ગાજર અને મરચા નું અથાણું ખૂબ જ ઝટપટ બનતુ અથાણું છે. અને તેને બનાવવા માટે ખૂબ જ ઓછા મસાલા ની જરૂર પડે છે તથા તે મસાલા દરેક ભારતીય ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. મને આ અથાણાં નો ઉપાય એક હોટલમાંથી મળ્યો હતો. થોડા સમય પહેલાં અમે લોકો શિકાગો શહેરમાં એક ભારતીય રેસ્ટોરન્ટ માં ભરવા પરાઠા ખાવા ગયા હતા અને ત્યાં આ અથાણું અમે ત્યાં ખાધું હતું જે અથાણા કરતા સલાડ જેવું વધારે લાગી રહ્યું હતુ.અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતુ.
મેં આ અથાણાંને બીજા ઘણા બધા મારા મિત્રો ને ત્યાં પણ ચાખ્યું હતું પરંતુ દરેક જગ્યાએ સ્વાદ અલગ અલગ જોવા મળ્યો. અમે અહીં તમને સ્વાદિષ્ટ ગાજર અને મરચા ના અથાણા ની રીત જણાવવા જઈ રહ્યા છીએ. અને મેં અહીં આ અથાણાંને કંઈક બદલાવ કરીને તેને નવી રીતે બનાવ્યું છે જેનાથી આ અથાણું લાંબા સમય સુધી બગડે નહીં અને તેનો સ્વાદ પણ સારો રહે.
ગાજર અને મરચાનું અથાણું બનાવવાની રીત
500 ગ્રામ અથાણા માટે સામગ્રી
ગાજર ત્રણથી ચાર મધ્યમ | મોટા લીલા મરચા 150 ગ્રામ | તેલ ત્રણ મોટા ચમચા | સૂકું લાલ મરચું અડધી ચમચી | સરસવના વાટેલા બીજ અડધી મોટી ચમચી | હળદર પાવડર અડધી નાની ચમચી | મીઠું અડધી નાની ચમચી | ડીસ્ટીલ વિનેગર 1 મોટી ચમચી
બનાવવાની રીત
સૌપ્રથમ ગાજર ને ધોઈ ને સાફ કરી લો. ત્યારબાદ ગાજરને છોલીને ફરીથી ધૂઓ અને તેની પાતળી પાતળી સ્લાઈસ આપો તથા લીલાં મરચાં આદું મરચાની દાંડી દૂર કરો અને મરચાંને પણ ગાજર ની જેમ જ ગોળ કાપો. ગાજર અને લીલા મરચાને સાફ કરીને કપડાં ઉપર ફેલાવો તેની તાપમાન અમુક કલાક સુધી સૂકવવા મૂકો જોતા પાપ નથી તો ઘરે જ ગરમ હવામાન સૂકવવા માટે મૂકો જેનાથી શાકભાજીમાંથી વધારાનું પાણી નીકળી જાય આમ કરવાથી અથાણું ખરાબ થતુ નથી.
એક વાટકામાં તેલ, વિનેગર, મીઠું, લાલ મરચું, હળદર અને વાટેલી સરસવ લો અને દરેક સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરો. હવે આ મસાલામાં ગાજર અને મરચા નાખો અને દરેક સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
ગાજર અને મરચા ના અથાણા ને એક સાફ અને શુભ કાચના વાસણમાં મૂકો તમે એક દિવસ આ અથાણા નેતા બતાવી શકો છો અથવા તો એક બે કલાક માટે અથાણાની ઢાંકીને અલગ રાખો જેથી અથાણામાં રાઈનો સ્વાદ આવી જાય. સ્વાદિષ્ટ ગાજર અને મરચા નું અથાણું તૈયાર છે. આ અથાણાંને પરાઠાની સાથે ખાઈ શકો છો તે ખૂબ જ સારું લાગે છે આમ તો તમે તેને ભાત અને દાળ સાથે પણ ખાઈ શકો છો ઉત્તર ભારતના ભોજનમાં તેને પીરસવામાં આવે છે. તમે આ અથાણાંને અમુક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો.
અમુક ટિપ્સ
આ અથાણામાં તમે કોઈપણ મોટા મરચાનો ઉપયોગ કરી શકો છો. આમ તો તમે મરચાં અને ખુબ જ આસાનીથી ઘરે પણ ઉગાડી શકો છો. અમુક લોકો આ અથાણાં હળદર નાખતા નથી પરંતુ ઔષધિય ગુણોના કારણે આ અથાણામાં હળદર નાંખવી ખૂબ જ સારી રહેશે. અને તમે તમારા સ્વાદ અનુસાર તેમાં હળદર નો ઉપયોગ કરી શકો છો.
અથાણામાં વિનેગર નો પ્રયોગ વૈકલ્પિક છે વિનેગર નાખ્યું એટલા માટે છે કારણ કે તેનો ઉપયોગ કરવાથી અથાણું જલ્દી ખરાબ થતું નથી. અથાણું બનાવવા માટે ઉપયોગમાં લેવાતી શાકભાજીને જો તાપમાં અથવા તો હવામાં અમુક સમય માટે સુકવવામાં આવે તો તેનું વધારાનું પાણી નીકળી જાય છે.
અને અથાણું લાંબા સમય સુધી ખરાબ થતું નથી. આ અથાણાં માટે તમારી પાસે સમય નથી તો ગાજર અને મરચા ને તાપ દેખાડવો ખૂબ જ જરૂરી છે અથવા તો અથાણાના બની ગયા બાદ ફ્રિજમાં મૂકો અને અઠવાડિયા માટે તેનો ઉપયોગ કરો. તમે આ અથાણાંમાં પીસેલા મેથી દાણા ના બીજ પણ નાખી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team