નવરાત્રિમાં માતા દુર્ગાની ને ખુશ કરવા માટે તેમના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે, અને નવરાત્રિમાં ભક્તો પોતાની મનવાંછિત ફળની પ્રાપ્તિ કરવા માટે પૂરા નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે, અને છેલ્લા દિવસે એટલે કે નવમા દિવસે નવ કન્યાઓને જેમને માતા દુર્ગાના નવ સ્વરૂપો સમાન માનવામાં આવે છે. તેમને શ્રદ્ધાથી ભોજન કરાવવામાં આવે છે આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલ 2022 ના દિવસે શનિવારથી શરૂ થઈ રહી છે
માતા દુર્ગાના પવિત્ર નવ દિવસ એટલે કે નવરાત્રી વર્ષમાં ચાર નવરાત્રી નો તહેવાર મનાવવામાં આવે છે ચૈત્ર અને શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલ 2022 ના દિવસે શનિવારે શરૂ થઈ રહી છે જે 11 એપ્રિલ 2022 ને સોમવારે સમાપ્ત થશે. નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપો હોય છે અને તેમની ખૂબ જ શ્રદ્ધાથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે અને એક માન્યતા છે કે નવરાત્રિમાં માતા નો પાઠ કરવાથી દેવી ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે.
કળશ સ્થાપનાનું શુભ મુર્હત:
- કળશની સ્થાપના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ હશે.
- 2 એપ્રિલ સવારે 6:10 વાગ્યા થી 8:29 વાગ્યા સુધી.
- કુલ સમય : 2 કલાક 18 મિનિટ
કળશ સ્થાપના કેવી રીતે કરવી?
કળશની સ્થાપના કરવા માટે સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને ચોખ્ખા કપડા પહેરો મંદિરની સાફ-સફાઈ કરીને સફેદ અથવા લાલ કાપડ પાથરો, આ કપડા ઉપર થોડા ચોખા મૂકો અને એક માટીના વાસણમાં જવ પલાળો, આ પાત્ર ઉપર પાણી થી ભરેલો કળશ સ્થાપિત કરો, કળશ ઉપર સાથીઓ બનાવીને તેની ઉપર નાડાછડી બાંધો. કળશમાં આખી સોપારી સિક્કો અને ચોખા નાખીને આસોપાલવના પાન મૂકો અને ત્યારબાદ એક નાળિયેર લો, તથા તેની ઉપર માતાજીની ચુંદડી લપેટીને દોરીથી બાંધી આ નારિયેળને કળશ ઉપર મૂકતી વખતે દેવી દુર્ગાની પ્રાર્થના કરો ત્યારબાદ દીવો પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિમાં દેવીની પૂજા કરવા માટે સોના ચાંદી તાંબા પીત્તળ અથવા માટીના કળશ સ્થાપિત કરવામાં આવે છે.
કયા દિવસે થશે માતા દુર્ગાના કયા સ્વરૂપની પૂજા?
1- નવરાત્રીનો પ્રથમ દિવસ 2 એપ્રિલ 2022 દિવસ શનિવાર: માતા શૈલપુત્રી પૂજા (ઘટસ્થાપન)
2- નવરાત્રીનો બીજો દિવસ 3જી એપ્રિલ 2022 દિવસ રવિવાર: મા બ્રહ્મચારિણી પૂજા
3- નવરાત્રી ત્રીજો દિવસ 4થી એપ્રિલ 2022 દિવસ સોમવાર: મા ચંદ્રઘંટા પૂજા
4- નવરાત્રિનો ચોથો દિવસ 5મી એપ્રિલ 2022 દિવસ મંગળવાર: મા કુષ્માંડાની પૂજા
5- નવરાત્રિનો પાંચમો દિવસ 6ઠ્ઠી એપ્રિલ 2022 દિવસ બુધવાર: મા સ્કંદમાતાની પૂજા
6- નવરાત્રિ છઠ્ઠો દિવસ 7મી એપ્રિલ 2022 દિવસ ગુરુવાર: મા કાત્યાયની પૂજા
7- નવરાત્રીનો સાતમો દિવસ 8 એપ્રિલ 2022 દિવસ શુક્રવાર: મા કાલરાત્રી પૂજા
8- નવરાત્રિનો આઠમો દિવસ 9 એપ્રિલ 2022 દિવસ શનિવાર: માતા મહાગૌરી
9- નવરાત્રી 9મો દિવસ 10મી એપ્રિલ 2022 દિવસ રવિવાર: માતા સિદ્ધિદાત્રી
10- નવરાત્રીનો દસમો દિવસ 11 એપ્રિલ 2022 દિવસ સોમવાર: નવરાત્રી પારણાં
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team