બાળકોને આ આદતો શાળામાં જ શીખવવી જોઈએ, નહિતર ભવિષ્ય બગડી શકે છે

  • by

Image Source
શાળા એક એવુ સ્થળ છે જ્યાં બાળક તેમના જીવનના ઘણા મહત્વના પાઠ શીખે છે પરંતુ ઘણી ટેવ અને નિયમ એવા પણ છે જેને અહી શિખવવા માટે અવગણવામાં આવે છે. જો બાળકોને શાળામાં જ કોઈ કુશળતા શીખવવામાં આવે તો તેનાથી તેનું ભવિષ્ય સુધારી શકે છે અને જીવન સરળ બની શકે છે.

શાળામાં બાળકોને ઘણું બધું શિખવવામાં આવે છે જે આગળ જતા કારકિર્દીમાં જ નહિ પરંતુ જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. આપણે શાળામાં જ મિત્ર બનાવતા શીખીએ છીએ, વાંચતા શીખીએ છીએ, સામાજિક જોડાણ સમજીએ છીએ અને ઘણું બધું જાણવાની તક મળે છે. જોકે, શિષ્ટાચારના કેટલાક મૂળભૂત નિયમો અને ટેવ છે, જે ભાગ્યે જ શાળામાં શિખવવામાં આવે છે. અહીં અમે તે ટેવ અને નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકોને શાળામાં શીખવવી જોઈએ પરંતુ મોટાભાગે શાળામાં તેના પર ધ્યાન આપતા નથી.

Image Source
બાળકોને કુશળતા શીખવો

ઘર ઉપરાંત સામાજિક કુશળતા શીખવા માટે શાળા સૌથી યોગ્ય સ્થળ છે. અહી આજુબાજુ પોતાની ઉંમરના ઘણા બાળકો છે. તેની સાથે વાત કરવી સરળ હોય છે અને બાળકો એક બીજા સાથે મુક્તપણે વાત કરી શકે છે. જોકે,વાતચીતની સાથે બાળકોને ઘણી કુશળતા અને ટેકનિક શિખવવી જરૂરી છે. કમ્યુનિકેશનને લગતી ઘણી બાબતો હોય છે, જેને બાળકોએ ધ્યાનમાં રાખવી જોઈએ.


આઈ ટુ આઇ કોન્ટેક્ટ

ફેસ ટુ ફેસ વાતચીતમાં નજર ફેરવવી એ ખૂબ ખોટું માનવામાં આવે છે. જ્યારે તમે કોઈ સાથે વાત કરો છો, ત્યારે આંખ સાથે આંખનો સંપર્ક રાખવો ખૂબ જરૂરી હોય છે નહીતર વાત બનવાને બદલે બગડી શકે છે. કોઈ સાથે વાત કરતી વખતે બાળકોને આંખ દ્વારા સંપર્ક કરતા આવડવું જોઈએ જેથી તેનો આત્મવિશ્વાસ દેખાઈ શકે.

વર્તણુંક કેવું હોવું જોઈએ

કોઈપણ પરિસ્થિતિને સમજવી અને પછી તે પ્રમાણે વ્યવહાર કરતા આવડવું જોઈએ. જો તમે પરિસ્થિતિથી વિપરીત વર્તણુંક કરો છો, તો તેનાથી તમારે જ નુકશાન ભોગવવું પડે છે. માતાપિતા ઉપરાંત બાળકોને પણ શાળામાં પરિસ્થતિ મુજબ પોતાને ઢાળતા આવડવું જોઈએ. આ કામ બાળકો માટે શિક્ષક કરી શકે છે. જો બાળક નાની ઉંમરમાં જ આ કૌશલ્ય શીખી લેશે, તો તેનાથી ભવિષ્યમાં ફક્ત વ્યાવસાયિક જ નહિ પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ ઘણી મદદ મળશે.

Image Source
શેર કરતા શીખવો

શેરિંગ નો અર્થ છે કે બાળકે નિસ્વાર્થ રહેવું, બીજાની મદદ કરવી અને દયાભાવ શીખવાની છે. બાળકે શાળામાં તેમના મિત્રો સાથે લંચ ઉપરાંત પુસ્તકો, પેન્સિલ વગેરે પણ શેર કરવાનું શીખવો. શેરીંગ ની ટેવથી ફક્ત બાળકને જ ફાયદો નથી થતો, પરંતુ તેનાથી બીજાને પણ ઘણી મદદ મળે છે.

Image Source
સંમત થવું
આજના સમયમાં મોટાભાગના વયસ્કો ને બીજાનું મંતવ્ય કે સલાહ પર સંમતિ આપવામાં મુશ્કેલી પડે છે. આ ખૂબ જ બેઝિક આદત છે જે બાળકોમાં હોવી જોઈએ. જ્યારે બાળકો બીજાની વાતો સાંભળી અને સાચા-ખોટા ઉપર પોતાની સંમતિ આપતાં શીખશે, ત્યારે જ તે પોતાના મિત્રોને સન્માન આપશે. જો તમે બીજા સાથે સંમત રહેતા શીખી લીધું, તો તમારો આગળનો માર્ગ ઘણો સરળ બની શકે છે. તેનાથી વર્તણુંક સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *