ભીંડી મસાલા ગ્રેવિ બનાવા માં સરળ અને ચટાકેદાર તરી વાળુ શાક છે. જેને બનવા માંટે ઓછા તેલ માં તળેલી ભીંડી, ટામેટાં,દહી, કાજુ,ડુંગળી અને બધા મસાલા ની જરૂર પડે છે. આ શાક માં તરી હોવાથી તે નાન, કે પરોઠા, ભાત સાથે વધુ સારી લાગે છે.
સામગ્રી
- 250 ગ્રામ ભીંડા
- 3 ટામેટાં
- 5-6 શેકેલા કાજુ
- એક લીલું મરચું કાપેલું
- ½ ટુકડો આદું
- 2 ની લસણ કળી
- 4 ચમચી દહી
- 1 ડુંગળી (જીણી સમારેલી)
- 2 ચમચી ધાણા જીરું
- ¼ ચમચી હળદર
- ½ ચમચી મરચું
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી વરિયાળી
- 1 ½ ચમચી કોથમીર
- 1 ½ ચમચી + 2 ચમચી તેલ
- મીઠું સ્વાદ અનુસાર
વિધિ
1.
શેકેલા કાજુ ને વાટી લો. હવે લીલા મરચાં, આદું અને લસણ ને પણ વાટી લો. હવે ટામેટાં ને પીસી ની તેની પ્યૂરી બનાવી લો.
2.
ભીંડા ને મીડિયમ સાઇઝ માં કટ કરી લો. હવે કઢાઈ માં મધ્યમ તાપ પર 1 ½ ચમચી તેલ નાખો. તેમા કાપેલા ભીંડા નાખો અને તેના પર મીઠું નાખો.
3.
ભીંડા ત્યાં સુધી પકાવો કે તે પોતાના મૂળ રંગ કરતાં થોડા વધુ ડાર્ક થઈ જાય. ભીંડી થોડી સંકોચાઈ જાય. પછી ગેસ બંધ કરી લો અને ભીંડા ને કાઢી લો.
4.
હવે તેજ કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેમા થોડી વરિયાળી નાખો તે શેકાઈ જાય પછી તેમા ડુંગળી નાખો. ડુંગળી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી શેકો. હવે તેમા લીલા મરચાં , આદું અને લસણ વાળી પેસ્ટ નાખો.
5.
હવે ટામેટાં ની પ્યૂરી નાખો અને તેલ અલગ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમા બધો જ મસાલો નાખો અને બરાબર મિક્સ કરો.
6.
હવે તેમા દહી, જીરું પાવડર, અને કોથમીર અને કાજુ નાખો. પછી તેમા ભીંડા નાખો.
7.
તેને 2-3 મિનિટ માંટે મધ્યમ તાપ પર થવા દો. ગેસ બધ કરી ને તેને પીરસો.
વિવિધતા
- ધ્યાન રાખવું કે દહી ખાટું ન હોય નહીં તો શાક ખાટું લાગશે.
- તમે તમારા સ્વાદનુસાર તીખું નાખી શકો છો. પેસ્ટ તમારા સ્વાદ મુજબ નાખી શકો છો.
- જો શાક થોડું ખાટું લાગતું હોય તો તેમા એક ચમચી ખાંડ નાખી શકો છો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.