ફળ અને શાકભાજીના રસ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો માટે હંમેશાં પ્રથમ પસંદગી રહી છે. કોઈપણ નિષ્ણાંત ડોક્ટરો અને કમજોર વ્યક્તિને હંમેશા ફળ અને શાકભાજી ખાવાની, અથવા એના રસ પીવાની સલાહ આપે છે. પરંતુ પોષક તત્વોથી ભરપૂર ફળ અને શાકભાજીના રસનું સેવન એ એક સ્વસ્થ વ્યક્તિ માટે પણ ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે, માટે દરેક વ્યક્તિએ એનું સેવન કરવું જોઈએ. કારણ કે, એની સાથે સ્વાસ્થ્ય ના ઘણાં લાભ જોડાયેલા છે.
શાકભાજી અને ફળના રસ શરીરને પોષણ તો આપે જ છે. પરંતુ અનેક બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત વૈજ્ઞાનિકો દ્વારા કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ફળ અને શાકભાજી ના રસનું સેવન કરવાથી વધતી ઉંમર ના લક્ષણોને ઓછા કરવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને ખાસ એ ચાર શાકભાજી અને ફળ વિશે જણાવીશું, જેના રસ સસ્તા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે.
દાડમનો રસ
દાડમમાં પોલીફીનોલ્સ જેવા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલાં છે. જે કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે, હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત તે ઉંમર સાથે જોડાયેલી બીમારીઓ ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે.
ગાજરનો જ્યુસ
ગાજરનો જ્યુસ માં ઘણા પ્રકારના એંટી ઓક્સીડેંટ રહેલા છે જે ઉંમર પ્રમાણે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે. ગાજરમાં લ્યુટીન નામનું એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે આંખો અને મસ્તિષ્કની માટે ખૂબ જ ફાયદાકારક છે. એમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે એક એન્ટીઓક્સિડેન્ટ છે.
જે આપણા શરીરમાં વિટામિન એ માં પરિવર્તિત કરવામાં ઉપયોગી બને છે.
બીટ
ઘણા ઓછા લોકો એવા હોય છે જેમને બીટ ખાવું પસંદ હોય છે. પરંતુ, બીટનો જ્યુસ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે, માટે બીટનો રસ સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. રેડોક્ષ બાયોલોજીના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે બીટનું જ્યૂસ પીવા વાળી વ્યક્તિઓમાં એક વિશિષ્ટ પ્રકારના બેકટેરિયા થી પીકે મળી આવે છે જે વેસ્ક્યુલર અને જ્ઞાનાત્મક સ્વાસ્થ્યને વધુ સારું રાખે છે.
ઘઉંના ઘાસનો રસ ( Wheatgrass )
આ એક એન્ટિ – એજિંગ ડ્રિન્ક છે, એટલે કે વૃદ્ધત્વ વિરોધી પીણું છે. ઘઉંના ઘાસમાં ક્લોરોફિલ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. આ એ તત્વ છે જે છોડને હર્યોભર્યો બનાવે છે. ક્લોરોફિલ મા ખૂબ જ શક્તિશાળી એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો રહેલા છે. જે અનેક બીમારીના જોખમને ઓછું કરે છે. ઉપરાંત સ્વાસ્થ્ય પણ સારું રાખે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team