ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. એક ફેમસ ફૂટબોલર કે જેમના નામે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ છે. રોનાલ્ડો વિશ્વના ત્રીજા સૌથી આમિર સ્પોર્ટસમેન છે, સાથે જ તેઓ ચોથા સૌથી અમીર સેલિબ્રિટી છે. ફોબ્સના રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડોએ 2022માં 907 કરોડ રૂપિયા કમાયા છે. વર્ષ 2020માં તેમની કુલ કમાણી 7895 કરોડને પાર પહોંચી ગઈ હતી. લકઝરી લાઈફમાં આજે પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આલીશાન જીવન વિષે જાણીશું.
લિસ્બનનું પેન્ટહાઉસ :
પોર્ટુગલની રાજધાની લિસ્બનનું સૌથી મોંઘું ઘર રોનાલ્ડો પાસે છે અહિયાં તેમની પાસે પેન્ટહાઉસ પણ છે, જેની કિમત લગભગ 86 કરોડ રૂપિયા છે.
મારબેલા હોલિડે હોમ :
2019માં સિરી-એ-ટુર્નામેંટ જીત્યા પછી રોનાલ્ડોએ સ્પેનમાં મારબેલા કન્ટ્રી ક્લબમાં એક શાનદાર વિલા ખરીદવાનું વિચાર્યું હતું. રોનાલ્ડોએ આ વિલા લગભગ 13 કરોડમાં ખરીદ્યું હતું.
ટ્યુરિન હોમ્સ :
2018માં તેમણે ફૂટબોલ ક્લબ જુવેટસ જોઇન કર્યું હતું અને પછી તેના થોડા જ દિવસ પછી ઇટલીના ટ્યુરિનમાં બે લકઝરી વિલા તેમણે ખરીદી લીધા. આ વિલામાં ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પુલ સાથે એક જિમ પણ શામેલ છે. રોનાલ્ડોના આ વિલાની કિમત અંદાજિત 51 કરોડ રૂપિયા છે. આ સિવાય યુરોપીય દેશ સિવાય અમેરિકામાં પણ તેઓનું એક વિશાળ એપાર્ટમેન્ટ છે ટ્રમ્પ ટાવરમાં 2500 સ્ક્વેરફૂટનો એક એપાર્ટમેન્ટ છે જેની કિમત 146 કરોડ રૂપિયા છે.
Photo: © Instagram (Main Image)
જો કે રોનાલ્ડો પાસે લગભગ 19 લક્ઝરી કાર છે, પરંતુ તેમાંથી સૌથી પાવરફુલ બુગાટીની લક્ઝરી ચેન્ટિડિઓચી છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં આ ગાડીના માત્ર 10 યુનિટ જ બન્યા છે. જેમાંથી એક રોનાલ્ડો પાસે છે. આ કારની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. કારની સૌથી મોટી ખાસિયત તેની સ્પીડ છે. માત્ર 0 થી 2.4 સેકન્ડમાં તે 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.
આ સિવાય રોનાલ્ડો પાસે રોલ્સ રોયસ ફેટમ, લેમ્બોર્ગિની અવેન્ટાડોર એલ પી 700-4 અને મર્સિડીઝ બેન્ઝ જીએલઈ 63 પણ શામેલ છે. આ બધી કાર ખૂબ જ ઝડપી અને આધુનિક છે.
રોનાલ્ડો મોંઘી ગાડીઓ અને આલીશાન ઘર સાથે મોંઘી ઘડિયારો એટલે બ્રાન્ડેડ વૉચના પણ ખૂબ શોખીન છે. કહેવાય છે કે તેમની પાસે વિશ્વની સૌથી મોંઘી વૉચ છે. રોલેક્સ જીએમટી માસ્ટર આઈસ આ વૉચની કિમત 3.5 થી 4 કરોડની આસપાસ છે, હૂબલોટ માસ્ટરપીસ એમપી-09 ટુરબિલિયન બાય-એકિસસ આ વૉચને ડાયમંડ અને રોઝકટ ડાયમંડ સાથે તૈયાર કરવામાં આવી છે તેની કિમત 11 કરોડ કહેવામાં આવી રહી છે. આ સિવાય તેમની પાસે એક એવી વૉચ છે જએ 5 ટાઈમ ડાયલ સાથે છે જેમાં ન્યુયોર્ક, પેરિસ, લોસ એન્જેલિસ અને ટોક્યોનો સમય બતાવે છે. રોનાલ્ડોની આ વૉચ જ્વેલરી અને વૉચ ડિઝાઇનર જેકબ ઓરમએ ડિઝાઇન કરી છે.
2015 માં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ખાનગી જેટ ગલ્ફ સ્ટ્રીમ G200 ખરીદ્યું હતું. આ જેટની કિંમત 197 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે જ્યારે રોનાલ્ડોએ આ લક્ઝરી જેટ લીધું ત્યારે તે રિયલ મેડ્રિડ તરફથી રમતા હતા. આ પ્રાઈવેટ જેટની સૌથી મોટી ખાસિયત તેની શાનદાર સ્પીડ છે, આ જેટ 901 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
આ સિવાય રોનાલ્ડો પાસે બીજું એક વિશાળ જેટ ગલ્ફસ્ટ્રીમ 650 છે. ગલ્ફ સ્ટ્રીમ 650ની કિંમત 509 કરોડ રૂપિયા છે. આ જેટ એટલું મોટું છે કે તેમાં 18 લોકો મુસાફરી કરી શકે છે અને તે 954 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team