરવામાં આવે છે.
ઘણા લોકો તેને દહી ચૂરા, દહી ચુડા અથવા તો દહી ચિડવા પણ કહે છે. પરંતુ તેને બનાવવાની રીત બધાની અલગ હોય છે જેમકે ઘણા લોકો દહી ચુરાને ખાંડ, ગોળ અથવા તો કોઈ બુરાનું બનાવે છે. સાથેજ, તેમાં ચોખા, પૌવા અથવા તો ફ્રૂટનો ઉપયોગ કરે છે. આજે અમે આ લેખમાં જણાવીશું કે કેવી રીતે નાસ્તામાં તેને બનાવી શકાય છે.
કુલ સમય – 10 મિનિટ | તૈયાર થવાનો સમય – 5 મિનિટ | રસોઈનો સમય – 5 મિનિટ | પીરસવાનો – 4 લોકો માટે | રસોઈનું સ્તર – મધ્યમ | કોર્ષ – મીઠાઈ | કેલેરી – 75 | ભોજન – ભારતીય
સામગ્રી
1/2 કપ – ચુડા એટલે પૌવા | 1 કપ – દહીં | 3 ચમચી – ગોળ | 2 – બદામ ( બારીક કાપેલ ) | 2,3 – કાજુ ( કાપેલ ) | 1 કપ – નારિયેળ | 5,6 – દ્રાક્ષ | 4,5 – પીસ્તા ( બારીક કાપેલ )
બનાવવાની રીત
દહીંના ચૂડા બનાવવા માટે સૌથી પેહલા પૌવાને સરખી રીતે ધોઈ લો અને પછી 2 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો અને પછી કાઢી લો. હવે એક બાઉલમાં દહી નાખો અને પછી તેમાં પિસેલ ગોળ નાખી સરખી રીતે મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેમાં ખાંડ, મધ અને શેરડીનો રસ પણ ઉમેરી શકો છો.
જ્યારે દહીંમાં ખાંડ અથવા ગોળ સરખી રીતે ભળી જાય, ત્યારે તેમાં ચૂરા અથવા પૌંઆ નાખી હળવા હાથે ઉમેરો અને આ મિશ્રણમાં કોઈપણ પ્રકારની ગાંઠ થાય નહિ તે જુઓ.
હવે તેમાં કાપેલ બદામ, કાજુ અને દ્રાક્ષ નાખો. તમે ઇચ્છો તો તેમાં ફ્રુટ પણ નાખી શકો છો. ફ્રુટ નાખવાથી ફકત ચૂરો સ્વાદિષ્ટ જ નહિ બને પરંતુ હેલ્ધી પણ બનશે. હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને પીરસવા માટે ઉપરથી બદામ નાખી પીરસો. તમે ઇચ્છો તો ફ્રુટ અને મધ પણ નાખી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team