નિયમિત ફક્ત એક કપ આ લીલી શાકભાજીનું સેવન કરો, જેનાથી ઝડપથી વજન ઘટાડવામાં મળશે મદદ

વજન ઘટાડવું એ લોકો માટે એક ખૂબ મોટો ટાસ્ક છે. આ માટે લોકો કેટલીય રીતો અપનાવે છે, પરંતુ આજે અમે તમને એક એવા લીલા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને તમારી વેઇટ લોસ જર્નીમા તમારી ઘણી મદદ કરી શકે છે, આ શાકભાજી બજારમાં સરળતાથી મળી રહે છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે આ કોઈ વરદાનથી ઓછું નથી.

વજન ઘટાડવું એ આજકાલ લોકોની સૌથી મોટી સમસ્યા છે. વજન વધારવું તો ઘણું સહેલું હોય છે પણ ઓછું કરવું એટલું જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં લોકો તેને ઘટાડવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવે છે. વજન ઘટાડવાની યાત્રામાં લીલા શાકભાજી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. લીલા શાકભાજી એ સ્વસ્થ અને સંતુલિત ડાયેટનો ભાગ છે.

લીલા શાકભાજીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતો પણ એવું સૂચવે છે કે દરેક ભોજનમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે. આ સાથે, એવું પણ સૂચવવામાં આવે છે કે આહારમાં વિવિધ રંગોની શાકભાજીનો સમાવેશ કરવો ફાયદાકારક હોય છે. પરંતુ જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે એક લીલા પાંદડાવાળી શાકભાજી છે જે તમને ઘણી મદદ કરી શકે છે.

તાજેતરમાં, એક ડાયટિશિયન જેની ચેમ્પિયનનું કહેવું છે કે પાલક વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેનીએ કહ્યું કે પાલક એક સુપર લો-કેલરી ફૂડ છે. જેનીએ જણાવ્યું કે 100 ગ્રામ પાલકમાં 23 કેલરી મળી આવે છે. આ ઉપરાંત 100 ગ્રામ પાલકમાં 1.5 ગ્રામ કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. જેનીએ વધુમાં જણાવ્યું હતું કે સમયાંતરે કરાયેલા સંશોધનમાં આ બાબત જાણવા મળી છે કે આહારમાં કાર્બ ઘટાડવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આવી સ્થિતિમાં, જો તમે લો કાર્બ ડાયટ ફોલો કરી રહ્યાં છો, તો પાલક તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત પાલક એક હાઈ ફાઈબર ફૂડ છે.

જેનીએ કહ્યું કે ફાઈબરયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ ઉપરાંત તમારે બાથરૂમ સબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો નથી. તેનાથી તમારૂ પાચનતંત્ર યોગ્ય રહે છે. પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે, આવી સ્થિતિમાં પાલકનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, વધુ માત્રામાં પાલકનું સેવન કરવાથી કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં રોજ માત્ર એક કપ પાલકનું જ સેવન કરવું જોઈએ. તમે સલાડ રૂપે કાચી પાલકનું સેવન પણ કરી શકો છો.

આ રીતે બનાવો પાલક સ્મૂધી

પાલકનો પોતાનો કોઈ સ્વાદ હોતો નથી, આવી સ્થિતિમાં તમે તેમાં બીજી કેટલીક વસ્તુઓ મિક્સ કરીને તેને સ્મૂધીની જેમ ખાઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવવી પાલકની સ્મૂધી

સામગ્રી

  • એક સંતરુ (છાલ કાઢેલું)
  • એક તૃત્યાંશ કપ સ્ટ્રોબેરી
  • એક કપ કાચી પાલક
  • એક કપ બદામનું દૂધ

પાલકની સ્મૂધી બનાવવાની રીત

બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં નાખો. ત્યારબાદ દરેકને યોગ્ય રીતે બ્લેન્ડ કરો અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. તમારી પાલક સ્મૂધી તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *