તો આવી રીતે ઘરે જાતે જ બનાવી લો “બોમ્બે મિક્સચર”, ચા સાથે લાગશે એકદમ ટેસ્ટી

ચા સાથે નમકીન ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આવામાં જો આ નમકીન ઘરે જ બનાવેલું હોય તો તેની વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો જાણીયે બોમ્બે મિક્ચરની રેસિપી જેને તમે સરળતાથી ઘરે જાતે જ બનાવી શકો છો.

એક નજર :

 • રેસિપી કવીઝીન : ભારતીય
 • કેટલા લોકો માટે : 8-10
 • સમય : 15 થી 30 મિનિટ
 • ભોજનનો પ્રકાર : વેજ

સામગ્રી :

 • 1/2 કપ મસૂર દાળ
 • 2 કપ બેસન
 • 1/2 કપ ચોખા નો લોટ
 • 1/2 કપ મગફળી
 • 1/2 કપ કાજુ
 • 8-10 કરી પત્તા
 • 1/2 ચમચી હરદળ પાઉડર
 • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
 • 1 ચપટી હિંગ
 • 1/4 ચમચી જીરું પાઉડર
 • સ્વાદ અનુસાર મીઠુ
 • તેલ જરૂર મુજબ

બનાવવાની રીત :

 • સૌપ્રથમ વાસણમાં પાણી ઉમેરી મસૂરની દાળને 2 કલાક પલાળી રાખો.
 • મધ્યમ ગેસ પર 2 ચમચી તેલ ગરમ કરી તેને અલગ રાખી દો.
 • એક વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હરદળ પાઉડર, લાલ મરચાનો પાઉડર, હિંગ, જીરું પાઉડર, મીઠું અને તેલ નાખીને મિક્સ કરો.
 • હવે તેમાં પાણી નાખી લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટ વધારે ઢીલો કે કડક ના થાય.
 • મધ્યમ તાપે કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકી દો.
 • હવે સેવ બનાવવાના મશીનમાં લોટનો મિશ્રણ ભેળવી દો.
 • તેને ગોળ ગોળ ફેરવી સેવ બનાવતા જાઓ અને તેલ માં નાખતા જાઓ.
 • સેવને બંને બાજુથી કડક થાય ત્યાં સુધી તળી લો.
 • તળેલી સેવને વાસણમાં તોડીને મૂકી દો.
 • તે જ કડાઈમાં મગફળી, દાળ, કાજુ અને કળી પત્તા નાંખો અને એક પછી એક ફ્રાય કરો.
 • સેવમાં બઘી વસ્તુ નાખી મિક્સ કરી લો.
 • તેમાં હરદળ પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠુ અને ચાટ મસાલો ઉમેરો.
 • તો આ રીતે બોમ્બે મિક્ચર તૈયાર છે. તેને હવા ના ઘૂસી જાય તેવા ડબ્બામાં ભરો અને ગમે ત્યારે ચા ચા સાથે તેનો આનંદ માણો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *