રસોડાનું કામ ખૂબ વધારે હોય છે અને તે ઘણા લોકો માટે થાકભર્યું પણ હોય છે. કેટલાકને તો આ વાતનો અંદાજો પણ હોતો નથી કે તે પોતાનો કેટલો સમય રસોડામાં વિતાવે છે. રસોડાનું કામ કરવુ મુશ્કેલ ચોક્કસપણે હોય છે, પરંતુ તેનો મતલબ એ નથી કે તમે કેટલીક ટિપ્સ નો ઉપયોગ કરી સરળ ન બનાવી શકો. રસોડા નું કામ જલ્દી અને યોગ્ય રીતે કરવા માટે તમને આ હેક્સ મદદ કરશે.
શાક, રોટલી, ભાત બનાવવા કે પછી સફાઈ કરવા અને વસ્તુઓ અને સ્ટોર કરવા માટે આ હેક્સ તમને ખૂબ જ ઉપયોગી થઇ શકે છે. તો ચાલો જાણીએ આવા જ 10 હેક્સ વિશે.
શાકભાજીનો મસાલો જે બે અઠવાડિયા સુધી ચાલે છે
જો તમે કામ કરી રહ્યા હોય અને સવારમાં રસોઈ બનાવવી થોડી મુશ્કેલ લાગી રહી હોય તો એક શાકભાજીના મસાલાની પેસ્ટ બનાવી લો જે બે અઠવાડિયા સુધી ચાલે.
સામગ્રી –
2 ડુંગળી | 2 ટામેટા | 4 ઇંચનું આદુ | 12 લસણની કળીઓ
દરેકને ટુકડામાં કાપીને મિક્સરમાં પીસી લો, ત્યારબાદ કડાઈમાં વધારે તેલ ગરમ કરી 15 મિનિટ સુધી ધીમા તાપે પકવો. મીઠું નાખવું નહીં. આ પેસ્ટનો ઉપયોગ તમે કોઈપણ શાક બનાવવામાં કરી શકો છો.
કોફતા કે મંચુરિયન બોલ્સ ફાટશે નહીં
ઘણીવાર કોફતા કે મન્ચુરિયન બોલ વગેરે બનાવતા વધારે ફાટી જાય છે. આવી સ્થિતિમાં તમે જે કોઈપણ શાક ગ્રેટ કરી રહ્યા હોય, તે ગ્રેટ કર્યા પછી તેમાં તરત જ બધા મસાલા ન નાખો. તેના બદલે તેમાં ફક્ત મીઠું નાખીને 15 મિનિટ સુધી રાખી દો.
ત્યારબાદ શાકભાજીમાં પાણી છૂટી જશે અને જેટલું પણ પાણી હોય તે નીચોવી લો અને ત્યારબાદ કોફતા બનાવવા. આમ કરવાથી કોફતા અને મંચુરિયન બોલ્સ ફાટશે નહીં અને બજાર જેવા જ પરફેક્ટ બનશે.
ક્યારેય નહીં ફાટે કઢી
મોટાભાગના લોકોની સમસ્યા એ હોય છે કે કઢી કે દહીંની કોઈપણ વસ્તુ ફાટી જાય છે. કાઢીમાં ઉફાણ આવ્યા પછી ભલે તમે મીઠું નાખો તેમ છતાં તે ફાટેલા જેવી લાગે છે. આવી સ્થિતિમાં તમારે મીઠું ગેસ બંધ કર્યા પછી નાખવું. તમે કાઢી ને સરખી રીતે પકાવી અને ત્યારબાદ જ મીઠું નાખો. ગેસ બંધ કર્યા પછી પણ બે-ત્રણ મિનિટ સુધી તેટલું તાપમાન હોય છે કે મીઠું સરખી રીતે ઓગળી જાય.
રાંધ્યા પછી પણ કેટલાક સમય સુધી આ રીતે રોટલી નરમ રહેશે
સામાન્ય રીતે રોટલી રાંધ્યાના થોડા સમય પછી કડક થવા લાગે છે અને ઘણા લોકો માટે આવી રોટલી ખાવી મુશ્કેલ પડે છે. આવી સ્થિતિમાં, લોટ બાંધતી વખતે,ધ્યાનમાં રાખો કે તમે પાણી અને થોડું દૂધ મિક્સ કરીને લોટ બાંધો. આમ કરવાથી રોટલી ક્યારેય કડક નહીં થાય અને ઘણા કલાકો સુધી નરમ રહેશે. સામાન્ય રોટલી જે રીતે બને છે તેવી જ રીતે તેને બનાવવામાં આવે છે.
