બીજેથુઆ ધામ- કહેવામાં આવે છે જ્યાં હનુમાનજીએ કાલનેમિ નો વધ કર્યો હતો, ત્યાં આજે પણ શ્રદ્ધાળુઓની ભીડ હોય છે

  • by


ભારતમાં હનુમાનજીના ઘણા મંદિર જોવા મળે છે. રાજસ્થાનના મેહંદીપુર અને સાલાસરમાં બાલાજી ખાતે પ્રખ્યાત છે. રાજસ્થાનથી દૂર, ઉત્તર પ્રદેશની જમીન પર હનુમાનજીનું એક જૂનું અને ખાસ મંદિર છે. આ મંદિરને બીજેથુઆ ધામના નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બીજેથુઆ ધામ સુલતાનપુર જિલ્લામાં આવેલ છે.

સુલતાનપુર જિલ્લાના સુરાપુરમાં આવેલ બીજેથુઆ ધામને બીજેથુઆ મહાવીર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. પૂર્વાચલના ક્ષેત્રમાંથી અહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. દરેક મંગળવાર અને શનિવારે અહી મેળા જેવા દ્રશ્યો જોવા મળે છે.

આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવ્યો છે. ત્રેતાયુગમાં હનુમાનજીએ અહી કાલનેમિ નામના રાક્ષસને હરાવ્યો હતો. કાલનેમિ તે રાક્ષસ હતો, જેને રાવણે હનુમાનજીના કામમાં અડચણ નાખવાના ઉદ્દેશથી ત્યારે મોકલ્યો હતો, જ્યારે તે લક્ષમણજી બેભાન થવા પર જડી બુટ્ટી લેવા હિમાચલ જઈ રહ્યા હતા.

હનુમાનજીએ આ સ્થળ પર ફક્ત કાલનેમિનો વધ કરીને તેને મુક્તિ પ્રદાન કરી ન હતી પરંતુ ત્યાં તેણે આરામ પણ કર્યો હતો. હનુમાનજીએ અહી મકર કુંડમાં સ્નાન પણ કર્યું હતું. આ કુંડ બીજેથુઆ મંદિરના કિનારે જ આવેલ છે.

કુંડમાં સ્નાન કરતી વખતે એક મગરે હનુમાનજી સાથે કાલનેમિની હકીકત જણાવી હતી. બીજેથુઆ મહાવીરમાં તમને ઘંટીઓની એક શ્રુંખલા જોવા મળે છે. મંદિરની આ ઘંટીઓ શ્રદ્ધાળુઓ જ તેની મનોકામનાઓની સિદ્ધિ માટે ચડાવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *