જો તમારા ઘરમાં સબ્જી નથી અને તમે કંઈક ચટપટું અને તીખું બનાવા માંગો છો તો તમે ચણા મસાલા ઘરે બનાવી શકો છો. ચણા મસાલા બનાવવા બહુજ સરળ છે અને તે 10 મિનિટમાં તૈયાર થઇ જાય છે. તેને તમે રોટલી, નાન વગેરે સાથે ખાઈ શકો છો.
આજે અમે તમને ગ્રેવી વગરના ચણા મસાલા બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. તમે ઈચ્છો તો તેને ગ્રેવી વાળા પણ ચણા મસાલા બનાવી શકો છો. તો ચલો જોઈએ કે ચણા મસાલા કેવી રીતે બનાવાય છે અને તેને બનાવવા આપણે કંઈ કંઈ વસ્તુની જરૂર છે.
સામગ્રી :
• ચણા 10 ગ્રામ
• તેલ 3 ચમચી
• જીરું 1/2 ચમચી
• મીઠો લીમડો 5-6
• ડુંગળી 1
• લીલા મરચાં 3
• આદુ લસણની પેસ્ટ 1/2 ચમચી
• મિર્ચ પાઉડર 1 ચમચી
• ધાણા પાઉડર 1/2 ચમચી
• મીઠું સ્વાદપ્રમાણે
• ગરમ મસાલો 1 ચમચી
• નારિયેળ પાઉડર 1 ચમચી
• લીંબુનો રસ 2 ચમચી
• કોથમીર
બનાવવાની પધ્ધતિ :
• સૌથી પહેલા ગેસ પર કઢાઈ મુકો અને તેમાં તેલ અને જીરું નાંખો.
• પછી તેમાં મીઠો લીમડો નાંખો અને પછી ડુંગળી તથા લીલા મરચાં નાંખો અને થોડી વાર ચડવો.
• પછી તેમાં લસણ ડુંગળીની પેસ્ટ, મિર્ચ પાઉડર, ધાણા પાઉડર અને થોડું મીઠું નાખી તેને ચડવો.
• ત્યારબાદ તેમાં ચણા નાંખો તથા તેમાં થોડું પાણી નાંખો.
• પછી તેમાં નારિયેળ પાઉડર અને ગરમ મસાલો નાંખો અને તેને 5 મિનિટ સુધી ચડવો.
• ત્યારબાદ તેમાં લીંબુ રસ અને નારિયેળ પાઉડર નાંખી ગેસ બંધ કરી દો.
• તો હવે તમારા ચણા મસાલા તૈયાર છે તમે ઈચ્છો તો તેમાં થોડું દહીં પણ નાખી શકો છો. હવે તેને ગરમાગરમ પુરી અથવા રોટી સાથે ખાઈ શકો છો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.