પુષ્કર નું નામ મનમાં આવતા જ માત્ર બે વસ્તુઓ આપણા દિમાગ માં સૌ પ્રથમ આવે છે, પ્રથમ છે પુષ્કરમાં ઉપસ્થિત બ્રહ્માજીનું મંદિર અને બીજું છે પુષ્કર નો મેળો. આમ તો ભારતમાં કોઈ ને કોઈ જગ્યાએ મેળા લાગેલા જ રહે છે. પરંતુ પુષ્કર ના મેળા ની વાત જ કંઇક અલગ છે આ મેળામાં એક સાથે હજારો ઊંટ જોવા ખૂબ જ આહ્લાદક હોય છે.
પુષ્કર ના મેળા ને જોવા માટે ભારતના અલગ-અલગ ખૂણામાંથી હજારો લોકો આવે છે અને તેની સાથે જ હજારો મિલ દૂરથી વિદેશીઓ પણ આ મેળાને જોવા માટે અહીં આવે છે. આખરે એવું તો શું છે પુષ્કરના મેળામાં કે હજારો મિલ દૂરથી વિદેશીઓ અહીં આ મેળો જોવા માટે આવે છે.
સૌથી મોટો ઊંટ મેળો
રાજસ્થાનના અજમેર જિલ્લામાં લાગતો પુષ્કર નો મેળો દુનિયામાં સૌથી મોટો મેળો છે અને તેમાં આવતા ઊંટનો સૌથી મોટો મેળો છે. અહીં તમને જણાવી દઈએ કે પુષ્કર ભારતની એક પ્રાચીન જગ્યા છે અને હિંદુઓ માટે પાંચ તીર્થ સ્થળોમાંથી એક છે. એક અઠવાડિયા સુધી ચાલતા આ મેળામાં ઊંટ રાખતા સેંકડો લોકો 20000 ઊંટની સાથે આવે છે અને ઊંટ સિવાય આ મેળામાં બીજા ઘણા બધા જાનવરોને પણ ખરીદવામાં અને વેચવામાં આવે છે. આ મેળામાં વિદેશીઓ ઊંટની સવારીનો આનંદ માણે છે.
લોકસંગીત અને નૃત્યનો વિદેશીઓ દિવાના છે
પુષ્કરના મેળામાં ફોક મ્યુઝિક અને ડાન્સ પણ હોય છે જેને વિદેશીઓ ખૂબ જ પસંદ કરે છે. આ ડાન્સ જોવા ની સાથે સાથે વિદેશીઓ તેમાં ભાગ પણ લે છે અને તેમની સાથે તે પણ ડાન્સ કરે છે. ઘણા બધા ઇન્ડિયન સેલિબ્રિટીઝ પણ હોય છે જે આ ફોક ડાન્સ જોવા માટે આ મેળામાં જાય છે.
પુષ્કરના મેળામાં આ છે ખાસ વસ્તુ
આ મેળામાં બીજી ઘણી બધી મજેદાર વસ્તુઓ હોય છે અને તેમાં કઠપુતળી નો ડાન્સ પણ સામેલ છે જેને જોવા માટે હજારો લોકોની ભીડ ઉમટે છે. વિદેશીઓ માટે અહીં ફૂટબોલની મેચ પણ રમાય છે. પુષ્કરના મેળામાં રહેવા માટે સ્કાયવોલ્ટ્સ બલૂન સફારી કેમ્પિંગ પણ હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team