ફ્રાઈડ રાઇસ રાંધેલા ચોખામાંથી બનાવવામાં આવે છે. તે ઘણી શાકભાજીનો વઘાર કરીને બનાવવામાં આવે છે. ચોખામાં માખણ અને લસણનો વઘાર કરીને ચીઝ ગાર્લિક ફ્રાઈડ રાઈસનો સ્વાદ અદ્ભુત બની જાય છે.
ચીઝ ગાર્લિક ફ્રાઈડ રાઇસ રેસીપી – જ્યારે ભૂખ લાગે છે, ત્યારે ફટાફટ કંઈક ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે બચેલા ભાત રાખ્યા હોય, તો તમે તેને તરત જ અને સ્વાદિષ્ટ ફ્રાઈડ રાઇસ બનાવીને ખાઈ શકો છો. જ્યારે ફ્રાઈડ રાઇસમાં ચીઝ અને લસણનું કોમ્બિનેશન જોવા મળે છે, ત્યારે તેનો સ્વાદ અદ્ભુત આવે છે. આવો જાણીએ ચીઝ ગાર્લિક ફ્રાઈડ રાઈસ બનાવવાની ખૂબ જ સરળ રીત…
સામગ્રી
- 2 કપ રાંધેલા ચોખા
- લસણની 6 કળી બારીક સમારેલી
- અડધો કપ લીલું લસણ બારીક સમારેલુ
- એક ડુંગળી બારીક સમારેલી
- 1 મોટી ચમચી ફ્રેંચ બીન્સ બારીક સમારેલી
- અડધો કપ કોબી બારીક સમારેલી
- અડધો કપ ફુલાવર બારીક સમારેલું
- એક ગાજરની છાલ કાઢીને છીણી લો
- એક મોટી ચમચી લસણની પેસ્ટ
- 2 ચમચી માખણ
- સ્વાદ મુજબ મીઠું
બનાવવાની રીત
સૌપ્રથમ ધીમા તાપે એક કડાઈમાં માખણ ગરમ કરી લો. તેમાં લસણ અને ડુંગળી નાખીને એક મિનીટ સુધી સાંતળો. હવે વાસણમાં ફ્રેન્ચ બીન્સ, કોબીજ, ફુલાવર, ગાજર અને મીઠું નાખીને મિક્સ કરો. તે ને થોડા સાંતળ્યા પછી તેમાં રાંધેલા ચોખા, લસણની પેસ્ટ અને થોડું પાણી નાખીને મિક્સ કરો. લીલુ લસણ નાખીને મિક્સ કરો. પછી વાસણને ઢાંકીને તાપ ધીમો કરી ત્રણથી ચાર મિનિટ સુધી રાંધો. નિર્ધારિત સમય પછી ગેસ બંધ કરી બે મિનીટ પછી ઢાંકણ ખોલી ચોખાને યોગ્ય રીતે હલાવો.
તૈયાર છે તમારા ચીઝ ગાર્લિક ફ્રાઇડ રાઈસ
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team