પુલાવ અને બિરયાનીના ચોખા ચોંટશે નહીં
જો આપણે પ્રેશર કૂકરમાં પુલાવ કે બિરીયાની બનાવીએ તો ઘણી વાર ચોખા ચોંટી જાય છે અને ખીલતા નથી. આવી સ્થિતિમાં, તમારે તેમને બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરવો જોઈએ. સૌ પ્રથમ કુકરમાં શાક ફ્રાય કર્યા પછી તેમાં ચોખા નાખીને ફ્રાય કરી લો અને પછી પાણી ઉમેરો. તમારી પાસે જેટલા પણ ચોખા છે તેના કરતાં અડધો ગ્લાસ વધુ પાણી ઉમેરો અને પછી તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરો. આનાથી તમારા પુલાવ કે બિરિયાની બધુ જ ખીલેલું બનશે.
ચોખામાંથી નહીં આવે બળેલી વાસ
જો તમારા વાસણ અથવા કૂકરમાં ચોખા બળી ગયા હોય અને તમને ડર હોય કે રાંધેલા ચોખા બળી જવાની દુર્ગંધ આવશે, તો તમારે ફક્ત ચોખાને એક પ્લેટમાં કાઢી લો અને પછી તેને પંખા નીચે મૂકી દો. આમ કરવાથી ચોખાની બળી ગયેલી વાસ માત્ર 2-3 મિનિટમાં જ દૂર થઈ જશે. જો તમે વાસણો બદલીને ચોખાને હવામાં ન રાખો તો આ દુર્ગંધ જળવાઈ રહેશે.
ગ્રેવીના શાકમાં મીઠું વધારે હોય તો શું કરવું?
જો રાંધતી વખતે ગ્રેવીના શાકમાં મીઠું વધી ગયું હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. કાચા બટાકાના 4-5 લાંબા ટુકડા કરીને ગ્રેવીમાં નાખી દો. જો તમારે શાકમાં બટાકા ન જોઈતા હોય તો પછી તમે તેને કાઢી પણ શકો છો, નહીંતર તેને શાકની સાથે જ પાકવા દો. શાકભાજીમાં મીઠું ઓછું કરવાની આ સૌથી ઝડપી રીત છે. આ બચેલા બટાકાનો ઉપયોગ તમે અન્ય કોઈપણ શાકભાજીમાં કરી શકો છો.
વધેલા ચોખાને કેવી રીતે ફ્રેશ કરવા
જો તમારી પાસે બચેલા ચોખા છે અથવા તે ઠંડા થઈ ગયા છે અને તમારી પાસે કોઈ માઈક્રોવેવ નથી જેમાં ચોખાને ગરમ કરી શકાય, તો તમે આ ટ્રિક અજમાવી શકો છો. તમે ખાલી ચોખાને ઉકળતા પાણીમાં નાખો અને 1 મિનિટ પછી તેને બહાર કાઢીને ચાળી લો. તેને 1 મિનિટથી વધુ પાણીમાં ન રાખવા, નહીં તો તે વધારે રંધાઈ જશે. આમ કરવાથી ચોખાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે અને તે બિલકુલ એવો જ લાગશે કે જાણે તે હમણાં જ બનાવ્યો છે.
ટી સ્ટેનરને સરળતાથી કેવી રીતે ફિલ્ટર કરવું
જો તમારી પાસે સ્ટીલનું સ્ટેનર હોય અને તે કાળું થઈ ગયું હોય, તો તમે તેને સીધું ગેસ પર મૂકીને સાફ કરી શકો છો. વાસ્તવમાં, આવું એટલા માટે થાય છે કારણ કે તેમાં જામી ગયેલી ચા જાતે જ બળીને સળગવા લાગે છે. પ્લાસ્ટિક સ્ટ્રેનરમા આવું કરશો નહીં. આ માટે આયર્ન અથવા સ્ટીલ સ્ટ્રેનર સારું રહેશે. ઉપરાંત તે વધુ આગ પર ન કરો નહીં તો તે બળી શકે છે. તમે તેને બંને બાજુથી સાફ કરો અને તેને વારંવાર પલટાતા રહો. આવું કર્યા પછી સ્ટ્રેનર સરળતાથી સાફ થઈ જશે.
દહી યોગ્ય રીતે જામે તે માટે આ વસ્તુઓ કરો
જો તમે દહીં બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છો, તો ધ્યાનમાં લેવાની પહેલી વસ્તુ દૂધનું તાપમાન છે. દૂધ એટલું ગરમ હોવું જોઈએ કે જ્યારે તમે આંગળી નાખો ત્યારે તે હૂંફાળું લાગે. તેને ક્રીમ સાથે રાખો અને તેમાં 1 ચમચી દહીં ઉમેરો. આ પછી, તવાને ગરમ કરો અને આ દહીંની હાંડીને ગરમ તવા પર મૂકો. તમારું દહીં ઘણું ઘટ્ટ થશે અને સારી રીતે જામી જશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team