બ્રિસ્ક વોક કોને કહેવાય છે?? અને તેનાથી શુ લાભ પ્રાપ્ત થાય છે….

ઝડપથી ચાલવું મધ્યમ તીવ્રતા વાળી એરોબિક એક્સરસાઈઝ છે. જેને બ્રિસ્ક વોક પણ કહેવામાં આવે છે. બ્રિસ્ક વોક સૌથી સરળ અને પ્રભાવી કાર્ડિઓ વર્કઆઉટમાની એક છે. આવા વ્યાયામ ની સૌથી સારી વાત એ છે કે એના માટે તમારે કોઇ પણ વિષય સાધન કે ટ્રેનિંગની જરૂર પડતી નથી. એના માટે ફક્ત સારી ક્વોલિટીના શૂઝ અને બ્રિસ્ક વોક માટે પોતાને સ્વસ્થ અને તૈયાર કરવું.

આજના લેખમાં અમે તમને બ્રિસ્ક વોક કોને કહેવાય છે અને તેનાથી થતા ફાયદા વિશે જણાવીશું.

બ્રિસ્ક વોક કોને કહેવાય છે

બ્રિસ્ક વોક એટલે કે ઝડપથી ચાલવું જે એરોબિક એક્સરસાઈઝ છે મધ્યમ એરોબિક ગતિવિધિના રૂપ માં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેનાથી વ્યક્તિને પરસેવો આવે છે અને એની હ્રદયની ગતિ વધી જાય છે. એ વાત તો કરી શકે છે પણ ગાઈ શકતો નથી.

ઝડપથી ચાલવા માટે વ્યક્તિએ 4.5 માઈલ પ્રતિ કલાક ની ઝડપે આગળ વધવાની જરૂર હોય છે. દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી ઝડપથી ચાલવા નું લક્ષ્ય રાખવું જોઈએ.

ઝડપથી ચાલવા ના ફાયદા

  • ઝડપથી ચાલવાથી વિવિધ પ્રકારના શારીરિક અને માનસિક લાભ પ્રાપ્ત થાય છે.
  • વજન ઘટાડવાની સાથે તે હૃદયના રોગો સામે પણ રક્ષણ આપે છે.
  • બ્લડપ્રેશર અને બ્લડ શુગરને ઘટાડે છે.
  • સાંધાના દુખાવામાં ફાયદાકારક છે.

ઝડપથી ચાલવાથી વજન ઘટે છે

ઝડપથી ચાલવાથી કૅલરી બર્ન કરવામાં, સ્નાયુ ઓ મજબૂત બનાવવામાં, મૂળ સુધારવામાં મદદ મળે છે. 2017 માં પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ, 10 મિનિટ ઝડપથી ચાલવાથી નિષ્ક્રિય લોકોને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ એટલું ઝડપથી ચાલવાથી મદદ નથી મળતી એના માટે આહાર અને કેલરીના સેવન પર પણ ધ્યાન આપવું જરૂરી બને છે.

કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્યમાં સુધારો

કેટલાક અભ્યાસ મુજબ અઠવાડિયામાં પાંચ દિવસ ઝડપથી ચાલવાથી હૃદયરોગમાં રક્ષણ મળે છે. નિયમિત કાર્ડિયો કસરત કરવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ સ્તરમાં ઘટાડો થાય છે.

સંતુલિત બ્લડ પ્રેશર

સંશોધનોમાં જાણવા મળ્યું છે કે નિયમિત કાર્ડિયો કસરત કરવાથી તમારા બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદ મળે છે.

સંતુલિત બ્લડ સુગર

નિયમીત રુપે ઝડપથી ચાલવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. જેનાથી તમારી માંસપેશીઓને કોશિકાઓ વ્યાયામ કરતા પહેલા અને એના પછી ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.

માનસિક સ્વાસ્થ્ય માં સુધારો

અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે કસરત કરવાથી આત્મસન્માન માં વધારો થાય છે, ઊંઘ સારી આવે છે, મગજ તેજ અને તીક્ષ્ણ બને છે.

સાંધાનો દુખાવો દૂર થાય છે

એનાથી સાંધાને ટેકો આપતા સ્નાયુઓ મજબૂત બને છે જે લોકો આર્થરાઇટિસ થી પીડાતા હોય એમને પણ ચાલવાથી ખુબ ફાયદો થાય છે. અઠવાડિયામાં પાંચ થી છ માઈલ ચાલવાથી સંધિવા સામે રક્ષણ મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધે છે

ચાલવાથી શરદી અને ફ્લૂ સામે રક્ષણ મળે છે. એક સંશોધન પ્રમાણે જે લોકો નિયમીત 30 થી 45 મિનિટ મધ્યમ ગતિથી ચાલે છે. એ લોકો ઓછા બીમાર પડે છે.

Image Source

બ્રિસ્ક વોકિંગ કરવાની સાચી રીત

બ્રિસ્ક વોક માટે સાચી જાણકારી હોવી જરૂરી છે. એના માટે વ્યવસ્થિત સુઝાને ઋતુ પ્રમાણેના કપડાં સિવાય યોગમુદ્રા અને હેતુપૂર્ણ પ્રવૃત્તિ જરૂરી છે. તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.

Image Source

યોગ્ય પગરખાં નો ઉપયોગ કરવો

તમારા પગની ગાદી અને ઝટકા ને તો આવશોષિત કરવા માટે જાડા લચીલા તળિયા વાળા શૂઝ પસંદ કરવા.

Image Source

હવામાનને અનુરૂપ કપડા પહેરવા

દરેક ઋતુ અને હવામાન અને અનુકૂળ કપડાં પહેરવા જોઈએ. જેમ કે ઠંડી ઋતુમાં બે-ત્રણ લેયર વાળા કપડા પહેરવા જોઈએ. જે તમને આરામદાયક સ્થિતિ માં રાખી શકે. જો તમે દિવસે બહાર જતા હોય તો તાપ સામે રક્ષણ મેળવવા માટે ચશ્મા, ટોપી અને સનસ્ક્રીન નો ઉપયોગ કરવો જોઈએ.

Image Source

વોર્મ અપથી શરૂઆત કરવી

સ્નાયુ ઓને ગરમ કરવા અને તમારા શરીરને ચાલવા માટે તૈયાર કરવા 5 થી 10 મિનિટ ધીમે ધીમે ચાલવું.

Image Source

ચાલ્યા બાદ આરામ કરવો

ઝડપથી ચાલ્યા બાદ માંસપેશીઓને ઠંડી કરવા માટે પાંચથી દસ મિનિટ સુધી ધીમે ધીમે ચાલવું જોઈએ. બ્રિસ્ક વોક કરતા સમયે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

  • ગળું, ખભા અને પીઠ શિથિલ હોવા જોઈએ. એ સખ્ત કે ટાઈટ હોવા જોઈએ નહીં.
  • હાથ મુક્તપણે ખસવા જોઈએ. કોણી વળેલી હોવી જોઈએ.
  • માથુ સીધુ અને ઉપરની તરફ હોવું જોઈએ. નજર સામે હોવી જોઈએ.
  • પેટની માંસપેશીઓ સખત અને પીઠ સીધી હોવી જોઈએ. આગળ અથવા પાછળ ની તરફ ઝૂકેલી હોવી જોઈએ નહી.
  • ચાલતા સમયે પગ આસાની થી ફરવો જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *