હવે સ્વીટ કોર્ન પકોડા ખાવા માટે તમારે ક્યાય બહાર નહીં જવું પડે કેમ કે તેની સરળ રેસિપી તમારી સમક્ષ લઈને આવ્યા છીએ.
ચોમાસમાં સાંજના સમયે એક કપ ચા સાથે ટેસ્ટી પકોડા ના ખાધા તો તમારો ચોમાસું બેકાર ચાલ્યું જશે. આજ કાલ વરસાદ જોઈને લગભગ બધા જ ઘરમાં માતા – બહેન અથવા વાઈફને કહે છે કે આજે કોઈ સ્વાદિષ્ટ પકોડા બનાવો જે ચા સાથે આરામથી ખાઈ શકાય. આવામાં તમને કોઈ ટેસ્ટી રેસિપી નથી ખબર તો એજ પકોડા બનાવવા લાગશો જે તમે દર વખતે બનાવો છો.
જો તમે નોર્મલ બટાકા – ડુંગળી, ડુંગળી – પાલક અને દૂધીના પકોડા ખાઈ ખાઈને ધરાઈ ગયા હોય તો આ વખતે ટ્રાય કરો સ્વીટ કોર્ન પકોડા. સ્વીટ કોર્ન, કોથમીર, ક્રીમ અને ચાટ મસાલાથી તૈયાર આ કોમ્બિનેશન તમારી સાંજને સુંદર બનાવી દેશે. આ પકોડાના ફ્લેવર્સ એવા છે કે એક વાર એને ચાખ્યા પછી તમારા પરિવારના લોકો બોલી ઉઠશે કે યાર કાલે જે પકોડા બનાવ્યા હતા આજે પણ બનાવી ટેસ્ટ કરાવી દો પ્લીઝ. આને તમે તમારી મનપસંદ ચટણી સાથે પીરસી શકો છો. તો ચાલો જાણીયે કે કેવી રીતે બનાવી શકાય છે સ્વાદિષ્ટ કોર્ન પકોડા.
- ટોટલ ટાઈમ :- 25 મિનિટ
- તૈયારી સમય :- 15 મિનિટ
- કુકીંગ ટાઈમ :- 10 મિનિટ
- સર્વિંગ્સ :- 3
- કુકીંગ લેવલ :- મીડિયમ
- કેલરીઝ :- 175
સામગ્રી :
- સ્વીટ કોર્ન 2 કપ
- કોથમીર 2 ચમચી
- ક્રીમ 2 ચમચી
- લીલા મરચાં 3
- બેકિંગ પાઉડર 1/2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મીઠુ સ્વાદપ્રમાણે
- લીંબુ રસ 1 ચમચી
- તેલ 2 કપ
- મરી 1/2 ચમચી
- મેંદો 1 કપ
- લસણની પેસ્ટ 1/2 ચમચી
બનાવવાની પધ્ધતિ :
- સૌથી પહેલા એક વાસણમાં કોર્ન, લીલા મરચાં, કોથમીર, ગરમ મસાલા અને લસણની પેસ્ટ નાખી સરખી રીતે મિક્સ કરી દો.
- હવે તેમાં મીઠુ, ક્રીમ અને લીંબુનો રસ નાંખો અને તે પણ સરખી રીતે મિક્સ કરી લો.
- 2 થી 3 મિનિટ પછી તેમાં બેકિંગ પાઉડર અને મેંદો નાંખો અને તેમાં હલકું પાણી નાખી સરખું મિક્સ કરી કપડાના આકારમાં બનાવી લો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેને નાખી દો અને બ્રાઉન થાય ત્યાં સુધી સરખી રીતે ફ્રાય કરી દો.
- બાકીના પકોડા પણ આવી રીતે જ ફ્રાય કરી દો.
- હવે તેના ઉપરથી ચાટ મસાલો નાખી તમારી મનપસંદ ચટણી અને ચા સાથે સર્વ કરો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.