સનાતન ધર્મમાં ૐને ખૂબ પવિત્ર અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ અ, ઉ અને મ્ આ ત્રણ અક્ષરથી મળીને બન્યો છે. માન્યતા છે કે આ ત્રણ અક્ષરોમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. જેમાં અ અક્ષર સૃષ્ટિ, ઉ અક્ષર સ્થિતિ અને મ્ અક્ષર લયને દર્શાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ મંત્રની પહેલા ૐનું ઉચ્ચારણ કરવાથી આ મંત્રનો પ્રભાવ વધુ વધી જાય છે. તો હવે તમને જણાવી દઈએ ૐના ઉચ્ચારણથી થતાં ફાયદા વિષે.
ૐના ઉચ્ચારણથી થતાં લાભ
ૐનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે, જેનાથી તે પોતાના ગુસ્સા પર કાબૂ કરી શકે છે. તો તમને જણાવી દઈએ કે આમ કરવાથી પાચન તંત્ર પણ વધુ સારું બનાવી શકીએ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાગ્રતાથી ૐનું ઉચ્ચારણ કરવામાં આવે તો તમે બ્રહ્માંડ અને ઈશ્વર સાથે જોડાઈ શકો છો. તણાવથી તમને છુટકારો મળે છે. એટલે તમને તણાવ કે વધુ ચિંતા રહેતી હોય તો ૐનું ઉચ્ચારણ કરી શકો છો.
ૐ તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ ઉપરાંત જો નિયમિતપણે ૐનો જાપ કરો છો તો શ્વાસને નિયંત્રિત કરવામાં અને પેટના સ્નાયુઓમાં તણાવ દૂર કરવામાં મદદ કરે છે.
ૐનો જાપ કરવાથી તમારા શરીરના વિવિધ ભાગો પર અસર થાય છે. જેના કારણે તે બ્લડ પ્રેશર અને રક્ત પરિભ્રમણને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
ૐનો જાપ કરતી વખતે હંમેશા શાંત અને સપાટ જગ્યાએ બેસવું જોઈએ. જીવનમાં સકારાત્મક ફેરફારો અને સારા પરિણામો માટે તેના નિયમિત જાપની ભલામણ કરવામાં આવે છે.
ૐનો જાપ કરતી વખતે સૌથી પહેલા પદ્માસન અથવા સુખાસનમાં બેસો. પછી તમારી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો. તે પછી શ્વાસ છોડતી વખતે ૐનો જાપ શરૂ કરો. કોઈપણ ક્ષેત્રમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરતી વખતે સ્પંદનો અનુભવો. તમે શરૂઆતમાં 108 વાર ૐનો જાપ કરી શકો છો. તે પછી ધીમે ધીમે જાપની સંખ્યામાં વધારો કરવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team