આજે અમે તમારા માટે બ્રેડ પીઝાની રેસિપી લઈને આવ્યા છીએ, પીઝાનું નામ સાંભળતા જ નાના બાળકોના મોંમાં પાણી આવી જાય છે, પછી ભલે તે નોર્મલ પીઝા હોય અથવા તો બ્રેડ પિઝા. બ્રેડ પિઝા બનાવવામાં ખૂબ જ આસાન છે અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે, અને લોકો તેને બનાવવાની રીત પણ શોધતા જ હોય છે, તો આજે અમે તમને બ્રેડ પીઝાની રીત જણાવવા જઈ રહ્યા છીએ, તમે તેને જરૂરથી ટ્રાય કરજો તમને જરૂરથી આ બ્રેડ પીઝાની રેસીપી પસંદ આવશે.
સામગ્રી
બ્રેડ સ્લાઈસ – 6 ( વાઈટ અથવા બ્રાઉન ) | સ્વીટ કોર્ન – અડધો કપ બાફેલા | કેપ્સીકમ – 1 ઝીણું સમારેલું | ડુંગળી – 1 ઝીણી સમારેલી | ટામેટા – 1 પાતળી સ્લાઈસ |
બટર – 5 નાની ચમચી | મોઝરેલા ચીઝ – 1 કપ છીણેલું | કાળા મરી પાવડર – ¼ નાની ચમચી | પીઝા સોસ – 6 મોટી ચમચી | મીઠું સ્વાદ અનુસાર
બ્રેડ પીઝા બનાવવાની રીત
બ્રેડ પીઝા ની રેસીપી માટે સૌપ્રથમ તમે બ્રેડની સ્લાઇસ ઉપર બટર નું એક લેયર લગાવો, ત્યારબાદ તેની ઉપર પીઝા સોસ અથવા ટોમેટો કેચપ લગાવી તેના પછી કેપ્સીકમ, ટામેટા અને ડુંગળીની એક-એક પરત લગાવો.
હવે બાફેલી મકાઈ અથવા બેબી કોનની એક પરત લગાવી, તેની ઉપર કાળા મરી પાવડર અને મીઠું છાંટો, ત્યારબાદ છીણેલા ચીઝનું એક લેયર બ્રેડ પર લગાવો. આટલી તૈયારી કરી દીધા બાદ એક નોનસ્ટિક તવાને થોડો ગરમ કરીને એકથી દોઢ ચમચી બટર તવા ઉપર નાખો, જ્યારે બટર બરાબર ગરમ થઈ જાય ત્યારે ગેસ ધીમો કરો અને તવા ઉપર જેટલા બ્રેડના પીસ આવે તેટલા મૂકો.
ત્યારબાદ તવાને ઢાંકો અને લગભગ પાંચ મિનિટ સુધી ચઢવા દો, વચ્ચે ઢાંકણ ને ખોલીને જોતા રહો, જ્યારે કેપ્સીકમ નરમ થઈ જાય અને બ્રેડ ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને બહાર કાઢો. હવે તમારી બ્રેડ પીઝા બનાવવાની રીત પૂરી થઈ ગઈ, અને હવે તમારા બ્રેડ પિઝા બનીને તૈયાર છે. તેને પ્લેટમાં બહાર કાઢીને પીઝા સોસ સાથે સર્વ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team