હમણાં સુધી તમે નારિયેળમાંથી બનેલી અનેક પ્રકારની બરફીનો ટેસ્ટ કર્યો જ હશે. પરંતુ આજે ગુલાબ નારિયેળની બરફી બનાવતા શીખવાડીશું.
Image Source
એક નજર :
- રેસિપી કવીઝીન : ભારતીય
- કેટલા લોકો માટે : 1-2
- સમય : 15 થી 20 મિનિટ
- ભોજનનો પ્રકાર : વેજ
સામગ્રી :
- 1 કપ માવો
- 2 કપ નારિયેળ પાઉડર
- 3/4 કપ ખાંડ
- 2-4 ટીપા ગુલાબ એસેન્સ
- 1 ચમચી એલચી પાઉડર
- 1/4 ચમચી ફૂડ કલર
- 2 ચમચી પિસ્તા (સમારેલા)
- 2 ચમચી નારિયેળ પાઉડર
બનાવવાની રીત :
- સૌ પ્રથમ, એક વાસણમાં નારિયેળ પાઉડર, ગુલાબનું એસેન્સ, એલચી પાઉડર અને ખાંડનું બૂરું નાખીને મિક્સ કરો અને તેને 20 મિનિટ સુધી ઢાંકીને રાખો.
- નિર્ધારિત સમય પછી મધ્યમ ગેસ પર કડાઈ મુકો.
- તેમાં માવો, નારિયેળ પાઉડરનું મિશ્રણ અને ખાંડ નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી ચડવો.
- જયારે મિશ્રણ કડાઈને છોડવાનું શરૂ કરે, ત્યારે ગેસ બંધ કરો અને પ્લેટમાં કાઢી લો.
- મિશ્રણને બે ભાગમાં વહેચોં.
- એક ભાગમાં લાલ ફૂડ કલર મિક્સ કરો.
- હવે ટ્રેને ઘી વડે ગ્રીસ કરી લો.
- પહેલા સાદું મિશ્રણ ઉમેરો પછી ઉપરથી કલરવાળુ મિશ્રણ ઉમેરી સેટ કરો.
- તેના ઉપર નારિયેળનો પાઉડર નાંખો અને સમારેલા પિસ્તા ઉમેરો.
- ટ્રેને 1 કલાક સેટ કરવા માટે ફ્રીઝમાં રાખો.
- નિયત સમય પછી ફ્રીઝમાંથી ટ્રે બહાર કાઢી લો.
- તો હવે ગુલાબની નારિયેળની બરફી તૈયાર છે. ઈચ્છીત ટુકડા કાપીને સર્વ કરો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.