કઢી સ્પેશીયલમાં આજે અમે તમને કઈક અલગ જ અંદાજમાં કઢી બનાવતા શીખવીશું. કઢી તો ગુજરાતીઓની સૌથી મનપસંદ વાનગી છે. કઢી અલગ અલગ જગ્યાએ અલગ રીતે બનાવાય છે. પરંતુ આજે અમે તમને ડુંગળીની કઢી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાતા જ તમને તેનાથી પ્રેમ થઈ જશે. એકવાર ટેસ્ટ કર્યા બાદ તમે તેને વારંવાર ખાવાનું પસંદ કરશો.
પ્યાજ કઢી
સામગ્રી –
- ફેંટેલુ દહીં – 1 કપ
- બેસન – 2 ચમસી
- હળદર – અડધી ચમસી
- લાલ મર્ચી પાઉડર – 1 ચમસી
- પાણી – 1 કપ
- ઝીણી સમારેલી ડુંગળી – 1
- સરસો – 1 ચમસી
- મેથી – અડધી ચમસી
- હિંગ – ચપટીભર
- આદુ – 1 ચમસી
- ઘી – 1 ચમસી
- તડકા માટે –
- જીરું – 1 ચમસી
- ધાણાજીરું – 1 ચમસી
- સુકા લાલ મરચા – 1
- લાલ મર્ચી પાઉડર – અડધી ચમસી
- કઢી પાન – 10
ડુંગળીની કઢી બનાવવાની રીત –
- એક વાસણમાં દહીં, બેસન, હળદર અને લાલ મર્ચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી દો.
- તેમાં એક કપ પાણી નાખી સારી રીતે મેળવો.
- કડાઈમાં એક ચમસી ઘી નાખી તેને ગરમ કરી તેમાં મેથી અને સરસોનું તેલ ઉમેરો.
- મેથી પાક્યા બાદ તેમાં એક ચમસી હિંગ અને સમારેલી ડુંગળી નાખો.
- હવે બેસનવાળા મિશ્રણને પાણી સાથે કડાઈમાં નાખો.
- હવે તેને તેજ આંચ પર એક ઉબાળ સુધી પકાવો.
- ગેસ ધીમી કરો અને ઓછામાં ઓછી 10 મિનીટ સુધી પકાવો. એક નાના પેનમાં ઘી ગરમ કરવા મૂકી દો.
- હવે તેમાં જીરું, ધનિયા પાઉડર, કડી પત્તા અને લાલ મર્ચા પાઉડર નાખી પકાવો.
- હવે આ તડકાને તૈયાર કઢીમાં નાખી મિક્સ કરો, કોથમીર થી સજાવી ગરમ ગરમ સર્વ કરો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team