આમ જોવા જઈએ તો આપણે બ્રેડથી ઘણીબધી સારી સ્નેક્સ બનાવી શકીયે છીએ અને એમાંથી આજે એક રેસિપી તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે એકદમ ઝટપટથી બની જાય છે
જો બાળકોને સ્કુલમાં લેટ થઇ રહ્યું છે તો ઝટપટથી આ સ્નેક્સ બનાવી શકો છો. તમે તેને બાળકોને બ્રેકફાસ્ટ કે લંચમાં પણ આપી શકો છો.
આ બ્રેડ સ્નેક્સ એક અનોખી રેસિપી છે. બ્રેડનો ક્રિસ્પી સ્વાદ સ્પેશલ અને લાજવાબ છે.
સામગ્રી :
• 8 બ્રેડ
• બાફેલા બટાકા
• મકાઈના દાણા 2 ચમચી
• બારીક ડુંગળી 1
• લીલા મરચાં 4
• મેયોનીઝ 1/2 કપ
• લીલી ચટણી 2 ચમચી
• મીઠું સ્વાદપ્રમાણે
• બટર
સજાવવા માટે :
• ટોમેટો સોસ
• સેવ
બનાવવાની પધ્ધતિ :
• સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા બટાકા મેશ કરી લો.
• પછી તેમાં મકાઈના દાણા, ડુંગળી, લીલા મરચાં, મેયોનીઝ, લીલી ચટણી અને મીઠું નાંખો.
• આપણી આ બેટર બનીને તૈયારી થઇ ગઈ છે હવે આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
• પછી બ્રેડને લો અને કોઇ ગ્લાસની મદદથી કાપી લો.
• ત્યારપછી બ્રેડ પર થોડું બટર લગાવી દો અને તેના ઉપર બટાકાનો માવો મૂકી અને બીજી બ્રેડ પર થોડું બટર લગાવી ઢાંકી દો.
• પછી ઉપરવાળા ભાગ પર પણ થોડું થોડું બટર લગાવી દો.
• હવે ગેસ પર તવો મૂકી બંને બાજુથી ચડવી દો.
• બન્નેબાજુ થઇ જાય પછી તેને ઉતારી લો અને વચ્ચેથી કાપી બે ભાગ કરી દો.
• એની સાઈડના ભાગ પર થોડો ટોમેટો સોસ લગાવી દો અને તેની ઉપર થોડી થોડી સેવ નાખી દો.
• તો હવે ક્રિસ્પી, ખાટી મીઠી બ્રેડ સ્નેક્સ બનીને તૈયાર થઇ ગઈ છે.
નોંધ :
• આને તમારે જયારે ખાવુ હોય ત્યારે બનાવો, કેમ કે તે ઠંડી થાય પછી નથી સારી લાગતી.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.